Not Set/ #રથયાત્રા: જાણો શું છે ભગવાનનાં મામેરાનું મહત્વ, મોસાળે કેવી કરી છે મામેરાની તૈયારી

આગામી અષાઢી બીજના દિવસે એટલે કે 4 જુલાઈએ ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા નિકળશે, જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અને ભગવાન મોસાળમાં મહેમાનગતિ માણી રહ્યા છે અને ભક્તો તેમને લાડ લડાવી રહ્યા છે. ત્યારે ભગવાનના મોસાળ સરસપુરમાં ભગવાનનું મામેરું દર્શનાર્થ મુકવામાં આવ્યું છે. જેઠ વદ એકાદશીના દિવસે મામેરાનાં દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો […]

Ahmedabad Gujarat Navratri 2022

આગામી અષાઢી બીજના દિવસે એટલે કે 4 જુલાઈએ ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા નિકળશે, જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અને ભગવાન મોસાળમાં મહેમાનગતિ માણી રહ્યા છે અને ભક્તો તેમને લાડ લડાવી રહ્યા છે. ત્યારે ભગવાનના મોસાળ સરસપુરમાં ભગવાનનું મામેરું દર્શનાર્થ મુકવામાં આવ્યું છે. જેઠ વદ એકાદશીના દિવસે મામેરાનાં દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટ્યાં છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

ભગવાન અષાઢી બીજે રથ પર આરૂઢ થઈ જગન્નાથ મંદિરથી મોસાળ આવશે. જ્યાં તેમને મામેરું અર્પણ કરવામાં આવશે.  મામેરામાં ભગવાન જગન્નાથ અને ભાઈ બલભદ્રને વાઘા, સોનાનો ઢોળ ચડાવેલો દોઢ કિલોનો હાર, સોનાની ૩ વીંટી, દોરા ચડાવશે.
જ્યારે બહેન સુભદ્રાને ચુની, બુટ્ટી, નથણી, પાયલ, સોના ચાંદીના અન્ય દાગીના, સાડી, પાર્વતી શણગારની વસ્તુઓ આપવામાં આવશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

મામેરું રથયાત્રામાં વિશેષ મહત્વ ધરાવે છે. ભગવાનનુ મામેરું કરવા માટે ભક્તો વર્ષો સુધી રાહ જૂએ છે. હાલ મામેરું કરવા માટે અંદાજે 18 વર્ષનું વેઈટિંગ ચાલી રહ્યું છે. ત્યારે 20 વર્ષ બાદ શાહીબાગમાં રહેતા કાન્જીભાઈ પટેલ ને આ વર્ષે મામેરું કરવાનો લ્હાવો મળ્યો છે. જેને લઈને કાનજી ભાઈ ધન્યતા અનુભૂતિ કરી રહ્યા છે. સાથેજ આ વષૅ ભગવાનના વાઘા સરસપૂરમાં રહેતા એક પરિવારને બનાવવા નો મોકો મળ્યો જેને લઈને તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

મામેરું અર્પણ કરવા ઉત્સુક ભક્તો વર્ષો પહેલા બૂકિંગ કરાવે છે. અને વર્ષો સુધી રાહ જોયા બાદ તેમને મામેરું અર્પણ કરવાની દુર્લભ તક મળે છે. ત્યારે મામેરું અર્પણ કરનારા ભક્તો ધન્યતા અનુભવે છે. જ્યારે કે લાખેણાના મામેરાના દર્શન કરી ભક્તો પણ ધન્ય થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.