National News/ 26 નવેમ્બરે જ કેમ ઉજવાય છે ‘બંધારણ દિવસ’..? ભારતનું બંધારણ કેટલા દિવસમાં તૈયાર થયું હતું એ વિશે જાણો…

26 નવેમ્બરે ‘બંધારણ દિવસ’ અને 26 જાન્યુઆરીએ ‘ગણતંત્ર દિવસ’ પ્રતિવર્ષ મનાવવામાં આવે છે. ડૉ. ભીમરાવ આંબેડકરને ભારતીય બંધારણના ધડવૈયા પણ કહેવાય છે…

NATIONAL Trending

National News: 26 નવેમ્બરે ‘બંધારણ દિવસ’ મનાવવામાં આવે છે. શાળાઓ, કોલેજો તથા કાર્યાલયોમાં ‘ગણતંત્ર દિવસ’ તથા ‘સંવિધાન દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. પ્રતિ વર્ષ ઉજવાતા આ રાષ્ટ્રીય તહેવારો (National Festival)ને ભારતના નાગરિકો ઉત્સાહપૂર્વક મનાવે છે. આના અનુસંધાનમાં, અનેક કાર્યક્રમો, વક્તૃત્વ સ્પર્ધાઓ અને કિ્વઝ પ્રોગ્રામ આયોજીત કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, આપણા દેશ ભારત (India)ના બંધારણને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો?…પૂરા 2 વર્ષ, 11 મહિના અને 8 દિવસ!! આટલા અથાક પરિશ્રમથી તૈયાર કરવામાં આવેલા આપણા બંધારણ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ માહિતી અહિં મેળવીશું અને વિશેષ કરીને, ‘બંધારણ દિવસ’ 26 નવેમ્બરે જ શાથી મનાવવામાં આવે છે એ વિશે પણ જાણીશું.

‘બંધારણ દિવસ’ અને ‘ગણતંત્ર દિવસ’

પ્રતિ વર્ષ, 26 નવેમ્બરે ‘બંધારણ દિવસ’ (Constitution Day, 26 November) અને 26 જાન્યુઆરીએ ‘ગણતંત્ર દિવસ’ (Republic Day, 26 January) મનાવવામાં આવે છે. જો કે, બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બરે (9 December) મળી હતી. બંધારણને સ્પર્શતી આ બંને તારીખનું પોતાનું એક ખાસ મહત્વ રહેલું છે. આપણે સહુ એ તો સારી રીતે જાણીએ છીએ કે ‘ગણતંત્ર દિવસ’ અર્થાત્ ‘પ્રજાસત્તાક દિવસ’ શા માટે મનાવવામાં આવે છે. આ દિવસે જાહેર રજા હોય છે. પરંતુ, આપણામાંથી ઘણા એવા હશે કે જેમને 26 નવેમ્બરે જ ‘બંધારણ દિવસ’ શાથી ઉજવવામાં આવે છે એની જાણ નહિં હોય! શાળાઓ, કોલેજો તથા કાર્યાલયોમાં ‘ગણતંત્ર દિવસ’ (26 January) તથા ‘બંધારણ દિવસ’ (26 નવેમ્બર)ની ઉજવણી કરવામાં આવે છે. પ્રતિ વર્ષ ઉજવાતા આ રાષ્ટ્રીય તહેવારોને ભારતના નાગરિકો ઉત્સાહપૂર્વક મનાવે છે. આના અનુસંધાનમાં, અનેક કાર્યક્રમો, વક્તૃત્વ સ્પર્ધાઓ અને કિ્વઝ પ્રોગ્રામ આયોજીત કરવામાં આવે છે.

પરંતુ શું તમે જાણો છો કે, આપણા દેશના સંવિધાન અર્થાત્ બંધારણ (Indian Constitution)ને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો?…પૂરા 2 વર્ષ, 11 મહિના અને 8 દિવસ!! આટલા અથાક પરિશ્રમથી તૈયાર કરવામાં આવેલા આપણા સંવિધાન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ માહિતી અહિં મેળવીશું અને વિશેષ કરીને, ‘બંધારણ દિવસ’ 26 નવેમ્બરે જ શાથી મનાવવામાં આવે છે એ વિશે પણ જાણીશું.

ભારતીય બંધારણ

જુલાઈ 1946માં ભારતીય બંધારણ સભા માટે ચૂંટણી થઇ હતી. સંવિધાન સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર,1946ના રોજ મળી હતી. પરંતુ, ભારત-પાકિસ્તાનના ભાગલા (Partition of India and Pakistan) થતાં બંધારણ સભા પણ બે ભાગોમાં વહેંચાઇ ગઇ હતી! ડૉ. રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના અધ્યક્ષ હતા. ત્યાર બાદ, બંધારણ સભાએ 26 નવેમ્બર, 1949ના દિવસે પોતાનું કાર્ય પૂર્ણ કરી દીધું હતું અને 26 જાન્યુઆરી, 1950ના રોજથી બંધારણને ભારત દેશમાં અમલી બનાવવામાં આવ્યું હતુ. બંધારણને તૈયાર કરવામાં પૂરા 2 વર્ષ, 11 મહિના અને 8 દિવસનો સમય લાગ્યો હતો..!

ભારતીય બંધારણને ઔપચારિક સ્વરુપે 26 નવેમ્બરે સ્વીકારવામાં આવ્યું હતુ અને આ જ કારણ છે કે, આ દિવસને ‘બંધારણ દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો. ભારતીય બંધારણની વિશેષતા એ છે કે એ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ (Longest Written Constitution) છે. એમાં જણાવાયા મુજબ, ભારત એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર (Secular Nation) છે અને તે તમામ ધર્મોને સમાન રુપે સન્માન આપે છે. અહિં, કોઇ પણ રાજ્યનો પોતાનો કોઈ ધર્મ નથી.

‘બંધારણ દિવસ’ની થીમ શું છે?

ડૉ. આંબેડકર ફાઉન્ડેશન અનુસાર, વર્ષ 2025ના બંધારણ દિવસની થીમ (Constitution Day Theme) છે, ‘ધ લિવિંગ કૉન્સ્ટિટ્યુશન: 75 યર્સ ઑફ ડેમોક્રેસી, ડિગ્નિટી એન્ડ ડેવલપમેન્ટ’! આ આગવી થીમ ભારતના સંવિધાનને અપનાવ્યાને પૂરા 75 વર્ષની પૂર્ણાહુતિનો ઉત્સવ છે! અન્ય સંસ્થાઓએ પણ આ થીમ સાથે જોડાયેલી થીમ રાખી છે જેમ કે, મીનાક્ષી કૉલેજ ઑફ નર્સિંગમાં એક્ટિવિટીઝ માટે ‘લેજિસ્લેટિવ અવેરનેસ’..!

ભારતીય બંધારણ વિશેષ કેમ છે?

ભારતીય બંધારણ એટલા માટે પણ વિશેષ ગણાય છે કારણ કે, એની રચના માટે ભારતના બંધારણ નિર્માતાઓએ દુનિયાના કેટલાય મોટા રાષ્ટ્રો જેવા કે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, આયર્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના બંધારણનું ગહન અધ્યયન કરીને એમાં જે પણ શ્રેષ્ઠ હતું એને સામેલ કરવામાં આવ્યું છે.

બંધારણ વિશે સંક્ષિપ્તમાં…

બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ (Dr. Rajendra Prasad) હતા. 11 ડિસેમ્બર, 1946ના રોજ એમની વરણી થઇ હતી.

ભારતીય બંધારણમાં 6 મૌલિક અધિકારો સામેલ છે જે નાગરિકોની સુરક્ષા અને સ્વાતંત્રની રક્ષા કરે છે.

મૂળ બંધારણમાં કુલ 395 અનુચ્છેદ છે પરંતુ, સંશોધનો બાદ હવે ભારતીય બંધારણ કુલ 448 અનુચ્છેદ ધરાવે છે.

ભારતીય બંધારણ કુલ 251 પાના ધરાવે છે અને એને વિશ્વનું સૌથી ડિટેલ્ડ બંધારણ માનવામાં આવે છે.

એની પ્રારુપ સમિતિના અધ્યક્ષ હતા ડૉ. ભીમરાવ આંબેડકર (Dr. Bhimrao Ambedkar), જેમને ભારતીય બંધારણના નિર્માતા પણ કહેવાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી શક્ય તેટલી વહેલી તકે યોજવી પડશે,જાણો બંધારણની કલમ 68 શું કહે છે?

આ પણ વાંચો: ‘બળાત્કારીઓને નપુંસક અને પોર્નોગ્રાફિક પર પ્રતિબંધ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને નોટિસ ફટકારી

આ પણ વાંચો: દેશનું બંધારણ બોમ્બ અને બંદૂકો સામે જીતી રહ્યું છે, અમે પાકિસ્તાનને ખુલ્લું પાડ્યું છે… PM મોદીએ સંસદ સત્ર પહેલા કહ્યું!