બનાસકાંઠામાં મીની વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. કમોસમી વરસાદ થતા ખેડૂતોને લાખોનું નુકસાન સહન કરવું પડ્યું છે. વરસાદ પહેલા આવેલા વાવાઝોડાએ ખેડૂતોનાં મોઢામાં આવેલો કોળિયો છીનવી લેતા લાખોનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. રાજ્યમાં કાળઝાળ ગરમીમાં અનેક સ્થાનો પર વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અનેક સ્થાનો પર વાવાઝોડા સાથે વરસાદ આવતા ખેતીને મોટું નુકસાન થયું છે.
રાજ્યમાં બનાસકાંઠામાં આવેલ મીની વાવાઝોડાએ ખેડૂતોને મોટું નુકસાન કર્યું છે. આ સિવાય પાલનપુરના ધાણધા,જલોત્રા ગામોમાં પણ મોટાપાયે નુકશાન થયું હોવાની માહિતી સામે આવી છે. વાવાઝોડાના કારણે બાજરી,પપૈયા જેવો તૈયાર પાક બગડ્તા ખેડૂતને અંદાજે 10 થી 12 લાખનું નુકશાન થયું છે. ખેડૂતોએ 12 માસની મહેનતથી પપૈયાનાં છોડ તૈયાર કર્યા હતા. ત્યારે પાક લેવાના સમયે જ વાવાઝોડું આવતા પાક પર પાણી ફરી વડ્યું. ખેડૂતોના માથે ફરી એકવાર કુદરતનો કહેર જોવા મળ્યો.
અત્યારે ઉનાળામાં કેરીની સીઝન ચાલી રહી છે. ત્યારે ખેડૂતોને વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન વેઠવાના દિવસો આવ્યા છે. ઉનાળામાં અત્યારે આંબા પરની કેરીઓ વાવાઝોડાના કારણે ખરી પડતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો દિવસો આવ્યો છે. હાલમાં જ્યાં કેરીની સિઝનમાંથી મોટી કમાણી કરવાની હોય ત્યારે વાવાઝોડાના કારણે સમય પહેલા કેરીઓ ખરી પડી. આના કારણે ખેડૂતો તેમની મહેનત મુજબ યોગ્ય વળતર ના મળતા નજીવા ભાવે કેરી વેચી દેવાનો સમય આવ્યો. ખેડૂતો નીચા ભાવે કેરીઓ વેપારીઓને આપે તો પણ નુકસાન થાય અને કેરીઓ મૂકી રાખે તો પણ નુકસાન થાય. આમ ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે.
આ પણ વાંચો: એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત
આ પણ વાંચો: પુણે એરપોર્ટથી ટેકઓફ થવા જઈ રહ્યું હતું એર ઈન્ડિયાનું વિમાન, રનવે પર ટ્રેક્ટર સાથે અથડાયુ
આ પણ વાંચો:પટનામાં શાળાના નાળામાં બાળકની લાશ મળી આવતા સ્થાનિકો રોષે ભરાતા મચાવ્યો હોબાળો
