Not Set/ ભારતને મળી મોટી સફળતા, કૌભાંડી માલ્યાને સ્વદેશ પાછો લાવવા બ્રિટનની કોર્ટે આપ્યો આદેશ

લંડન, સોમવારે બ્રિટનની કોર્ટ તરફથી કૌભાંડી માલ્યાના મામલે ભારતને મોટી સફળતા મળી છે. સોમવારે દેશની બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડી વિદેશમાં ભાગી જનાર લિકર કિંગ વિજય માલ્યાને ભારત પાછો લાવવા માટેની રસ્તો હવે સ્પષ્ટ થઇ ગયો છે. લંડનની વેસ્ટમિનિસ્ટર કોર્ટમાં માલ્યાના પ્રત્યાર્પણ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ કોર્ટ દ્વારા આ કૌભાંડીને ભારત પાછો લાવવા […]

Top Stories World Trending

લંડન,

સોમવારે બ્રિટનની કોર્ટ તરફથી કૌભાંડી માલ્યાના મામલે ભારતને મોટી સફળતા મળી છે. સોમવારે દેશની બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડી વિદેશમાં ભાગી જનાર લિકર કિંગ વિજય માલ્યાને ભારત પાછો લાવવા માટેની રસ્તો હવે સ્પષ્ટ થઇ ગયો છે.

લંડનની વેસ્ટમિનિસ્ટર કોર્ટમાં માલ્યાના પ્રત્યાર્પણ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ કોર્ટ દ્વારા આ કૌભાંડીને ભારત પાછો લાવવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.

જો કે લંડનની કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ વિજય માલ્યા આગામી ૧૪ દિવસમાં ઉપલી કોર્ટમાં અપીલ કરી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે સેન્ટ્રલ એન્જસી CBI અને EDની એક જોઈન્ટ ટીમ બ્રિટન માટે રવાના થઇ ચુકી હતી. આ ટીમ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનના જોઈન્ટ ડાયરેક્ટર એ સાઈ મનોહરના નેતૃત્વમાં રવાના થઇ હતી.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI) દ્વારા લંડનની કોર્ટ દ્વારા આપવામાં આદેશને આવકારવામાં આવ્યો છે.

વિજય માલ્યા પર છે ૯૦૦૦ કરોડ રૂપિયાનું દેવું

કૌભાંડી વિજય માલ્યાની વાત કરવામાં આવે તો, તે દેશની અનેક બેન્કોને ૯ હજાર કરોડ રૂપિયા કરતા વધુનું ફૂલેકું ફેરવી વિદેશમાં ભાગી ગયો હતો. માલ્યા પર મની લોન્ડરીંગ તેમજ લોન દ્વારા લેવામાં આવેલી બેંકોની રકમ બીજા કામોમાં ઉપયોગ કરવાનો આરોપ છે.