sports news/ ટોસ સમયે કેપ્ટનો દ્વારા હાથ ન મિલાવવાના મુદ્દે BCB ની સ્પષ્ટતા

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડએ ટોસ દરમિયાન કેપ્ટનોએ હાથ ન મિલાવવા અંગે સ્પષ્ટતા જારી કરી, મેચ બાદ ભારત-બાંગ્લાદેશ (India-Bangladesh) ના ખેલાડીઓએ હાથ મિલાવ્યા

Trending Sports
ભારત

IND vs BAN U19: અંડર-19 (under-19) વર્લ્ડ કપ મેચ ભારત અને બાંગ્લાદેશ (India And Bangladesh) વચ્ચે રમાઈ હતી. મેચ પછી ભારતીય અને બાંગ્લાદેશી ખેલાડીઓએ હાથ મિલાવ્યા હતા. ટોસ સમયે બંને ટીમના કેપ્ટનોએ પરંપરા મુજબ હાથ મિલાવ્યા નહોતા, જેને કારણે મેચ શરૂ થવા પહેલા જ ચર્ચાનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાએ ક્રિકેટ જગતમાં ખેલભાવના અને કૂટનીતિક સંબંધોને લઈને ચર્ચા વધારી દીધી હતી.

જો કે, મેચ પૂર્ણ થયા બાદ બંને ટીમના ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવી રમતની સાચી ભાવના દર્શાવી. ખેલાડીઓના આ વર્તનને રમતપ્રેમીઓએ સકારાત્મક સંદેશ તરીકે જોયું. આ ઘટનાએ એશિયા કપની યાદો પણ તાજી કરી દીધી, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન પણ ખેલાડીઓએ હાથ મિલાવ્યા નહોતા અને તે મુદ્દો લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યો હતો.

અંડર-19  (under-19) વર્લ્ડ કપ મેચમાં ટોસ દરમિયાન હાથ ન મિલાવવાનો વિવાદ

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ ટોસ સમયે કેપ્ટનો વચ્ચે હાથ મિલાવવાની ઘટના અંગે પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે. બોર્ડે કહ્યું કે ઉપ-કેપ્ટન જાવેદ અબરાર દ્વારા ભારતીય ટીમના કેપ્ટન આયુષ મ્હાત્રે સાથે હાથ ન મિલાવવો કોઈ પણ રીતે અપમાનરૂપ નહોતું અને તે જાણીને કરવામાં આવ્યુ નહતું કરવામાં આવ્યું નહોતું.

ભારત

BCB મુજબ, અબરાર ટોસ દરમિયાન આ ઔપચારિકતા પાલન કરવાનું અનિચ્છાએ ભૂલી ગયો હતો. નિયમિત કેપ્ટન અઝીઝુલ હકીમ મેચ પહેલા બીમાર પડતાં, અચાનક પરિસ્થિતિમાં અબરારને ટોસ માટે હાજર થવું પડ્યું, જેના કારણે આ ઘટના બની.

ભારતનો યાદગાર વિજય

શનિવારે અંડર-19 (under-19) વર્લ્ડ કપમાં ભારત અને બાંગ્લાદેશ (India And Bangladesh) વચ્ચે રમાયેલી મેચ અત્યંત રોમાંચક રહી, જેમાં ભારતે 18 રનથી જીત મેળવી. આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે વરસાદથી ખલેલ પહોંચેલી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે અભિજ્ઞાન કુંડુ અને વૈભવ સૂર્યવંશીની અડધી સદીના સહારે 48.4 ઓવરમાં 238 રનનો મજબૂત સ્કોર ઊભો કર્યો. વરસાદના કારણે ડીએલએસ નિયમ લાગુ પડતા બાંગ્લાદેશને ૨૯ ઓવરમાં 165 રનનો સુધારેલ લક્ષ્યાંક મળ્યો.

લક્ષ્યાંકનો પીછો કરતી બાંગ્લાદેશની ટીમ 28.3 ઓવરમાં 146 રનમાં જ સીમિત રહી. કેપ્ટન અઝીઝુલ હકીમે સૌથી વધુ 51 રન નોંધાવ્યા. ભારતીય બોલરોમાં વિહાન મલ્હોત્રાએ ચાર વિકેટ ઝડપી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, જ્યારે ખિલન પટેલે બે વિકેટ લીધી. દિપેશ દેવેન્દ્રન, હેનિલ પટેલ અને કનિષ્ક ચૌહાણે પણ એક-એક વિકેટ મેળવી. મેચ બાદ બંને ટીમોના ખેલાડીઓએ રમતભાવના દર્શાવતા એકબીજા સાથે હાથ મિલાવ્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ICCએ બાંગ્લાદેશની મેચો ભારત બહાર ખસેડવાની માગ નકારી કાઢી, પોઈન્ટ ગુમાવવાનો ખતરો

આ પણ વાંચો: ભારત-બાંગ્લાદેશ તણાવ છતાં IPL 2026માં મુસ્તાફિઝુર રમવાની શક્યતા

આ પણ વાંચો: શું ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઇલેવનમાં મનમાની હાવી છે?