Gujarat News/ ગુજરાત ભાજપમાં ઓડિયો બોમ્બ: નીતિન પટેલ વિરુદ્ધ વાયરલ ક્લિપથી રાજકારણ ગરમાયું, કોર્પોરેટર સામે કાર્યવાહીની માંગ

મહેસાણા ભાજપના કોર્પોરેટરનો કથિત ઓડિયો વાયરલ થતાં ગુજરાતની રાજનીતિમાં ભારે ખળભળાટ મચ્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) સામે અપશબ્દો અને ગંભીર દાવાઓ બાદ હવે પક્ષમાં આંતરિક વિખવાદ ખુલ્લેઆમ સામે આવ્યો છે.

Top Stories Gujarat Others Breaking News
Nitin Patelને 25 ગાળો અને મોટા ખુલાસા!BJPમાં આંતરિક ઘમાસાણ

Gujarat News: ગુજરાત ભાજપમાં લાંબા સમયથી અંદરખાને ચાલતો મતભેદ હવે ફરી જાહેરમાં આવ્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) વિરુદ્ધ મહેસાણા ભાજપના કોર્પોરેટર ચંદ્રકાંત પટેલ (Corporator Chandrakant Patel)ની એક કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય માહોલ ગરમાયો છે. આ ઓડિયોમાં નીતિન પટેલ માટે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. સાથે જ ચંદ્રકાંત પટેલે નીતિન પટેલની રાજકીય કારકિર્દી પર અસર પહોંચાડવાનો દાવો પણ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

“મેં જ નીતિન પટેલનું પિક્ચર પૂરું કર્યું” – વાયરલ ઓડિયાનો દાવો

વાયરલ ક્લિપમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પાટીદાર અનામત આંદોલન (Patidar reservation movement) પાછળ નીતિન પટેલનો હાથ હતો અને તેના સંબંધિત પુરાવા દિલ્હી સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ કારણે જ નીતિન પટેલ (Nitin Patel)ને પાર્ટીમાં મોટું પદ ન મળ્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.ઓડિયોમાં વધુમાં એવું પણ કહેવાયું હોવાનું સામે આવ્યું છે કે ભાજપ ભવિષ્યમાં પણ નીતિન પટેલને કોઈ મહત્વપૂર્ણ પદ નહીં આપે.

Nitin Patelનો વળતો જવાબ

આ સમગ્ર મામલે નીતિન પટેલે (Nitin Patel) પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે તેમના હાથમાં પણ પાંચ વર્ષ જૂનો વધુ એક ઓડિયો આવ્યો છે, જેમાં આ જ કોર્પોરેટર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું કહેવાઈ રહ્યું છે.નીતિન પટેલે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે જેમને રાજકીય અને વ્યક્તિગત રીતે મદદ કરી, તે જ લોકો આજે તેમની વિરુદ્ધ કામ કરી રહ્યા છે.

પક્ષ નેતૃત્વ સુધી પહોંચ્યા પુરાવા

પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ આ મામલાને ગંભીર ગણાવીને પ્રદેશ નેતૃત્વ અને સંગઠનના ટોચના હોદ્દેદારોને બંને ઓડિયો ક્લિપ સોંપી હોવાનું જણાવ્યું છે. તેમણે પક્ષ વિરોધી વર્તન અને શિસ્તભંગના આરોપો હેઠળ ચંદ્રકાંત પટેલ (Corporator Chandrakant Patel) સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.

ભાજપ માટે નવી પડકારજનક સ્થિતિ

ગુજરાત ભાજપ (BJP) હંમેશા સંગઠનશક્તિ અને શિસ્ત માટે ઓળખાતો પક્ષ રહ્યો છે. પરંતુ મહેસાણાથી સામે આવેલા આ વિવાદે આંતરિક અસંતોષ અને જૂથબાજીની ચર્ચાઓ ફરી તેજ કરી દીધી છે.હવે સૌની નજર ભાજપ હાઈકમાન્ડ પર છે કે આ મામલે શું પગલાં લેવામાં આવે છે અને પક્ષ અંદરની અસંતોષની આગને કેવી રીતે શાંત કરે છે.


આ પણ વાંચો:મહેસાણામાં ભાજપના સંમેલનમાં નીતિન પટેલ ભડક્યા

આ પણ વાંચો:મહેસાણામાં નીતિન પટેલનું મહત્વપૂર્ણ નિવેદન

આ પણ વાંચો:મતદાન પહેલાં ઉમેદવારને પારખો, લાલચ આપનાર સામે થશે કડક કાર્યવાહી: નીતિન પટેલની ચેતવણી