આપણા શાસ્ત્રોમાં શિવ સહિતના કોઈપણ દેવતાની ખંડિત મૂર્તિની પૂજા કરવાની મનાઈ છે, પરંતુ શિવલિંગ એક અપવાદ છે, ભલે તે ગમે તેટલું ખંડિત હોય, તે હંમેશાં આદરણીય છે. (તમે ખંડિત શિવલિંગની પૂજા કરી શકો છો પરંતુ ખંડિત શિવ મૂર્તિ નહીં?) આ મંદિરમાં છેલ્લાં 150 વર્ષથી ખંડિત શિવલિંગની પૂજા કરવામાં આવે છે. આ શિવલિંગની વાર્તા પણ આશ્ચર્યજનક છે કારણ કે એક બ્રિટીશ એન્જિનિયરનું આ શિવલિંગ તોડવાના કારણે મૃત્યુ થયું હતું.

શિવલિંગની રસપ્રદ કથા :
આ 19 મી સદીના મધ્યભાગની કથા છે જ્યારે બંગાળ-નાગપુર રેલ્વે કલકત્તાથી મુંબઇ વચ્ચે ગોઇલેકરાના બદલા ગામ પાસે રેલ્વે લાઇન નાખવાનું કાર્ય ચાલી રહ્યું હતું. આ માટે, મજૂરો ત્યાં ખોદકામ કરતા હતા ત્યારે તેઓએ ખોદકામ કરતી વખતે શિવલિંગ જોયું. કામદારોએ શિવલિંગ જોઇને ખોદકામ કરવાનું બંધ કરી દીધું હતું અને આગળ કામ નહિ કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ ત્યાં હાજર બ્રિટીશ એન્જિનિયર ‘રોબર્ટ હેન્રી’ એ આ બધી વાહિયાત વાતો છે તેમ કહી પાવડો ઉંચો કરી શિવલિંગને ટકોર કરી, જેના કારણે શિવલિંગને બે ટુકડા થઈ ગયા, પણ પરિણામ સારું ન આવ્યું અને સાંજે કામ પરથી પરત ફરતી વખતે એન્જિનિયરની રસ્તામાં જ મોત થી ગયું.

શ્રાવણ મહિનામાં ભક્તોની ભીડ
આ ઘટના બાદ કામદારો અને ગ્રામજનોએ રેલ્વે લાઇન ખોદકામનો જોરદાર વિરોધ કર્યો હતો. શરૂઆતમાં, બ્રિટિશ અધિકારીઓ તે જ ખોદકામ કરવા માટે અડગ હતા, પરંતુ જ્યારે તેમને લાગ્યું કે તે વિશ્વાસ અને શ્રદ્ધા ની વાત છે અને જબરદસ્તીના વિપરીત પરિણામો આવી શકે છે, ત્યારે તેઓએ શિવલિંગથી દૂર રેલ્વે લાઈન ખોદવાનું નક્કી કર્યું. આને કારણે રેલ્વે લાઇનની દિશા બદલવી પડી હતી અને બે ટનલ બનાવવામાં આવી હતી.

બંને શિવલિંગના ટુકડાઓ પૂજા:
ખોદકામમાં, જ્યાં શિવલિંગ બહાર આવ્યું છે, આજે ત્યાં દેવશાળા મંદિર છે અને ખંડિત શિવલિંગ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થયેલ છે. જ્યારે શિવલિંગનો બીજો ભાગ ત્યાંથી રતનબર ડુંગર પર બે કિલોમીટર દૂર ગામની દેવી ‘મા પૌડી’ સાથે છે જ્યાં બંનેની દરરોજ પૂજા-અર્ચના કરવામાં આવે છે. પરંપરા અનુસાર અહીં શિવલિંગની પૂજા થાય છે અને પછી મા પૌડીની.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
