Tech News: BSNL દ્વારા પબ્લિક ડિમાન્ડને જોતા ફ્રીડમ પ્લાન (BSNL Freedom Plan)ને ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ ફરી એક વાર પોતાના ઉપભોક્તાઓ માટે શાનદાર ઑફર લઇને આવી છે. પ્રાઇવેટ ટેલિકામ કંપનીઓના મોંઘા થઇ રહેલા ટેરિફને ધ્યાનમાં રાખીને BSNL એ પોતાનો લોકપ્રિય પ્લાન ફરીથી લોન્ચ કર્યો છે.
BSNL નો આ લોકપ્રિય ફ્રીડમ પ્લાન લિમિટેડ ટાઇમ માટે જ ઉપલબ્ધ છે. 30 એપ્રિલ 2026 સુધી, તમે આ ઓફરનો લાભ લઇ શકો છો!

અહિં અમે તમને આ પ્લાનના તમામ લાભ વિગતવાર જણાવીશું કે, માત્ર 1 રૂપિયાના પ્લાનમાં લોકોને કઈ-કઈ સર્વિસ પ્રાપ્ત થશે અને આ પ્લાનમાં ક્યા-કયા ફાયદા છે?

BSNL 1 રુપિયાવાળા પ્લાનના લાભ (Benefits of BSNL 1 rupee plan)
BSNL 1 Rupee Plan માં 30 દિવસની વેલિડિટીવાળું નવું SIM કાર્ડ અને બીજી સર્વિસ કેવળ 1 રૂપિયામાં મળશે.
આ પ્લાન કોઇ પણ વધારાના ખર્ચ વિના દરરોજના ઉપયોગ માટેના બેઝિક ફાયદા પણ આપે છે.
જો કે, ઘણા લોકોને BSNL ફ્રીડમ પ્લાન કામ આવી શકે છે, કારણ તેનાથી તેને બીજો નંબર રાખવા કે નેટવર્ક ટ્રાય કરવાની સુવિધાઓ મળે છે.

BSNL Freedom Plan ના ફાયદા (Benefits of BSNL Freedom Plan)
તમે જ્યારે પણ નવું SIM કાર્ડ લો ત્યારે તમને 30 દિવસ સુધી બીએસએનએલની અલગ-અલગ સર્વિસનો લાભ મળે છે. ગ્રાહકોને દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલની સુવિધા મળશે. આ સિવાય દરરોજના 100 SMS નો લાભ પણ આમાં મળી શકશે.
BSNL ફ્રીડમ પ્લાન હેઠળ દરરોજનો 2 GB ડેટા મળે છે, જે ચેટિંગ, રેગ્યુલર ઈન્ટરનેટ બ્રાઉઝિંગ તથા યુટ્યુબ વીડિયો કે ઈન્સ્ટાગ્રામ રીલ્સ જોવા માટે પૂરતો છે. 30 દિવસની વેલિડિટી નવું BSNL SIM એક્ટિવેટ થાય એ તારીખથી શરૂ થાય છે. સમગ્રતયા જોઇએ તો જો તમે કંપનીનું નવું સિમ કાર્ડ ખરીદો તો માત્ર 1 જ રૂપિયામાં આ બધા જ ફાયદા મેળવી શકો છો!
BSNL નો આ લોકપ્રિય ફ્રીડમ પ્લાન લિમિટેડ ટાઇમ માટે જ ઉપલબ્ધ છે. 30 એપ્રિલ 2026 સુધી, તમે આ ઓફરનો લાભ લઇ શકો છો!
આ પણ વાંચો: હવે બાળકોના WhatsApp પર રહેશે માતા-પિતાનો કંટ્રોલ! આવી રહ્યું છે ‘Parent-Managed Accounts’ ફીચર
આ પણ વાંચો: સિમ વગર ચાલતા WhatsApp-Telegram પર લાગશે રોક! સાયબર ક્રાઈમ રોકવા સરકારનો કડક નિયમ
આ પણ વાંચો: એક લિંક, એક નંબર અને આખું WhatsApp એકાઉન્ટ હેક! CERT-In ની મોટી ચેતવણી

