Gujarat News: પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગર એમ કુલ ચાર જિલ્લાની રેલવે સુવિધા (Railway Facility)માં વધારો થશે. 14મી થી બે નવી ટ્રેન (Train)નો પ્રારંભ થવા જઇ રહ્યો છે.
દશકાઓ જૂની માંગણીઓ સંતોષાતા લોકોમાં આવકાર
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ કરેલ પ્રયાસોનું પરિણામ; ત્રણ માસમાં બે વિમાની સેવા (Flight) બાદ બે ટ્રેનનો પ્રારંભ થતા સૌરાષ્ટ્ર (Saurastra)ના વિકાસને બળ મળશે.
ભારતીય રેલવે (Indian Railway) દ્વારા પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગરમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ અને સુધારણા માટે તાજેતરમાં ગત ઓગસ્ટમાં બે પેસેન્જર ટ્રેનની જાહેરાત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnav) અને 11-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવી હતી.
14મી નવેમ્બરથી એક સાથે આ બે પેસેન્જર ટ્રેનનો પ્રારંભ
પોરબંદર સાંસદ ડૉ. માંડવિયાના સંનિષ્ઠ પ્રયાસો અને ભારત સરકારના ઝડપી નિર્ણયના પરીણામે આગામી 14મી નવેમ્બરથી એક સાથે આ બે પેસેન્જર ટ્રેનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. એક સાથે ચાર જિલ્લાના યતાયાતની આ સુવિધા સૌરાષ્ટ્રના વિકાસના અનેક નવા દ્વાર ખોલશે. અને લાખો મુસાફરોને મોટી રાહત મળશે.
રાજકોટ-પોરબંદર-રાજકોટ વાયા જેતલસર જંક્શન રેલવે રૂટની મંજૂર થયેલી બે ટ્રેન પૈકી એક ટ્રેન ડેઇલી ચાલશે જ્યારે અન્ય એક ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ શરૂ થશે.
14મી એ નવી પ્રારંભ થઇ રહેલી ટ્રેનને લીલી ઝંડી આપી કેન્દ્રિય મંત્રી ડો. મનસુખ માંડવિયા, રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, સાંસદ સભ્ય પરસોત્તમ રૂપાલા, રાજ્યસભાના સભ્ય રામ મોકરિયા, વિવિધ વિસ્તારના ધારાસભ્યો સહિતના અગ્રણીઓ મુસાફરી પણ કરશે.
પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાનો
કેન્દ્રીય મંત્રી ડો.માંડવિયા એ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં રેલ સેવામાં વધારો એટલે આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાનો અને આ વિસ્તારમાં કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાનો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)ના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને પુરું કરવા તથા ભારત (India)ને વર્ષ 2030 સુધીમાં વિશ્વની ત્રીજી મોટી ઈકોનોમી બનાવવાનાં લક્ષને પુરુ કરવા આર્થિક વિકાસની તકો ઉપલબ્ધ કરવી જરૂરી છે.
આગમન સુગમ અને સુવિધાયુકત બનશે
આર્થિક ગતિ વિધિઓ સુધારવા ઈન્ફ્રાસ્ટ્રકચર અને કનેકટીવિટી ખુબ જરૂરી છે. રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ઉભી થનાર આ સુવિધાથી આ વિસ્તારનાં લોકોનું જીવન આસાન થશે સાથે જ વ્યાપાર, વાણિજય અને પ્રવાસનને પણ ખૂબ મોટી ગતિ મળશે. લોકો માટે આગમન સુગમ અને સુવિધાયુકત બનશે તથા વિકસિત ભારતની સાથે જ વિકસિત રાજકોટ, વિકસિત પોરબંદર, વિકસિત દ્વારકા અને વિકસિત જામનગરનું સ્વપ્ન સાકાર થશે અને સંતુલિત વિકાસ થશે. તેમ જણાવ્યું હતું.
સુવિધાની માંગણી સ્વીકારાતા લોકોમાં બહોળો આવકાર
બીજી બાજુ દશકોથી જે સુવિધાની માંગણી પડતર હતી તેનો હકારાત્મક સ્વીકાર થતા લોકોમાં બહોળો આવકાર મળી રહયો છે.
કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાનું થશે ઠેરઠેર સ્વાગત સન્માન, ટ્રેનમાં બેસી મંત્રી રાજકોટ થી પોરબંદર જશે
ખૂબ ટૂંકા સમયમાં ઝડપી રેલ સેવાનો પ્રારંભ કરાવનાર પોરબંદરના સાંસદ અને કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાનું 14મી નવેમ્બરે અનેક રેલવે સ્ટેશને વિવિધ મંડળો દ્વારા ભવ્ય સ્વાગત કરાશે.
તાજેતરમાં પોતાના મતવિસ્તારમાં બે વિમાન સેવાનો પ્રારંભ કર્યો, હવે એક સાથે બે ટ્રેન ફાળવતા લોકોમાં સ્વાગત સન્માન માટે ઉત્સાહ બમણો થઈ ગયો છે.
‘પોરબંદરનો જમાનો ફરી આવશે’
અત્યાર સુધી રાજકોટ પોરબંદર વચ્ચે એક ટ્રેન દોડતી હતી, હવે દરરોજ એક સાથે ત્રણ ટ્રેન દોડશે. ‘પોરબંદરનો જમાનો ફરી આવશે’ તેવું જાહેરમાં બોલનારા કેન્દ્રીય મંત્રી ડૉ. માંડવિયાએ આ સાબિત કરી બતાવ્યું કે વિકાસના દ્વાર ખુલી ગયા છે.!
જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર ( (Rajkot,Porbandar,Dwarka, Jamnagar) એમ ચાર જિલ્લા વચ્ચે યાતાયાત સુગમ બની ગઈ છે.
આ પણ વાંચો: ગોધરામાં 25 હજાર KV રેલવે વીજ કેબલ તૂટતા મોટી હોનારત ટળી, ગ્રામજનોએ પાયલટને કર્યો એલર્ટ
આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રીમંડળે રેલવે કર્મચારીઓને 78 દિવસ માટે ઉત્પાદકતા આધારિત બોનસ મંજૂર કર્યું
આ પણ વાંચો: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા, સ્વાગત રેલી ન નીકાળવા આહવાન કર્યું
