Ahmedabad News/ આશીર્વાદ આપવાને બહાને વૃધ્ધની સોનાની વીંટી અને રોકડ રકમ તફડાવી લીધી

દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદના દાણીલીમડામાં કારમાં નિર્વસ્ત્ર બેઠેલા બાવાજીએ આશીર્વાદ આપવાને બહાને વૃધ્ધની સોનાની વીંટી અને રોકડ રકમ તફડાવી લીધી હતી. આ અંગે વૃધ્ધે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ દાણીલીમડામાં નંદનવન સોસાયટીમાં રહેતા બાબુભાઈ એસ. કાપડીયા દાણીલીમડામાં શિવમ સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન સિલ્વર કલરની કાર આવીને તેમની નજીક આવીને ચાલકે સરનામું પુછ્યું હતું. કારમાં એક નિર્વસ્ત્ર બાવાજી બેઠા હોવાનું પણ ચાલકે બાબુભાઈને કહ્યું હતું.

બાદમાં નિર્વસ્ત્ર બાવાજી આશીર્વાદ આપશે કહીને ચાલકે બાબુભાઈનો હાથ ગાડીના દરવાજા પર મુકાવ્યો હતો. બીજીતરફ બાબુભાઈની નજર ચુકવીને તેમની રૂ.30,270 ની કિંમતની સોનાની વીંટી અને રૂ.3,000 રોકડા ચોરી લીધા હતા. આ અંગે બાબુભાઈએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 1 એપ્રિલ, 2025 થી નવો GST નિયમ,ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે ISD ફરજિયાત 

આ પણ વાંચો: હોળી-ધુળેટીના તહેવારોને લઈ ST વિભાગની તૈયારી,9 માર્ચથી 13 માર્ચ સુધી દોડાવવામાં આવશે વધારાની બસો

આ પણ વાંચો: સુરત : મહાકુંભ માટે દોડાવેલ બસથી ST વિભાગને 1.50 કરોડ રૂપિયાની આવક