Not Set/ વલસાડનાં ડુંગરી ને.હાઈવે-48 પર અકસ્માત, ચારનાં ઘટનાસ્થળે મોત

વલસાડ વલસાડનાં ડુંગરી નેશનલ હાઈવે-48 સોનવાડા પટેલ ફળીયા કોર્સીગ પાસે સ્કોર્પિયો અને ટ્રક વચ્ચેનાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર ચાર વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. જેમાંથી ત્રણની ઓળખ થઈ હોવાની માહિતી મળી છે ટ્રક ચાલક ફરાર થઈ જતા પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યો હતાં. ડુંગરી નેશનલ હાઈવે 48 હાઈવે પર વલસાડથી સુરત તરફ […]

Gujarat Surat Trending

વલસાડ

વલસાડનાં ડુંગરી નેશનલ હાઈવે-48 સોનવાડા પટેલ ફળીયા કોર્સીગ પાસે સ્કોર્પિયો અને ટ્રક વચ્ચેનાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર ચાર વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં.

જેમાંથી ત્રણની ઓળખ થઈ હોવાની માહિતી મળી છે ટ્રક ચાલક ફરાર થઈ જતા પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યો હતાં.

ડુંગરી નેશનલ હાઈવે 48 હાઈવે પર વલસાડથી સુરત તરફ જઈ રહેલ સ્કોર્પિયોને સોનવાડા પટેલ ફળીયાના કોર્સીગ પાસે લકઝરી બસની ટક્કર લાગતાં સ્કોર્પિયો કાર સામેના ટ્રેક પર ફંગોળાઈ ગઈ હતી અને સામેથી આવતી ટ્રક સાથે સ્કોર્પિયો કાર અથડાતા અકસ્માત થયો હતો.

સ્કોર્પિયો ચાલકને ગંભીર ઇજા પહોંચતાં હોસ્પિટલમાં લઈ જતાં તેમનું પણ કરૂણ મોત નિપજ્યું હતું. સામેનાં ટ્રેક પર ટ્રક સાથે અકસ્માત થતાં ટ્રક ચાલક અકસ્માત બાદ ઘટનાસ્થળે જ ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો મૃતકોમાં એક મેલાભાઈ વસાવા વડોદરાના નિવૃત્ત પોલીસ કર્મચારી હોવાનું જાણવા મળે છે.