World News:પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે હોર્મુઝ(hormuz) સ્ટ્રેટમાં ફરી એકવાર જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે. કુવૈતના ધ્વજવાળા ઓઈલ ટેન્કર M/T અલ દસમા પર અજાણ્યા પ્રોજેક્ટાઈલથી હુમલો થતાં જહાજમાં આગ લાગી હતી. આ ટેન્કર પર 21 ભારતીય નાવિકો સહિત અન્ય ક્રૂ મેમ્બરો પણ સવાર હતા.
hormuz સ્ટ્રેટમાં વધ્યો તણાવ

હોર્મુઝ સ્ટ્રેટમાં છેલ્લા કેટલાક સમમથી માલવાહક જહાજે નિશાનો બનાવવામાં આવી રૂહ્યાં છે ત્યારે આ ઓઈલ ટેન્કરમાં ભારતિયો પણ સવાર હતા. જોકે, રાહતની વાત એ છે કે તમામ ભારતીય નાવિકો અને અન્ય ક્રૂ મેમ્બરો સુરક્ષિત છે. ઓક્ટોબર મહિનામાં ભારતીય નાવિકો સવાર હોય તેવા જહાજ પર હુમલાની આ પાંચમી ઘટના હોવાનું જણાવાયું છે.
જહાજમાં કેટલા ભારતિયો સવાર હતા અને તેમનું શું થયું?
હોર્મુઝ સ્ટ્રેટ… વૈશ્વિક વેપાર અને ઓઈલ સપ્લાય માટે અત્યંત મહત્ત્વનો દરિયાઈ માર્ગ… અને હવે આ જ માર્ગ પર જહાજોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. બુધવારે કુવૈતના ધ્વજવાળા ઓઈલ ટેન્કર M/T અલ દસમા પર અજાણ્યા પ્રોજેક્ટાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો.
હુમલા બાદ ટેન્કરમાં આગ લાગી હતી. જોકે, આગને બાદમાં કાબૂમાં લઈ લેવામાં આવી હતી. જહાજ પર 21 ભારતીય નાવિકો સહિત અન્ય ક્રૂ મેમ્બરો પણ સવાર હતા. સદનસીબે, તમામ લોકો સુરક્ષિત હોવાની માહિતી સામે આવી છે.
ભારતીય નાવિકોની સુરક્ષા પર ઉઠ્યા સવાલ
પરંતુ ચિંતાજનક બાબત એ છે કે ઓક્ટોબરમાં ભારતીય નાવિકો(Indian sailors) સવાર હોય તેવા જહાજો પર હુમલા(Hormuz Strait tanker attack)ની આ પાંચમી ઘટના છે. અગાઉની ઘટનાઓ સહિત અત્યાર સુધીમાં 11 ભારતીય નાવિકો ઘાયલ થયા છે, જ્યારે બે ભારતીયો ગુમ હોવાની માહિતી સામે આવી છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર અને તેમાં કામ કરતા નાવિકોની સુરક્ષા પર જોવા મળી રહી છે.
હુમલાઓનેે લઈ ભારતે શું કહ્યું?
વેપારી જહાજો પર થતા હુમલાઓને લઈને ભારતે વારંવાર ચિંતા વ્યક્ત કરી છે. ભારતે આવા હુમલાઓને કાનૂની અને નૈતિક, બંને દૃષ્ટિકોણથી ખોટા ગણાવ્યા છે. વિદેશ મંત્રાલયે(Ministry of Foreign Affairs)વેપારી જહાજો, નાવિકો અને સામાન્ય નાગરિકો દ્વારા ઉપયોગમાં લેવાતા દરિયાઈ માર્ગો પર થતા હુમલા તાત્કાલિક બંધ કરવાની અપીલ કરી છે.
સરકારનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પરથી વેપારી જહાજોની સુરક્ષિત અને અવરોધરહિત અવરજવર સુનિશ્ચિત થવી જોઈએ. ભારતીય નાવિકોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સંબંધિત શિપિંગ કંપનીઓ સાથે સંપર્ક જાળવવામાં આવી રહ્યો છે.
આ પહેલા પણ અનેક ઘટનાઓ
આ ઘટના પહેલા હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ સુરક્ષા(Maritime Security)ને લઈને બીજી એક ગંભીર ઘટના પણ સામે આવી હતી. અહેવાલો અનુસાર, સિંગાપોરના ધ્વજ હેઠળ સંચાલિત GFS પ્રાઇડ નામનું જહાજ દરિયાઈ બારૂદી સુરંગ સાથે અથડાયા બાદ ડૂબી ગયું હતું. જહાજમાં આગ લાગી હોવાના પણ અહેવાલો સામે આવ્યા હતા. આ જહાજની કન્ટેનર વહન કરવાની ક્ષમતા 2,824 કન્ટેનર જેટલી હતી. જહાજનું સંચાલન સંયુક્ત આરબની એક કંપની પાસે હતું. આ ઘટનાએ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં વેપારી જહાજો સામેના જોખમને વધુ ગંભીર બનાવ્યું છે.
ઈરાન પર હુમલા બાદ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની સંખ્યા ઘટી
28 ફેબ્રુઆરી 2026થી અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલા શરૂ થયા બાદ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર પર અસર પડી છે. ઈરાન દ્વારા આ દરિયાઈ માર્ગ પરથી પસાર થતાં જહાજો પર નિયંત્રણો મૂકવામાં આવ્યા હોવાના અને જહાજો પર હુમલાઓ થયાના અહેવાલો છે. આ પરિસ્થિતિને કારણે અનેક શિપિંગ કંપનીઓ આ માર્ગનો ઉપયોગ કરવામાં સાવચેતી રાખી રહી છે.
એક અહેવાલ મુજબ, 7 ઓક્ટોબરે હોર્મુઝ સ્ટ્રેટમાંથી માત્ર સાત માલવાહક જહાજો પસાર થયાં હતાં. જોકે, આ માર્ગ પર જહાજોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ નથી. કેટલાક જહાજો હજુ પણ પસાર થઈ રહ્યાં છે, પરંતુ તેમની સંખ્યા યુદ્ધ પહેલાંની સરખામણીએ ઘણી ઓછી છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં વધી રહેલા જોખમો માત્ર વૈશ્વિક વેપાર(Global Trade)માટે જ નહીં, પરંતુ દરિયામાં કામ કરતા હજારો નાવિકોની સુરક્ષા માટે પણ ચિંતાજનક છે. ભારતીય નાવિકો સવાર હોય તેવા જહાજો પર વારંવાર થતા હુમલાઓ વચ્ચે હવે સૌથી મોટો સવાલ એ છે કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવશે.
આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટમાં ઓઈલ ટેન્કર પર હુમલો: 21 ભારતીય નાવિકો સુરક્ષિત
આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય ટેન્કર પર ડ્રોન હુમલો: 2 નાવિક ગુમ, 9 સુરક્ષિત; ભારતે વ્યક્ત કરી ગંભીર ચિંતા
આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજ પર હુમલો, 11 ભારતીય ઘાયલ; રેસ્ક્યૂ ઓપરેશન
