નવી દિલ્હી,
છેલ્લા કેટલાક સમયથી અમેરિકી ડોલરમાં આવી રહેલી મજબૂતી અને તુર્કીમાં ચાલી રહેલા આર્થિક સંકટના કારણે ભારતીય રૂપિયામાં થઇ રહેલો ઘટાડો યથાવત જોવા મળી રહ્યો છે.
મંગળવારે ભારતીય રૂપિયામાં થયેલા ૧૭ પૈસાના વધારા સાથે એક ડોલરની કિંમત ૭૪.૨૪માં સ્તર સુધી પહોચી છે. આ સાથે ભારતીય રૂપિયાની કિમત અત્યારસુધીના સૌથી ન્યૂનતમ સ્તર પહોચી છે.

રૂપિયો મજબૂત થવાની આશા નહીવત
નિષ્ણાતોનું માનવું છે કે, હાલમાં જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈ ફેરફાર નહિ થયા ત્યાં સુધી રૂપિયામાં ઘટાડો થવાની આશા નહીવત જણાઈ રહી છે
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો રહ્યો યથાવત
મંગળવારે પણ રાજધાની દિલ્હીમાં પેટ્રોલમાં ભાવમાં ૨૩ પૈસાનો વધારો ઝીકવામાં આવ્યો છે. આ સાથે જ એક લીટર પેટ્રોલ ૮૨.૨૬ રૂપિયાના ભાવે મળી રહ્યું છે.
જયારે ડીઝલના ભાવમાં પણ ૨૯ પૈસાની વૃદ્ધિ જોવા મળી છે, આ સાથે જ એક લીટર ડીઝલ ૭૪.૧૧ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.
Petrol and diesel prices in #Delhi are Rs 82.26 per litre (increase by Rs 0.23) and Rs 74.11 (increase by Rs 0.29) respectively. Petrol and diesel prices in #Mumbai are Rs 87.73 per litre (increase by Rs 0.23) and Rs 77.68 per litre (increase by Rs 0.31) respectively. pic.twitter.com/YLSGyeNVEp
— ANI (@ANI) October 9, 2018
મુંબઈમાં પણ પેટ્રોલમાં થયેલા ૨૩ પૈસાના વધારા સાથે ૮૭.૭૩ રૂપિયા, જયારે ડીઝલના ભાવમાં ૩૧ પૈસાના વધારા સાથે એક લીટર ડીઝલ ૭૭.૬૮ રૂપિયાના ભાવે મળી રહ્યું છે
તુર્કીમાં ચાલી રહેલું સંકટ અને ટ્રેડવોર છે મુખ્ય કારણ
તુર્કીમાં ચાલી રહેલા આર્થિક સંકટના કારણે ઈમરજિંગ ઈકોનોમીને લઈ રોકાણકારો રૂપિયામાં હવે રોકાણ કરવાથી બચી રહ્યા છે, તેની સીધી જ અસર ડોલરની ડિમાંડ વધવાના કારણે રૂપિયો સતત કમજોર થઈ રહ્યો છે.
આ ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરની પણ નોધપાત્ર અસર રૂપિયા પર જોવા મળી રહી છે.
બીજી બાજુ ભારતીય રૂપિયામાં થઇ રહેલો સતત ઘટાડાની અસર વિદેશથી આવનારી વસ્તુઓ તેમજ શિક્ષણ, દવાઓ, મેડિકલ સુવિધાઓ સહિતની અનેક સેવાઓ પર માઠી અસર પડી શકે છે.
