Ahmedabad News : 11-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા.4, 5 અને 6 જુલાઈના રોજ રાજકોટ અને પોરબંદરના પ્રવાસે આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ તા. 04 જુલાઈ 2025, શુક્રવારના રોજ સાંજે 6-00 વાગ્યે રવજીભાઈ પટેલ ઓડીટોરીયમ, રાજકોટ ખાતે રાજકોટ એન્જિનિયરીંગ એસોસીએશન દ્વારા આયોજિત ‘ઔદ્યોગિક સંવાદ’ અને ‘MSMEની IC યોજના અંતર્ગત ચેક વિતરણ’ કાર્યક્રમ ખાતે હાજરી આપશે.
તા. 05 જુલાઈ 2025, શનિવારના રોજ સવારે 10-00 વાગ્યે ભાયાવદર સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે ભાયાવદર નગરપાલિકા દ્વારા આયોજિત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વાર ‘રૂ.10.50 કરોડના વિકાસના કામોનું ખાતમુહુર્ત’ કરશે. ત્યારબાદ બપોરે 03-00 વાગ્યે કુતિયાણા તાલુકાના બાલોચ ગામની મુલાકાત કરશે. ત્યારબાદ બપોરે 03-45 વાગ્યે રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામની મુલાકત કરશે. ત્યારબાદ બપોરે 04-30 વાગ્યે પોરબંદર રાજપુત સમાજ હોલ, વાડી પ્લોટ ખાતે ‘માર્ગ અને મકાન વિભાગના વિકાસના કામોનું ખાતમુહુર્ત’ કરશે. ત્યારબાદ સાંજે 05-30 વાગ્યે પોરબંદર રેલ્વે સ્ટેશનની મુલાકાત કરશે. ત્યારબાદ સાંજે 7-30 વાગ્યે પોરબંદર શહેર વોર્ડ નં.3 પરેશ નગર, દત્ત સાઈ સ્કુલ વાળી ગલી ખાતે ખાટલા બેઠક કરશે.
તા.06 જુલાઈ 2025, રવિવારના રોજ સવારે 09-00 થી સાંજે 04-00 વાગ્યા સુધી ઉપલેટા ગોરસ કાર્યાલય ખાતે 11-લોકસભા વિસ્તારના લોક પ્રશ્નો સાંભળશે તેમજ સરપંચઓ સાથે શુભેચ્છા મુલાકાત/બેઠક કરશે.
આ પણ વાંચો:જૂનાગઢ : MLA સંજય કોરડીયાનો પત્ર, રસ્તા કે ભૂગર્ભ ગટરના નબળા કામોને લઈ પત્ર
આ પણ વાંચો:જૂનાગઢના કેશોદમાં બે વિધર્મીનું સગીરા પર દુષ્કર્મ
આ પણ વાંચો:જૂનાગઢનાં ઉનામાં દીપડાંએ ખેડૂત પર હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત, લોકોમાં ભયનો માહોલ
