ન્યુયોર્ક
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને અક્ષય કુમારે દુનિયાના સૌથી વધુ કમાણી કરનાર એક્ટર્સની લિસ્ટમાં ટોપ 10માં પોતાની જગ્યા બનાવી લીધી છે. વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત મેગેઝીન માંથી ફોર્બ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા લિસ્ટમાં વર્ષ 2018 ના સૌથી વધુ પૈસા લેનાર મેલ એક્ટર્સની લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અક્ષય કુમાર નંબર 7 છે અને સલમાન ખાન નંબર 9 છે.
ગોલ્ડ સ્ટાર અક્ષય કુમારની વર્ષની કમાણી 40.5 મિલિયન યુએસ ડોલર એટલે 283 કરોડ રૂપિયા છે. જયારે સલમાન ખાનની કમાણી 38.5 મિલિયન યુએસ ડોલર એટલે 269 કરોડ રૂપિયા છે. આ લિસ્ટમાં પહેલા નંબર પર હોલિવૂડના સુપરસ્ટાર જોર્જ ક્લુની છે.
These are the world's highest-paid actors of 2018:https://t.co/a5U6fhVXOa pic.twitter.com/w38uwBf3Yi
— Forbes (@Forbes) August 22, 2018
આ પહેલા ગયા મહિને વિશ્વના 100 સૌથી વધારે પૈસા લેનાર એન્ટર્ટેનર્સની એક લિસ્ટ જાહેર કરવામાં આવી હતી અને તે લિસ્ટમાં પણ અક્ષય કુમાર અને સલમાન ખાનને તેમની જગ્યા બનાવી હતી અને આ લિસ્ટમાં અક્ષય કુમાર 76 માં નંબરે હતા અને સલમાન ખાન 82 નંબર પર હતા.
અહીં જુઓ 2018 માં સૌથી બધું પૈસા લેનાર મેલ એક્ટર્સની લિસ્ટ
જોર્જ ક્લુની: 239 મિલિયન યુએસ ડોલર એટલે કે 1 હજાર 672 કરોડ રૂપિયા
ડ્વેન જોનસન: 124 મિલિયન યુએસ ડોલર એટલે કે 867 કરોડ રૂપિયા
રોબર્ટ ડાઉની જુનિયર: 81 યુએસ ડોલર એટલે કે 566 કરોડ રૂપિયા
ક્રિસ હેમ્સવર્થ : 64.5 મિલિયન યુએસ ડોલર એટલે કે 451 કરોડ રૂપિયા
જૈકી ચૈન: 45.5 મિલિયન યુએસ ડોલર એટલે કે 318 કરોડ રૂપિયા
વિલ સ્મિથ: 42 મિલિયન યુએસ ડોલર એટલે કે 293 કરોડ રૂપિયા
અક્ષય કુમાર: 40.5 મિલિયન યુએસ ડોલર એટલે કે 283 કરોડ રૂપિયા
એડમ સૈડલર: 39.5 મિલિયન યુએસ ડોલર એટલે કે 276 કરોડ રૂપિયા
સલમાન ખાન: 38.5 મિલિયન યુએસ ડોલર એટલે કે 269 કરોડ રૂપિયા
ક્રિસ ઇવાન્સ: 34 મિલિયન યુએસ ડોલર એટલે કે 237 કરોડ રૂપિયા
