જૂનાગઢનાં કેશોદમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. 40 લાખનું દેવું થઇ જતાં વેપારીએ જ આ નાટક કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કેશોદમાં વેપારી પાસેથી લૂંટ થઇ હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ ખમીદાણા ગામનાં વેપારી પર ચટણી પાઉડર છાંટી લૂંટ ચલાવી હોવાની વાત પર ફરિયાદ કરવામા આવી હતી.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે લૂંટારુઓ રૂપિયા 20 લાખની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદ બાદ પોલીસ દ્રારા ઘટના અને અન્ય સાહેદોને તપાસવામા આવતા વેપારીનો ભાંડો ફૂટી જવા પામ્યો હતો. અને તપાસ દરમિયાન વેપારીએ નાટક કર્યું હોવાનું સામે આવ્યું હતું.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
