Sabarkantha News: સાબરકાંઠાના ઇલોલ રોડ પર અકસ્માત સર્જાતા એકનું મોત થયું છે. અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હોવાનું મનાય છે. વાહનની ટક્કરના લીધે બાઇક ચાલક નીચે પટકાયો હતો અને તેના લીધે તેનું મોત થયું હતું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતક પ્રેમપુર ગામનો હોવાનું પ્રાથમિક અનુમાન છે.
અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તેઓએ બાઇક ચાલકને બચાવવાપ્રયત્ન કર્યો હતો અને તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. તેની સાથે અકસ્માતના સ્થળે જ સારવાર આપવામાં આવી હતી. ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તેની સાથે મૃત્યુ પામેલા ચાલકને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃત્યુ પામેલાની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ સીસીટીવીની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
સાબરકાંઠા રોડ પર બેફામ ચાલતા વાહનો જાણે હરતાફરતા યમદૂત બની ગયા છે. તેના લીધે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે અને ઇજાગ્રસ્તોની સંખ્યામાં પણ વધારો થયો છે. આગામી સમયમાં આના લીધે દરરોજે કોઈને કોઈ વ્યક્તિના હાથપગ તૂટેલા જોવા મળે તો આશ્ચર્ય નહીં થાય. હોસ્પિટલો અને તેમા પણ ખાસ કરીને ઓર્થોપેડિક હોસ્પિટલો ઉભરાઈ રહી છે. તેથી તંત્ર માટે જરૂરી બન્યું છે કે તે બેફામ દોડતા વાહનો પર લગામ લગાવે. આ માટે જો કોઈ પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં મોટી દુર્ઘટના સર્જાતા વાર નહીં લાગે.
આ પણ વાંચો: સાયલા ચોટીલા હાઇવે પર કાર-રીક્ષા વચ્ચે અકસ્માતમાં બેનાં મોત
આ પણ વાંચો: ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માતમાં 2નાં ઘટનાસ્થળે મોત
આ પણ વાંચો: માબાપને કહ્યા વિના કાર લઈને નીકળેલા સગીરે કર્યો અકસ્માત, એકનું મોત
