Ahmedabad News/ અમદાવાદ ભાજપના 70% નેતાઓના પત્તા કપાશે, જાણો કોણ થશે રિપીટ અને કોનું કપાશે નામ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ચૂંટણીને લઈને ભાજપનો મોટો નિર્ણય. 60 વર્ષથી વધુ ઉંમર, 3 ટર્મ અને વિવાદિત છબીવાળા 70% કોર્પોરેટરોની ટિકિટ કપાશે. 12 વોર્ડમાં આખી પેનલ બદલાશે.

Gujarat Top Stories Ahmedabad
Ahmedabad AMC Election

Ahmedabad AMC Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) એ અમદાવાદ મહાનગરપાલિકામાં ફરી એકવાર સત્તા કબ્જે કરવા માટે પોતાની રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે. આજે 8 એપ્રિલ અને આવતીકાલે 9 એપ્રિલ એમ બે દિવસ સુધી મહાનગરપાલિકાની બેઠકો માટે પાર્લામેન્ટરી બોર્ડમાં મહામંથન ચાલશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ આ વખતે ‘નો રિપીટ’ અને ‘ક્લીન ઈમેજ’ થિયરી અપનાવીને અમદાવાદના વર્તમાન 70 ટકા જેટલા (આશરે 140) કોર્પોરેટરોને ઘરભેગા કરવાની તૈયારીમાં છે.

ટિકિટ કાપવા માટે ભાજપે બનાવ્યા આકરા નિયમો

રાજ્ય ચૂંટણી પંચની નવી મતદાર યાદી, અનામત રોટેશન અને બદલાયેલા જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને ભાજપે ઉમેદવાર પસંદગી માટે કડક માપદંડો નક્કી કર્યા છે. આ માપદંડો અંતર્ગત ઉંમર અને ટર્મના બાધ મુજબ 60 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને ટિકિટ મળશે નહીં. આ ઉપરાંત, ત્રણ ટર્મના નિયમ અનુસાર સળંગ ત્રણ ટર્મથી ચૂંટણી લડીને કોર્પોરેટર બનતા નેતાઓના પણ પત્તા કપાશે. પાર્ટી દ્વારા સ્વચ્છ છબીને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેથી માત્ર બિનવિવાદાસ્પદ અને જનતા વચ્ચે સારી છબી ધરાવતા ઉમેદવારોને જ મેદાનમાં ઉતારવામાં આવશે.

નામ વોર્ડ નામ વોર્ડ
આરતી ચાવડા ગોતા ઉષા રોહિત નિકોલ
હીરા પરમાર ચાંદલોડિયા બળદેવ પટેલ નિકોલ
ભરત પટેલ ચાંદલોડિયા સંગીતા કોરાટ વિરાટનગર
રાકેશ બ્રહ્મભટ્ટ ચાંદખેડા બકુલા એન્જીનીયર વિરાટનગર
અરુણસિંહ રાજપુત(પૂર્વદંડક) ચાંદખેડા ડૉ. રણજીત વાંક વિરાટનગર
હિરલ ભાવસાર સાબરમતી સરોજ સોલંકી બાપુનગર
અંજુ શાહ સાબરમતી જયશ્રી દાસરી બાપુનગર
રમેશ રાણા સાબરમતી દિનેશસિંહ કુશવાહ સરસપુર-રખિયાલ
દશરથ પટેલ રાણીપ ભાસ્કર ભટ્ટ સરસપુર-રખિયાલ
ગીતા પટેલ રાણીપ ભારતી વાણીયા સરસપુર-રખિયાલ
લલીતા મકવાણા નવા વાડજ મંજુલા ઠાકોર સરસપુર-રખિયાલ
ભાવના વાઘેલા નવા વાડજ ઉમંગ નાયક ખાડીયા
યોગેશ પટેલ નવા વાડજ ગીતા પરમાર ખાડીયા
વિજય પંચાલ નવા વાડજ નિકી મોદી ખાડીયા
ભાવના પટેલ ઘાટલોડીયા જૈનિક વકીલ અથવા પ્રિતિશ મહેતા પાલડી
મીનાક્ષી નાયક ઘાટલોડીયા ચેતના પટેલ પાલડી
જતીન પટેલ ઘાટલોડીયા સોનલ ઠાકોર વાસણા
પ્રવીણ પટેલ ઘાટલોડીયા દિલીપ બગરીયા વેજલપુર
નીરુ ડાભી થલતેજ કલ્પના ચાવડા વેજલપુર
સમીર પટેલ થલતેજ અલકા શાહ સરખેજ
હિતેશ બારોટ થલતેજ સુરેશ ખાયર સરખેજ
ગીતા પટેલ નારણપુરા કરણ ભટ્ટ મણીનગર
જયેશ પટેલ નારણપુરા શીતલ ડાગા મણીનગર
બ્રિન્દા સુરતી નારણપુરા ચંદ્રકાંત ચૌહાણ મણીનગર
દીપલ પટેલ અથવા રશ્મિ ભટ્ટ સરદાર પટેલ સ્ટેડીયમ જશી પરમાર અમરાઈવાડી
મિત્તલ મકવાણા સરદારનગર ઓમ પ્રકાશ બાગડી અમરાઈવાડી
સુરેશ દાનાણી સરદારનગર રાજેશ દવે ઓઢવ
કંચન પંજવાણી સરદારનગર મીનુ ઠાકુર ઓઢવ
અલકા મિસ્ત્રી નરોડા અનિરુદ્ધસિંહ ઝાલા અથવા પરેશ પટેલ વસ્ત્રાલ
રાજેન્દ્ર સોલંકી નરોડા ગીતાબેન પ્રજાપતિ વસ્ત્રાલ
વૈશાલી જોશી નરોડા ચંદ્રિકા પટેલ વસ્ત્રાલ
રેશમા કુકરાણી સૈજપુર બોઘા અલકા પંચાલ ઇન્દ્રપુરી
વિનોદાકુમારી ચૌધરી સૈજપુર બોઘા ચંદ્રકાંત પ્રજાપતિ ઇન્દ્રપુરી
મહાદેવ દેસાઈ સૈજપુર બોઘા ગૌરાંગ પ્રજાપતિ ભાઈપુરા હાટકેશ્વર
હસમુખ પટેલ સૈજપુર બોઘા મીરા રાજપૂત ભાઈપુરા હાટકેશ્વર
ગીતાબા ચાવડા કુબેરનગર વાસંતી પટેલ ભાઈપુરા હાટકેશ્વર
અનુ પટેલ અસારવા ચેતન પરમાર ખોખરા
મેના પટણી અસારવા જીગીશા સોલંકી ખોખરા
ઓમજી પ્રજાપતિ અસારવા શિવાની જૈનીકર ખોખરા
પ્રતિભા જૈન શાહીબાગ મીના સોલંકી ઈસનપુર
જાસ્મિન ભાવસાર શાહીબાગ મોના રાવલ ઈસનપુર
જશુભાઈ ઠાકોર શાહીબાગ શંકર ચૌધરી ઈસનપુર
આરતી પંચાલ શાહપુર ડૉ. ચાંદની પટેલ લાંભા
રેખાબેન ચૌહાણ શાહપુર જશોદા અમલીયાર લાંભા
પ્રતાપ આગજા શાહપુર જલ્પા પંડ્યા વટવા
નીરવ કવિ નવરંગપુરા સરોજ સોની વટવા
હેમંત પરમાર નવરંગપુરા ગિરીશ પટેલ વટવા
દીપ્તિ અમરકોટિયા બોડકદેવ મૌલિક પટેલ હાથીજણ
વાસંતી પટેલ બોડકદેવ સિદ્ધાર્થ પરમાર હાથીજણ
કાંતિ પટેલ બોડકદેવ ચંદ્રિકા પંચાલ હાથીજણ
અરવિંદ પરમાર જોધપુર
પ્રવિણા પટેલ જોધપુર
કંચન રાદડિયા ઠક્કરબાપાનગર
હર્ષા ગુર્જર ઠક્કરબાપાનગર
કિરીટ પરમાર ઠક્કરબાપાનગર
દીક્ષિત પટેલ ઠક્કરબાપાનગર

AMC : કોણ-કોણ છે લિસ્ટમાં?

પોતાની ટર્મ દરમિયાન વિવિધ વિવાદોમાં સપડાયેલા અને પાર્ટીની છબી ખરડનારા કોર્પોરેટરોને આ વખતે ટિકિટથી વંચિત રાખવામાં આવશે. આ યાદીમાં ખોખરા વોર્ડના ચેતન પરમારનો સમાવેશ થાય છે, જેઓ સતત વિદેશમાં રહેતા હતા અને ડિસ્ક્વોલિફાય ન થાય તે માટે માત્ર ચોથી સામાન્ય સભામાં સહી કરવા આવતા હતા. આ ઉપરાંત, નવરંગપુરા વોર્ડના નીરવ કવિ કે જેઓ ધર્મ અને જાતિ આધારિત નિવેદનો કરીને મોટા વિવાદમાં ફસાયા હતા, અને રામોલ-હાથીજણના સિદ્ધાર્થ પરમાર કે જેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે,

તેમના પણ પત્તા કપાશે. વધુમાં, નવા વાડજના લલીતા મકવાણા કે જેમની સામે ચૂંટણીમાં ખોટું એફિડેવિટ (સોગંદનામું) રજૂ કરવા બદલ ફરિયાદ થઈ હતી, તેમજ વિરાટનગરના સંગીતા કોરાટ અને સુરેશ ખાચર કે જેઓ બાંધકામ સંબંધિત વિવાદોમાં સપડાયા હતા અને જેમની ફરિયાદો છેક હાઈકમાન્ડ સુધી પહોંચી હતી, તેમને પણ આ વખતે ટિકિટથી વંચિત રાખવામાં આવશે.

નામ વોર્ડ
કેતન પટેલ ગોતા
અજય દેસાઈ ગોતા
પારુલ પટેલ ગોતા
રાજેશ્રી પટેલ ચાંદલોડીયા
રાજેશ્વરી પંચાલ ચાંદલોડીયા
રીટા પટેલ ચાંદખેડા
ચેતન પટેલ સાબરમતી
ભાવિ પંચાલ રાણીપ
વિરલ વ્યાસ રાણીપ
ઋષિના પટેલ થલતેજ
દર્શન શાહ નારણપુરા
મુકેશ મિસ્ત્રી સરદાર પટેલ સ્ટેડીયમ
પ્રદીપ દવે સરદાર પટેલ સ્ટેડીયમ
દીપલ પટેલ અથવા રશ્મિ ભટ્ટ સરદાર પટેલ સ્ટેડીયમ
સન્ની ખાનચંદાણી સરદારનગર
વિપુલ પટેલ નરોડા
દિશાંત ઠાકોર અસારવા
ભરત પટેલ શાહીબાગ
વંદના શાહ નવરંગપુરા
આશા બ્રહ્મભટ્ટ નવરંગપુરા
દેવાંગ દાણી બોડકદેવ
આશિષ પટેલ જોધપુર
ભારતી ગોહિલ જોધપુર
નીતુ પરમાર ઈન્ડિયા કોલોની
ભાવિક પટેલ અથવા ભરત કાકડીયા ઈન્ડિયા કોલોની
વિલાસ દેસાઈ(પટેલ) નિકોલ
દીપક પંચાલ નિકોલ
મુકેશ પટેલ વિરાટનગર
પ્રકાશ ગુર્જર બાપુનગર
અશ્વિન પેથાણી બાપુનગર
પંકજ ભટ્ટ ખાડીયા
પૂજા દવે પાલડી
પ્રિતીશ મહેતા અથવા જૈનિક વકીલ પાલડી
મેહુલ શાહ વાસણા
સ્નેહાબા પરમાર વાસણા
રાજેશ ઠાકોર વેજલપુર
પારુલ દવે વેજલપુર
જયેશ ત્રિવેદી સરખેજ
જયા દેસાઈ સરખેજ
ઈલાક્ષી શાહ મણિનગર
પ્રતિભા દુબે અમરાઈવાડી
નીતુ દેસાઈ ઓઢવ
દિલીપ પટેલ ઓઢવ
અનિરુદ્ધસિંહ ઝાલા અથવા પરેશ પટેલ વસ્ત્રાલ
કૌશિક પટેલ ઈન્દ્રપુરી
કમલેશ પટેલ ભાઈપુરા-હાટકેશ્વર
કમલેશ પટેલ ખોખરા
માનસિંહ સોલંકી લાંભા
સુનિતા ચૌહાણ રામોલ-હાથીજણ
ઈસનપુર મૌલિક પટેલ

એક્ટિવ હોદ્દેદારો અને કમિટી મેમ્બર્સને મળશે ઈનામ

એક તરફ વિવાદિત નેતાઓ પર કાતર ફરશે, તો બીજી તરફ જે કોર્પોરેટરોએ નિષ્ક્રિય કમિટીઓને જાગૃત કરી સારી કામગીરી કરી છે, તેમને પાર્ટી ફરીથી તક આપશે. રેવન્યુ કમિટીના જૈનિક વકીલ અને પ્રદીપ દવે, લીગલ કમિટીના પ્રકાશ ગુર્જર, રિક્રિએશન કમિટીના જયેશ ત્રિવેદી અને સ્નેહાબા પરમાર તેમજ હાઉસિંગ કમિટીના અશ્વિન પેથાણી અને મુકેશ પટેલને તેમની એક્ટિવ કામગીરીના આધારે રિપીટ કરવામાં આવી શકે છે.

આ 12 વોર્ડમાં જોવા મળશે આખી નવી પેનલ

કોંગ્રેસના પ્રભુત્વવાળી બેઠકો, વિવાદોથી ઘેરાયેલા વોર્ડ અને નવા રોટેશનને ધ્યાનમાં રાખીને ભાજપ શહેરના 12 વોર્ડમાં ચારેય ઉમેદવારો (આખી પેનલ) બદલવા જઈ રહી છે. આ વોર્ડમાં જૂના એક પણ ઉમેદવારને રિપીટ કરાશે નહીં, જેમાં ઘાટલોડિયા, નવા વાડજ, કુબેરનગર, શાહપુર, ઠક્કરબાપાનગર, સૈજપુર બોઘા, દરિયાપુર, સરસપુર-રખિયાલ, જમાલપુર, ગોમતીપુર, મકતમપુરા અને બહેરામપુરાનો સમાવેશ થાય છે. આ સિવાયના બાકીના તમામ વોર્ડમાં વધુમાં વધુ બે જ વર્તમાન ઉમેદવારોને રિપીટ કરવામાં આવી શકે છે.


આ પણ વાંચો : સ્થાનિક ચૂંટણી પહેલા AAPમાં જોડાયા પદ્મિનીબા

આ પણ વાંચો : અમદાવાદમાં ભાજપના 70% કોર્પોરેટરોની ટિકિટ કપાશે, AAP-કોંગ્રેસની નવી યાદી

આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના માહોલ વચ્ચે અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે