Mehsana News/ મહેસાણામાં ભાજપના સંમેલનમાં નીતિન પટેલ ભડક્યા

સંમેલનમાં ભાષણ આપતા Nitin Patelએ જણાવ્યું કે માત્ર હોદ્દા અથવા દેખાવથી લોકોનો વિશ્વાસ જીતાઈ શકતો નથી

Gujarat Others
મહેસાણા શહેરના ચંપાબા ટાઉન હોલમાં યોજાયેલા સ્થાનિક સ્વરાજ પ્રતિનિધિઓના અભિવાદન સમારંભમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી Nitin Patel એ કાર્યકરો અને નેતાઓને કડક પરંતુ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો

Mehsana News : મહેસાણા શહેરના ચંપાબા ટાઉન હોલમાં યોજાયેલા સ્થાનિક સ્વરાજ પ્રતિનિધિઓના અભિવાદન સમારંભમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી Nitin Patel એ કાર્યકરો અને નેતાઓને કડક પરંતુ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલે સંગઠનની જૂની સંઘર્ષમય સફરને યાદ કરી કાર્યકરોને જમીન સાથે જોડાયેલા રહેવાની સલાહ આપી હતી.

Nitin Patelએ જણાવ્યું કે માત્ર હોદ્દા અથવા દેખાવથી લોકોનો વિશ્વાસ જીતાઈ શકતો નથી

સંમેલનમાં ભાષણ આપતા Nitin Patelએ જણાવ્યું કે માત્ર હોદ્દા અથવા દેખાવથી લોકોનો વિશ્વાસ જીતાઈ શકતો નથી. “ખિસ્સામાં હાથ નાખીને ફરતા નેતાઓએ લોકો વચ્ચે જઈ કામ કરવું જોઈએ,” એવી ટકોર કરતા તેમણે કાર્યકરોને જનસંપર્ક મજબૂત બનાવવા અપીલ કરી હતી.

નીતિન પટેલે ભાજપના પ્રારંભિક દિવસોની યાદ તાજી કરતા કહ્યું કે પક્ષ આજે જે સ્થાને પહોંચ્યો છે તે પાછળ વર્ષોનો સંઘર્ષ, કાર્યકરોની મહેનત અને લોકોનો વિશ્વાસ જવાબદાર છે. તેમણે જણાવ્યું કે પ્રજાનો વિશ્વાસ માત્ર વિકાસના કામો અને સતત લોકો વચ્ચે રહેવા દ્વારા જ જીતાઈ શકે છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને સંગઠનાત્મક કામગીરીને ધ્યાનમાં રાખીને આપેલા તેમના સંદેશને રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના:પૂર્વ મુખ્યમંત્રીના નિધન પર નિતીન પટેલનું નિવેદન આવ્યું સામે

આ પણ વાંચો : રક્ષાબંધન પર્વે રસીકરણ બંધ, નાયબમુખ્યપ્રધાન નિતીન પટેલનો નિર્ણય, રવિવાર 22 ઓગસ્ટે છે રક્ષાબંધન પર્વ, રસીકરણ માટે ફરજ બજાવતાં આરોગ્યકર્મી માટે નિર્ણય

આ પણ વાંચો : રાજ્યના 162 તબીબોની કાયમી નિયુક્તિ, આરોગ્યપ્રધાન નિતીન પટેલની જાહેરાત, GPSC દ્વારા પસંદ તબીબોને નિમણૂક, 162 તબીબો થયા છે MBBS