Gandhinagar News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શાસક પક્ષ ભાજપે અમદાવાદ જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતો અને નગરપાલિકાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. તેના પગલે હવે ચૂંટણીની તૈયારીઓ વધુ વેગવંતી બની છે.














તેમાં બાવળા, દસક્રોઈ, દેત્રોજ, સાણંદ, ધંધુકા, ધોળકા, વિરમગામ, માંડલ, ધોલેરા તાલુકા પંચાયત અને વિરમગામ અને ધોળકા નગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. બાવળાના 18, દસક્રોઈના 28 અને દેત્રોજના 16, સાણંદના 24, ધંધુકાના 16, ધોળકાના 22 અને વિરમગામના 20, માંડલ અને ધોલેરાના 16-16 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિરમગામ અને ધોળકા નગરપાલિકાના 36-36 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
