Not Set/ વડોદરા/ કુખ્યાત મુસ્તાક મીરની હત્યાના ફરાર આરોપી હિતેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરતી ATS

  વર્ષ 2017માં મોરબીના કુખ્યાત મુસ્તાક મીરની હત્યા નિજપાવવામાં આવી હતી. હત્યા બાદ હિતુભા ઝાલાની વર્ષ 2019માં ATSએ ધરપકડ કરી હતી. અને સાબરમતી જેલમાં બંધ કર્યો હતો. જોકે પેરોલ દરમિયાન પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો. વડોદરામાં ATSએ કુખ્યાત હિતુભાની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પિસ્તોલ તેમજ અન્ય વસ્તુઓ કબ્જે કરી છે. ગુજરાત ATS ડીઆઈજી હિમાંશુ […]

Gujarat Vadodara
 

વર્ષ 2017માં મોરબીના કુખ્યાત મુસ્તાક મીરની હત્યા નિજપાવવામાં આવી હતી. હત્યા બાદ હિતુભા ઝાલાની વર્ષ 2019માં ATSએ ધરપકડ કરી હતી. અને સાબરમતી જેલમાં બંધ કર્યો હતો. જોકે પેરોલ દરમિયાન પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો.

વડોદરામાં ATSએ કુખ્યાત હિતુભાની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પિસ્તોલ તેમજ અન્ય વસ્તુઓ કબ્જે કરી છે. ગુજરાત ATS ડીઆઈજી હિમાંશુ શુકલાની સૂચનાથી ATS ડીવાયએસપી ભાવેશ રોજીયા સહિતની ટીમ દ્વારા આજે વડોદરા ખાતેથી મોરબીમાં મુસ્તાક મીરની સરાજાહેર હત્યા તેમજ તેના ભાઈ આરીફ મીર પર ઘાતક હુમલો કરનાર આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા ઝાલા સહિતના અન્ય સાથીદારોની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે, મોરબી શહેરના શનાળા રોડ ઉપર કુખ્યાત હિતુભા દ્વારા ફાયરીંગ કરીને મુસ્તાક મીરની હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં પકડાયેલ હિતેન્દ્રસિંહ ઝાલા પેરોલ જમ્પ કરીને નાસી ગયો હતો. ત્યાર બાદ કાલીકા પ્લોટમાં રહેતા મુસ્તાક મીરના ભાઈ આરીફ મીર ઉપર ભાડૂતી મારા મોકલાવીને હિતુભા દ્વારા જીવલેણ હુમલો પણ કરાવવામાં આવ્યો હતો. આ બનાવ બાદ અમદાવાદ ATS દ્વારા હિતુભાની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડના બાદ હિતુભા ઝાલાને મોરબી લાવવામાં આવી રહ્યો હતો ત્યારે ધ્રાંગધ્રા ઓનેસ્ટ હોટેલ નજીકથી પોલીસ જાપતામાંથી તે ફરાર થયો હતો.

ફરાર બાદ હિતુભા ઝાલાને ભાગેડુ જાહેર કરી પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ATSની ટીમે ચોક્કસ બાતમીના આધારે રવિવારે વડોદરામાં સારાભાઇ કેમ્પસમાં આવેલી એક રેસ્ટોરન્ટ પાસે પાર્ક કરાયેલા સફેદ રંગની ફોર્ચ્યુનર કારમાંથી હત્યારા હિતુભા ઝાલાને ઝડપી પાડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.