નામકરણ/ સોનમ કપૂર અને આનંદ આહુજાએ પુત્રનું નામ કર્યુ જાહેર, ચાહકો સાથે શેર કરી ખાસ ક્ષણની તસવીર

સોનમ કપૂર અને આનંદ આહુજાના પુત્રના નામકરણની ચર્ચા છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી હતી. આજે એટલે કે 20 સપ્ટેમ્બરે સોનમે તેના બાળકના નામ સાથે એક ફોટો શેર કર્યો છે

Trending Entertainment

સોનમ કપૂર અને આનંદ આહુજાના પુત્રના નામકરણની ચર્ચા છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી હતી. આજે એટલે કે 20 સપ્ટેમ્બરે સોનમે તેના બાળકના નામ સાથે એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તે પતિ આનંદ આહુજા અને પુત્ર સાથે જોવા મળી રહી છે. સોનમ કપૂરે આ ફોટા સાથે તેના પુત્રનું નામ પણ જાહેર કર્યું અને ચાહકો સાથે નાનાની એક ઝલક પણ શેર કરી.

સોનમ કપૂરે પોતાના પુત્રનું નામ વાયુ કપૂર આહુજા રાખ્યું છે. નામની સાથે સોનમ કપૂરે કેપ્શનમાં પણ લખ્યું છે કે, ‘વાયુ એ હિંદુ શાસ્ત્રોના પાંચ તત્વોમાંથી એક છે. હનુમાન ભીમ અને માધવના આધ્યાત્મિક પિતા છે અને તે પવનના શક્તિશાળી સ્વામી છે. તાજેતરના ફોટામાં, સોનમ કપૂર અને આનંદ આહુજા તેમના પુત્ર પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. ફોટોમાં ત્રણેય યલો કલરના ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી રહ્યા છે.

 આ ફોટોમાં સોનમ કપૂરના ચહેરા પરનું સ્મિત અને તેની સુંદરતા ચાહકોનું દિલ જીતી રહી છે. ઉલ્લેખનીય છે કે સોનમ કપૂર બાળકના જન્મના પહેલા મહિનાની ઉજવણી તેના પુત્રના નામ સાથે કરી રહી છે. સોનમ કપૂરે 20 ઓગસ્ટના રોજ પુત્રને જન્મ આપ્યો હતો, તેની બહેન રિયા કપૂરે હોસ્પિટલમાંથી બાળકની કેટલીક તસવીરો શેર કરી હતી પરંતુ ચહેરો હજુ દેખાતો નહોતો.

https://www.instagram.com/p/CiupYRpKwPK/?utm_source=ig_web_copy_link

સોનમ કપૂરે આ ફોટામાં વાયુ કપૂર આહુજાની થોડી ઝલક દેખાડી હતી પરંતુ ચહેરો હજુ પણ ચાહકોથી છુપાયેલો છે. આ દિવસોમાં અભિનેત્રી તેના પિતા અનિલ કપૂરના ઘરે છે જ્યાં આ નામકરણ સમારોહ યોજાયો હતો. અનિલ કપૂર પણ દાદા બનવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે, જેની પોસ્ટ તેમણે અગાઉ શેર કરી છે.