Jamnagar News/ મુુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જામનગર ખાતે 200 કરોડથી વધુના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે, રૂ. 226.99 કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. ટ્રાફિકની સમસ્યાને…

Gujarat Others

Jamnagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Patel) રૂ. 226.99 કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું જામનગર (Jamnagar) ખાતે લોકાર્પણ કર્યું હતું. સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ગ્રેઇન માર્કેટ, બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે.

સાત રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીનો ફોરલેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રિજ

સાત રસ્તા સર્કલ (Saat Rasta Circle)થી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીનો ફોરલેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રિજ (Flyover Bridge) ની કુલ લંબાઈ 4 એપ્રોચ સહિત 3,750 મીટર છે. મુખ્ય બ્રિજ ફોર લેન 16.50 મીટરનો છે, જ્યારે ઇન્દિરા માર્ગ તથા દ્વારકા રોડ એપ્રોચ ટુ લેન 8.40 મીટરના છે.આ ફ્લાયઓવરના કારણે જામનગરના નાગરિકોને દ્વારકા, રિલાયન્સ, નયારા, જી.એસ.એફ.સી. તરફ તેમજ રાજકોટ રોડ (Rajkot Road) તરફ સરળતાથી વાહનવ્યવહારની સુવિધા મળશે. આનાથી બ્રિજ નીચેના મુખ્ય ચાર જંકશન સાત રસ્તા સર્કલ, ગુરુદ્વારા જંકશન, નર્મદા સર્કલ તથા નાગનાથ જંકશન પર થતા ટ્રાફિક જામ અને અકસ્માત જેવા બનાવોમાંથી મોટી રાહત મળશે, પરિણામે ઇંધણ અને સમયની બચત થશે.

જામનગર શહેરના વિકાસમાં એક નવો અધ્યાય

3,750 મીટરની લંબાઈ ધરાવતા આ બ્રીજમાં 1,200 થી વધુ વાહનો માટે પાર્કિંગ, સ્પોર્ટ એક્ટિવિટી, તથા ફૂડ ઝોન જેવી સવલતોનો પણ સમાવેશ થાય છે.

વધુમાં, સુભાષ બ્રિજ (Subhash Bridge)થી સાત રસ્તા સર્કલ થઈ લાલ બંગલા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ત્રણ દરવાજા (ગ્રેઇન માર્કેટ), બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિક (Traffic)ની સમસ્યાનું નિવારણ થશે. આ વિકાસકાર્યની સાથે જ બ્રિજ નીચેના અન્ડરસ્પેસને પણ નાગરિક સુવિધા માટે વિકસાવવામાં આવ્યો છે, જેમાં કુલ 61 ગાળાઓમાં 1,200 થી વધુ વાહનોના પાર્કિંગની વ્યવસ્થા જેમાં 850 ટુ-વ્હીલર્સ, 250 ફોર-વ્હીલર્સ, 100 રીક્ષા, 100 અન્ય અને 26 બસ પાર્કિંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કુલ 4 જગ્યાએ ‘પે એન્ડ યુઝ ટોઇલેટ’, 1 લોકેશન પર શ્રમિક સુવિધા કેન્દ્ર (લેબર ચોક), 10 ગાળામાં સ્પોર્ટ એક્ટિવિટી, 4 લોકેશન પર વેઇટિંગ/સીટિંગની વ્યવસ્થા અને 4 લોકેશન પર ફૂડ ઝોન જેવી સવલતો પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા લોકાર્પિત કરાયેલો આ ફ્લાયઓવર જામનગરના નાગરિકોના જીવનમાં સરળતા અને સુગમતા લાવીને શહેરના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે.

અર્જુન મોઢવાડિયા તથા શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાની ઉપસ્થિતિ

આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયા (Arjun Modhvadiya), શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા (Rivaba Jadeja), સાંસદ પૂનમ માડમ (Poonam Madam), મેયર વિનોદ ખીમસૂર્યા, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર, મહાનગરપાલિકાના પ્રભારી મંત્રી પલ્લવી ઠક્કર, ધારાસભ્ય સર્વ મેઘજી ચાવડા, દિવ્યેશ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્ના સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, જિલ્લા કલેકટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની, સાશક પક્ષના નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, આગેવાન બીના કોઠારી, પ્રકાશ બાંભણીયા, મેરામણ ભાટુ, વિજયસિંહ જેઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ પ્રસાશન એક્શનમાં

આ પણ વાંચો: જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટને “PMJAY ની કામગીરીમાંથી સસ્પેન્ડ કરાઇ

આ પણ વાંચો: પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગરની રેલવે સુવિધામાં વધારો…14મી થી બે નવી ટ્રેનનો પ્રારંભ…