Dharm & bhakti: ગ્રહોના સેનાપતિ મંગળ મહારાજ 7 ડિસેમ્બર (7 December)ના રોજ રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યાં છે. તેઓ સાંજે 7 વાગીને 26 મિનિટે વૃશ્ચિક રાશિમાં પોતાની યાત્રાને થંભાવીને ધનુ રાશિમાં પ્રવેશ કરશે.
ગ્રહોના સેનાપતિ મંગળ મહારાજ (Mangal) 7 ડિસેમ્બરના રોજ રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યાં છે. તેઓ સાંજે 7 વાગીને 26 મિનિટે વૃશ્ચિક રાશિ (Vrushik Rashi)માં પોતાની યાત્રાને થંભાવીને ધનુ રાશિમાં પ્રવેશ કરશે. જો કે, મંગળ લગભગ દોઢ મહિને અર્થાત્ 45 દિવસ પછી રાશિ પરિવર્તન (Rashi Change) કરે છે. આથી આ ગોચર લાંબા સમય બાદ થવા જઇ રહ્યું છે. એનો પ્રભાવ રાશિચક્રની 12 રાશિઓ ઉપરાંત, દેશ-દુનિયાના કામકાજ તથા ભૂમિ-ભવન (Property) વગેરે ક્ષેત્રોમાં જોવા મળી શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં મંગળને ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે અને આ પરાક્રમ, ઉર્જા અને યુદ્ધ (War)નો કારક ગણાય છે. આથી એનું ગોચર હંમેશાં આ ક્ષેત્રોને પ્રભાવિત કરતું આવ્યું છે. એના ગોચરથી અમુક રાશિઓ (Zodiac Signs) લાભાન્વિત થાય છે જ્યારે, અન્યોની સમસ્યામાં વધારો થાય છે. આવા જાતકોને કેરિયર (Career), નોકરી અને સંપત્તિ સંબંધી કામકાજમાં મુશ્કેલીઓ અનુભવાય છે. તો ચાલો જાણીએ, મંગળનો ધનુ રાશિ (Dhanu Rashi)માં પ્રવેશ આખરે કઇ-કઇ રાશિઓની તકલીફોમાં વધારો કરી શકે છે!

વૃષભ રાશિ
મંગળ રાશિનું પરિવર્તન વૃષભ રાશિ (Vrushabh Rashi)ના જાતકો માટે ઘણી મુશ્કેલીભર્યું સાબિત થઇ શકે છે. આ રાશિમાં મંગળ સાતમા અને બારમા ભાવનો સ્વામીગ્રહ છે. આથી મંગળનું ધનુ રાશિમાં ગોચર વૃષભ રાશિમાં આઠમા ભાવમાં થશે. આ ગોચરથી ધન હાનિ, વેપારમાં મંદી તથા આર્થિક તકલીફો (Economic Problems) સહન કરવી પડી શકે છે. ભૂમિ-ભવન સંબંધિત કાર્યોમાં તણાવ અનુભવી શકો છો. વિરોધીઓનું તમારા પર વર્ચસ્વ રહેશે. આ સમય દરમિયાન, બાળકોને લગતી મુશ્કેલીઓને કારણે આ જાતકો વિવાદ અને તણાવથી ગ્રસિત રહેશે.

કર્ક રાશિ
કર્ક રાશિ (Kark Rashi)ના જાતકો માટે મંગળનું આ ગોચર ઘણું જ પડકારજનક રહેશે. અત્રે તમને જણાવી દઇએ કે, મંગળ એ કર્ક રાશિના પાંચમા અને દસમા ભાવનો સ્વામીગ્રહ છે અને એનું ગોચર છઠ્ઠા ભાવમાં થવા જઇ રહ્યું છે. આવા સંજોગોમાં કેટલાક વિઘ્નો ઊભા થઇ શકે છે અને તમને વેપાર (Business)માં કારણ વગરની તકલીફો સહન કરવી પડે છે. કાર્યક્ષેત્રમાં અપમાન સહન કરવું પડી શકે એવી સંભાવના છે. સ્પર્ધાત્મક કસોટીમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ (Students)એ વધુ મહેનત કરવાની જરુર છે. ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરવા માટે ધીરજપૂર્વક કાર્ય કરવું પડશે. પેટના રોગ કે પીડા ઊભી થવાની સંભાવના છે અને સ્વાસ્થ્ય વિષયક તકલીફો (Health Problems) ઉત્પન્ન થઇ શકે છે.

મકર રાશિ
મકર રાશિ (Makar Rashi)ના જાતકોની કુંડળીના 12મા ભાવમાં મંગળનું ગોચર (Mars transit) થશે જેના પરિણામસ્વરુપે, આવકથી વધુ ખર્ચ વધશે. નોકરી (Job) કરનારા લોકોને અધિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત, તેમને ટારગેટ પૂર્ણ કરવામાં ઘણા અંતરાયોનો સામનો કરવો પડી શકે છે. કોઇ પણ કાર્ય પૂર્ણ કરવા માટે વધુ કઠિન પરિશ્રમ અને પ્રયત્નો કરવા પડશે. બેરોજગાર લોકોને રોજગાર (Employment)ના અવસરો પ્રાપ્ત કરવા માટે હજુ પણ થોડી રાહ જોવી પડી શકે એમ છે. પોતાની વાણી અને વ્યવહાર પર નિયંત્રણ રાખવું. લવ લાઇફ (Love Life)માં કોઇ ત્રીજી વ્યક્તિની દખલઅંદાજીને કારણે સ્થિતિ વણસી શકે તેવી આશંકા છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: ધન લાભ માટે આ ઉપાયો જરૂર અજમાવો, લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરો
આ પણ વાંચો: 1100 વર્ષ પહેલા સ્થાપના થઈ હતી આ શિવ મંદિરની, શું છે રસપ્રદ માન્યતા
આ પણ વાંચો: મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુ સહિતના દેવી-દેવતાની પ્રદક્ષિણા કેટલી સંખ્યામાં કરવી? જાણો એના ધાર્મિક નિયમો…
