અમદાવાદ: મેટ્રો સ્ટેશનના નામને લઈને વિવાદ
રાષ્ટ્ર ભાષા હિન્દી ભાષામાં જ મેટ્રોએ કરી મોટી ભૂલ
મેટ્રો સ્ટેશન પર ત્રણ ભાષામાં લખવામાં આવે છે નામ
હિન્દી, ગુજરાતી, અને અંગ્રેજીમાં લખાય છે સ્ટેશનના નામ
લોકોએ મેટ્રો સંચાલકોને કરી છે વારંવાર રજૂઆતો
અનેક રજૂઆતો છતાં નામ ન સુધારતા લોકોમાં રોષ
અમદાવાદમાં મેટ્રો સ્ટેશનના નામને લઈને વિવાદ છેડાયો છે. મહત્વનું છે કે મેટ્રો સ્ટેશન પર ત્રણ ભાષામાં નામ લખવામાં આવે છે. પરંતુ રાષ્ટ્ર ભાષા હિન્દી ભાષામાં જ નામ લખવામાં મેટ્રોએ કરી મોટી ભૂલ કરી છે. જેના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ અનેક વાર મેટ્રો સંચાલકોને વારંવાર રજૂઆતો કરી છે. છતાં મેટ્રો સ્ટેશન પર નામમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. સ્ટેશન ખોટી રીતે નામ લખવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

રબારી કોલોની સ્ટેશન પર ત્રણ ભાષામાં નામ લખવામાં આવ્યા છે જેમાં હિન્દી ભાષામાં સ્ટેશનનું નામ ખોટી રીતે લખવામાં આવ્યું છે. જેને લઈ રબારી સમાજ માં રોષ જોવા મળી રહ્યો છે. રબારી કોલોનીની જગ્યાએ ‘રાબારી લખેલું જોવા મળી રહ્યું છે. જેને લઈ સમાજના લોકો દ્વારા અનેક વાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઈ નક્કર પરિણામ નહીં આવતા રોષે ભરાય છે.

જયારે સ્ટેશન માં અન્ય જગ્યાઓ પર નામ યોગ્ય રીતે પણ લખવામાં આવ્યું છે. એક જ સ્ટેશનનું નામ બે અલગ અલગ રીતે કેવી રીતે હોય શકે ..?
