તાજેતરમાં જ બોલિવૂડની 1947માં બંગાળમાં વિભાજન સમયે થયેલા રમખાણોને ચિત્રિત કરતી ફિલ્મ બેંગાલ ફાઇલ્સ (Bengal Files) રીલિઝ થઈ છે. હાલમાં આ ફિલ્મ થિયેટરોમાં જારી જ છે. આ જ સમયે બાંગ્લાદેશમાં હિંસા (Violence) ભડકી ઉઠી છે. બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલનના નેતા હાદીના મૃત્યુ પછી તેના સમર્થકો ભડક્યા છે, હિંસા(Violence) પર ઉતરી આવ્યા છે. બાંગ્લાદેશ ફરી પાછું ભડકે બળવા માંડ્યું છે. આમ બેંગાલ ફાઇલ્સ ફિલ્મનું પ્રદર્શન અને બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા (Violence)જાણે મોટો યોગાનુયોગ છે.

બેંગાલ ફાઇલ્સ-ટુ
તેમા પણ બાંગ્લાદેશની ભીડે એક હિંદુ યુવાન (Hindu Youth) ને નગ્ન કરીને સળગાવીને માર્યો તેનો આખો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. તેના કારણે ફક્ત બાંગ્લાદેશ અને ભારતમાં કે એશિયામાં નહીં આખા વિશ્વમાં ચકચાર મચી ગઈ છે. બાંગ્લાદેશની અંદર કેવા હિંસક રાક્ષસો વસે છે તે આ કૃત્યએ બતાવ્યું છે. આગામી દિવસોમાં બાંગ્લાદેશમાં આ હિંદુ વિરોધી હિંસા(Violence)નો જવાબ બંગાળમાં જ મુસ્લિમ વિરોધી હિંસા (Violence)માં મળે તેવી સંભાવના વધુ પ્રબળ બનવા લાગી છે.

બાંગ્લાદેશની હિંસા (Violence)થી બંગાળમાં નારાજગી
બાંગ્લાદેશમાં બંગાળી હિંદુઓ (Bengali Hindu) પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં બંગાળની પ્રજામાં રીતસરનું ઝનૂન ઉમટ્યું છે. તેમા પણ બેંગાલ ફાઇલ્સ જોઈને બહાર નીકળેલી આક્રોશિત થયેલી પ્રજામાં હવે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારે વધુ ઝનૂન ભર્યું છે. આમ જે સ્થિતિ હાલમાં ફક્ત બાંગ્લાદેશની અંદર વિસ્ફોટક છે, તેની ઝાળ આવતીકાલે ભારતના પશ્ચિમ બંગાળ (West Bengal) ને લાગે તેવી સંભાવનાનો ઇન્કાર ન કરી શકાય. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતી હિંસા (Violence) જાણે પશ્ચિમ બંગાળમાં હિંસક હુમલાની પરિસ્થિતિ માટેના વાતાવરણનું જાણે નિર્માણ કરી રહી છે.

મમતા બેનરજીની સ્થિતિ બગડી
આના કારણે મમતા બેનરજી (Mamta Banerji) માટે અત્યંત મુશ્કેલ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યુ છે. તેમણે હિંદુઓનો આક્રોશ ખાળવો અને તેનો જવાબ આપવો દિનપ્રતિદિન અઘરો સાબિત થવા લાગ્યો છે. તેમા પણ તેમના જ પક્ષના વિધાનસભ્ય હુમાયુએ (Humayun) બાબરી મસ્જિદ (Babri Mosque) બનાવવાની વાત કહીને મમતા બેનરજીની રાજકીય સ્થિતિ વધુ ખરાબ કરી હતી. તેણે તો સ્પષ્ટપણે જણાવી દીધુ હતુ કે આગામી ચૂંટણીમાં મમતા બેનરજી સત્તા પર આવવાની નથી. આના પગલે તૃણમૂલ કોંગ્રેસે (Trumul Congress) તેને પક્ષમાંથી સસ્પેન્ડ પણ કરી દીધો હતો, પણ તેણે બાબરી મસ્જિદ બનાવવાની પોતાની વાત પડતી મૂકી નથી.

બંગાળમાં ભડકાની શક્યતા
આ બાબત આગામી દિવસમાં બંગાળમાં મોટો ભડકો સાબિત થઈ શકે તેમ છે. અને તેમા પણ બાંગ્લાદેશમાં બંગાળી હિંદુઓ પર અત્યાચારોતથા બેન્ગાલ ફાઇલ્સ ફિલ્મ જોઈને નીકળતા લોકોનો આક્રોશ ત્રણેયનું સંયોજન અત્યંત ખતરનાક પરિણામ લાવી શકે છે. આખા પશ્ચિમ બંગાળમાં હવે મમતા બેનરજીની સામે એક જબરદસ્ત નેરેટિવ (Narrative) ઊભો થઈ રહ્યો છે અને તે અત્યાર સુધી તેનો જવાબ આપી શકી નથી. આગામી વર્ષે બંગાળમાં ચૂંટણી છે ત્યાં જ મમતા બેનરજીની તંત્ર પરથી પક્કડ ઓસરી રહી છે. સ્વાભાવિક રીતે વિરોધીઓ તેનો લાભ તો ઉઠાવવાના જ.
બાંગ્લાદેશમાં ચાલતી અરાજકતામાં મીડિયા હાઉસની (Media House) ઓફિસો ફૂંકી દેવાઈ છે. એક પત્રકારની હત્યા થઈ ચૂકી છે. હિંદુઓને મારવામાં આવી રહ્યા છે. દેશના સૌથી મોટા અખબાર ડેઇલી સ્ટારની (Daily Star) ઓફિસને આગ લગાડી દેવાઈ છે. દેખાવકારો રસ્તા પર કૂચ કરી રહ્યા છે. દેશમાં અરાજકતાના લીધે બાંગ્લાદેશના લશ્કરે સરહદ છોડીને દેશની ગલીઓમાં પેટ્રોલિંગ કરવું પડી રહ્યું છે.

ગ્રેટર બાંગ્લાદેશ
શેખ હસીનાના (Sheikh Hasina) વિરોધી અને 2024માં વિદ્યાર્થી આંદોલનમાં (Student Agitation) ભાગ લેનારા નેતા હાદીએ (Hadi) તેના મૃત્યુના અગાઉ ગ્રેટર બાંગ્લાદેશનો (Greater Bangladesh) નકશો રજૂ કર્યો હતો. તેમા ભારતના સેવન સિસ્ટર્સને બાંગ્લાદેશનો હિસ્સો દર્શાવાયો હતો. હાદીને 12 ડિસેમ્બરે ગોળી મારવામાં આવી હતી. તેના પછી તે ઇજાગ્રસ્ત હતો અને તેનું શુક્રવારે મોત થતાં તેના સમર્થકો વીફર્યા હતા અને રસ્તા પર ઉતર્યા હતા. તે સરકારી ઓફિસોથી લઈને અખબારી માધ્યમો, જાહેર પરિવહનના સાધનો બધે તોડફોડ કરવા લાગ્યા હતા. હસીનાના શાસક પક્ષ અવામી લીગની ઓફિસમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.
આમ બાંગ્લાદેશ ફરીથી અરાજકતા તરફ આગળ વધી રહ્યુ છે. બાંગ્લાદેશમાં ભારતે તેની મોટાભાગની ઓફિસો બંધ કરી દીધી છે. એક કે બે દૂતાવાસને બાદ કરતાં ભારત બાંગ્લાદેશમાં તેના સ્ટાફની સલામતી માટે કોઈ ઓફિસ ચાલુ રાખી નથી. હાલમાં જે આંદોલન ચાલી રહ્યુ છે તે કંઈ ઘડીકમાં શાંત થાય તેમ લાગતું નથી. આગામી દિવસોમાં આ આંદોલન વધુ વેગ પકડે તો આશ્ચર્ય નહીં થાય.

ચૂંટણી ટાળવાનું કાવતરું
કેરટેકર મોહમ્મદ યુનુસ (Mohammad Yunus) બાંગ્લાદેશમાં ચૂંટણી (Election)યોજવાની તૈયારી કરી રહ્યા છે તે જ સમયે થયેલું આંદોલન દર્શાવે છે કે કોઈ એવું છે જેને બાંગ્લાદેશમાં ચૂંટણી યોજાય તેમા રસ નથી. હજી પણ એવા કેટલાક પરિબળો છે જે યુનુસને અને તેના સમર્થક કટ્ટરવાદીઓને (Islamic Fundamentalist) ટકાવી રાખવા માંગે છે. સ્વાભાવિક રીતે કંઈ પણ હોય એટલે પાકિસ્તાનનું (Pakistan) નામ તો પહેલાં જ આવે. બાંગ્લાદેશે તાજેતરમાં પાકિસ્તાન સાથે ઘનિષ્ઠતા વધારે અને ભારત સાથે ઘટાડી તે કશાથી છૂપું નથી. એક સમયે પાકિસ્તાનને જરા પણ ભાવ ન આપતું બાંગ્લાદેશ હવે યુનુસના શાસનમાં તેની સાથે લળીલળીને સંવાદ કરવા લાગ્યું છે. તેની સાથે નાણાકીય વ્યવહાર કરવા લાગ્યું છે. પાકિસ્તાનની ફ્લાઇટો ફરીથી શરૂ કરાવી છે, વ્યાપાર સંબંધ શરૂ કરાવ્યો છે.
આમ હવે જો યુનુસે એક અરાજક દેશ સાથે સંબંધ રાખવો જ હોય તો તેણે પોતાને ત્યાં પણ અરાજકતા વેઠવી જ રહી. આ બતાવે છે કે બાંગ્લાદેશનું ભવિષ્ય હાલમાં સારું નથી અને ત્યા વધુને વધુ દિવસો ખૂનામરકીવાળા જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના છે. ભારતે બસ ફક્ત બાંગ્લાદેશમાં લાગેલી આગની ઝાળ તેને ત્યાં ન લાગે અને શરણાર્થીઓનો મોટો પ્રવાહ ફરીથી તેને ત્યાં ન આવે તે જોવાનું છે. તે માટે સરહદ પર જાપ્તો વધુ આકરો બનાવવાની જરૂરિયાત છે. એક બેંગાલ ફાઇલ્સ આપણે ત્યાં પૂરતી છે, બીજાની જરૂર નથી.
આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે
આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો
