Dharma & Bhakti/ શનિ-બુધ 30 વર્ષ પછી એકસાથે માર્ગી…નવા વર્ષમાં આ 3 રાશિઓ થશે માલામાલ..!

શનિ અને બુધ બંને ગ્રહો એકસાથે, પૂરા 30 વર્ષ બાદ માર્ગી થવા જઇ રહ્યાં છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ દુર્લભ સંયોગ 3 રાશિના જાતકો માટે અત્યંત શુભ રહેશે!

Trending Religious Rashifal Dharma & Bhakti

Dharm & Bhakti: શનિ અને બુધ અનુક્રમે, મીન અને બુધ રાશિઓમાં એકસાથે પૂરા 30 વર્ષ પછી માર્ગી થવા જઇ રહ્યાં છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, ન્યાયના દેવતા શનિ મહારાજ, 29 નવેમ્બરે મીન રાશિમાં માર્ગી થશે. એના આગળના દિવસે અર્થાત્ 28 નવેમ્બરે (28 November) ગ્રહોના રાજકુમાર બુધ વૃશ્ચિક રાશિમાં માર્ગી થવા જઇ રહ્યાં છે.

નવેમ્બરના અંતિમ અઠવાડિયામાં બંને મોટા ગ્રહો એક અત્યંત દુર્લભ સંયોગ રચી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ન્યાયના દેવતા શનિ મહારાજ (Shani Grah), 29 નવેમ્બરે મીન રાશિમાં માર્ગી થશે. એના આગળના દિવસે અર્થાત્ 28 નવેમ્બરે ગ્રહોના રાજકુમાર બુધ (Budh Grah) વૃશ્ચિક રાશિમાં માર્ગી થવા જઇ રહ્યાં છે. આ બંને ગ્રહો અમુક્રમે 26 ફેબ્રુઆરી અને 26 જુલાઇ સુધી માર્ગી (Margi) રહેશે. જ્યોતિર્વિદોના જણાવ્યા અનુસાર, શનિ અને બુધ અનુક્રમે, મીન અને બુધ રાશિઓમાં એકસાથે પૂરા 30 વર્ષ પછી માર્ગી થવા જઇ રહ્યાં છે. આ દુર્લભ સંયોગ લગભગ 30 વર્ષો પછી રચાવા જઇ રહ્યો છે! શનિ અને બુધની ચાલ એકસાથે સીધી થવી એ આ 3 રાશિ (Rashi)ના જાતકો માટે અત્યંત શુભ (Shubh) માનવામાં આવે છે.

વૃષભ રાશિ

બુધ અને શનિ એકસાથે માર્ગી થવાથી વૃષભ રાશિ વાળા (Vrushabh Rashi)ને વેપાર ક્ષેત્રે અચાનક લાભ પ્રાપ્ત થશે. તમારા રોકાણો તથા ખર્ચમાં ઘટાડો થશે અને ધન કમાવામાં તમને સફળતા મળશે. કોઇ મોટા ધંધાકીય સોદા અર્થે તમારે લાંબી યાત્રા કરવી પડી શકે છે. વિદેશ દ્વારા ધનપ્રાપ્તિના માર્ગ ખુલશે. જે લોકો ભાગીદારીમાં વેપાર કરે છે એમના માટે પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે. આ સમયે તમારા દ્વારા બનાવેલી યોજનાના સકારાત્મક પરિણામો જોવા મળશે. જો ઘરનું કોઇ સભ્ય લાંબા સમયથી બીમાર હોય તો એમના સ્વાસ્થ્ય (Health)માં સુધાર આવશે.

કન્યા રાશિ

માર્ગી શનિ અને બુધ કન્યા રાશિ (Kanya Rashi) વાળા જાતકોના ધન-ધાન્યમાં વૃદ્ધિ કરશે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને બિનજરુરી ખર્ચમાં કમી આવશે. જે લોકો પોતાના ફેમિલી બિઝનેસ (Business)ને આગળ વધારવાનું વિચારી રહ્યાં હતા એ લોકો માટે આ સમય અનુકૂળ રહેશે. નવું સ્ટાર્ટ અપ માટે પણ આ સમય ઉત્તમ રહેશે. આ સમયાવધિમાં કરવામાં આવેલા રોકાણો ભવિષ્યમાં તમને ઘણો લાભ પ્રદાન કરી શકે છે. પોતાના કામકાજનો પ્રચાર-પ્રસાર કરવામાં તમને કોઇ મિત્ર અથવા સંબંધીનો સહયોગ મળી શકે છે.

ઘનુ રાશિ

ઘનુ રાશિ (Dhanu Rashi)ના લોકો પણ વેપારના ક્ષેત્રે જબરદસ્ત લાભ મેળવી શકશે. તમને કોઇ જૂના રોકાણનો ફાયદો પણ પ્રાપ્ત થશે. પૈતૃક સંપત્તિ કે વ્યાપારમાં ભાગીદારીથી ઘણો લાભ પ્રાપ્ત થવાથી મન પ્રસન્ન રહેશે. જે લોકોને પોતાનો વ્યવસાય ડૂબી જવાની કે ઠપ્પ થઇ જવાની ચિંતા હતી એ લોકોને ઝડપભેર ગતિ પ્રાપ્ત થશે. આ જાતકોનો આત્મવિશ્વાસ (Self-confidence) દ્રઢ થશે અને પૂર્ણ ઊર્જાવાન બનીને પોતાના ધંધા કે કારકિર્દી (Career)ને આગળ ધપાવવાનો પ્રયાસ કરશે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધન લાભ માટે આ ઉપાયો જરૂર અજમાવો, લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરો

આ પણ વાંચો: 1100 વર્ષ પહેલા સ્થાપના થઈ હતી આ શિવ મંદિરની, શું છે રસપ્રદ માન્યતા

આ પણ વાંચો: મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુ સહિતના દેવી-દેવતાની પ્રદક્ષિણા કેટલી સંખ્યામાં કરવી? જાણો એના ધાર્મિક નિયમો…