bangladesh news/ બાંગ્લાદેશ કોન્ડોમનું વેચાણ એક મહિના માટે બંધ થશે, હિંસા વચ્ચે આ અછત કેમ છે?

કોન્ડોમ (Condom)ની અછત બાંગ્લાદેશ માટે માત્ર બજારની સમસ્યા નથી, પરંતુ એક મૌન જાહેર આરોગ્ય આપત્તિ છે. જો પરિસ્થિતિનો ઉકેલ નહીં આવે, તો ………….

Trending Bangladesh News
Condom

Bangladesh News : બાંગ્લાદેશ ફક્ત રાજકીય અસ્થિરતા અને હિંસાથી જ નથી સંઘર્ષ કરી રહ્યું, પરંતુ એક નવી ચિંતાજનક કટોકટી પણ ઊભી થઈ છે. દેશમાં કોન્ડોમ (Condom)અને અન્ય ગર્ભનિરોધક અચાનક ઘટી રહ્યા છે, જે લાખો લોકોના આરોગ્ય અને પરિવાર નિયોજન પર સીધી અસર કરી શકે છે.

કોન્ડોમ (Condom)કટોકટી કેવી રીતે ઉભરી?

DGFP (પરિવાર નિયોજન નિર્દેશાલય) દેશભરમાં મફતમાં કોન્ડોમ, મૌખિક ગોળીઓ, IUD, ઇન્જેક્ટેબલ અને ઇમ્પ્લાન્ટ વિતરણ કરે છે. પરંતુ આ દવાઓનો સ્ટોક સતત ઘટી રહ્યો છે. ભંડોળની અછત, સ્ટાફની નોકરી ખાલી પદો અને કાનૂની વિવાદોના કારણે નવી ખરીદી અટકી છે.

કોન્ડોમ સ્ટોકની પરિસ્થિતિ:

કોન્ડોમ માં 57% ઘટાડો,  મૌખિક ગોળીઓ 63% ઘટી ગઈ સાથે સાથે ,  IUD માં પણ 64% નો ઘટાડો નોંધાયો,   ઇન્જેક્ટેબલમાં પણ  41% ઘટાડો અને  ઇમ્પ્લાન્ટ 37% અને DGFP પાસે હવે માત્ર 39 દિવસનો કોન્ડોમ સ્ટોક બાકી છે, જ્યારે અન્ય ગર્ભનિરોધક પણ ઝડપથી ખતમ થઈ રહ્યા છે.

ભાવ અને બજાર પર અસર

બાંગ્લાદેશના  સ્થાનિક મેડિકલ સ્ટોર્સ કોન્ડોમ (Condom)સ્ટોક કરવા લાગ્યા છે, જેના કારણે ભાવમાં વધારો થયો છે. અગાઉ 15–25 રૂપિયાના કોન્ડોમ હવે 30–50 રૂપિયા, અને પ્રીમિયમ બ્રાન્ડ્સ 300–700 રૂપિયા સુધી પહોંચ્યા છે. આ ગરીબ અને મધ્યમ વર્ગ માટે મોટો ચિંતાનો વિષય છે.

આરોગ્ય પર લાંબા ગાળાની અસર

નિષ્ણાતો ચેતવણી આપે છે કે કટોકટી ચાલુ રહી તો:

અનિચ્છનીય ગર્ભાવસ્થા વધશે,

માતાના સ્વાસ્થ્યમાં જોખમ,

જાતીય સંક્રમિત ચેપમાં વધારો,

DGFPના કામકાજ પર દબાણ

બાંગ્લાદેશઆ પરિસ્થિતિ માત્ર દવાઓની નથી, પરંતુ સમગ્ર આરોગ્ય અને વસ્તી નિયંત્રણ માળખાની કસોટી છે. સરકાર અને આરોગ્ય તંત્ર ઝડપથી પગલાં ન લે તો ભવિષ્યમાં આનો નકારાત્મક પ્રભાવ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બાંગ્લાદેશમાં હિન્દુ કામદારની લિંચિંગનો વીડિયો સામે આવ્યો

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ન, NCPના નેતા પર જાહેરમાં ગોળીબાર

આ પણ વાંચો: બાંગ્લાદેશની હિંસા: પડોશીના આગની ઝાળ આપણે ત્યાં ન લાગે તે જોવું જરૂરી