Gandhinagar/ ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માતમાં 2નાં ઘટનાસ્થળે મોત

માહિતી મુજબ ગાંધીનગરમાં આજે રવિવારના શાંતિના દિવસે ધોળા દહાડે મર્સિડીઝ કારે પીકઅપ ડાલા, બાઈક અને મારુતિ કારને પણ ટક્કર મારતા

Top Stories Gandhinagar Gujarat Breaking News
Image 2024 09 08T131126.052 ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માતમાં 2નાં ઘટનાસ્થળે મોત

Gandhinagar News: ગાંધીનગરમાં (Gandhinagar) અકસ્માતમાં (Accident) બે લોકોના મોત થયાનું સામે આવ્યું છે.  ઉનાવા મહુડી રોડ ઉપર ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે મૃત્યુ થયા છે. કારે અન્ય ત્રણ વાહનોને અડફેટે લીધા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે, તેમજ ગુનો નોંધ્યો છે.

Image 2024 09 08T131235.793 ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માતમાં 2નાં ઘટનાસ્થળે મોત

માહિતી મુજબ ગાંધીનગરમાં આજે રવિવારના શાંતિના દિવસે ધોળા દહાડે મર્સિડીઝ કારે પીકઅપ ડાલા, બાઈક અને મારુતિ કારને પણ ટક્કર મારતા ઘટનાસ્થળે બે વ્યક્તિના મૃત્યુ થયા છે. ફુલ સ્પીડમાં આવતી કારે ત્રણ વાહનોને અડફેટે લેતા ચકચાર મચી ગઈ છે. એટલું જ નહીં, રોડ ઉપરના પાનના ગલ્લાને પણ કારચાલકે અડફેટે લીધો હતો.

Image 2024 09 08T131329.807 ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માતમાં 2નાં ઘટનાસ્થળે મોત

બસ સ્ટેન્ડ પર ઉભેલી મહિલાને પણ ટક્કર મારતા  અકસ્માતમાં મહિલા સહિત બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. ઘટનાનાં પરિણામે લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. એમ્બ્યુલન્સ અને પોલીસને ઘટનાની જાણ કરી દેવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર અકસ્માતમાં ત્રણ વાહનો સાથે પાનનો ગલ્લો અને મહિલાને ટક્કર મારવાના બનાવ સામે આવ્યા છે.  બસ સ્ટેન્ડ ઉપર વાહનની રાહ જોઈ રહેલી મહિલાને પણ ચાલકે ટક્કર મારતા લોકોમાં હાલ ભયનો માહોલ છવાયો છે.

Image 2024 09 08T131435.968 ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માતમાં 2નાં ઘટનાસ્થળે મોત


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાયબરેલીમાં સાયકલ પર જતી છોકરીને નડ્યો ગંભીર અકસ્માત, ટ્રકે મારી ટક્કર

આ પણ વાંચો:માબાપને કહ્યા વિના કાર લઈને નીકળેલા સગીરે કર્યો અકસ્માત, એકનું મોત

આ પણ વાંચો:બાવળા નજીક દ્વારકા પોલીસની ખાનગી કારનો સર્જાયો અકસ્માત