Gujarat News/ બાવળા નજીક દ્વારકા પોલીસની ખાનગી કારનો સર્જાયો અકસ્માત

માહિતી મુજબ અમદાવાદ કોર્ટના કામે દ્વારકાથી નીકળ્યા હતા, દરમિયાન મોડી રાત્રે 2 વાગે ખાનગી કાર સર્કલ સાથે ટકરાઈ હતી.  જેમાં હરપાલસિંહ

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) બાવળા (Bavla) નજીક દ્વારકા પોલીસની ખાનગી કારનો અકસ્માત (Accident) થયો હોવાનું જાણવા મળેલ છે.  અકસ્માતમાં એક વ્યકિતનું મોત થયાના અહેવાલ મળ્યા છે અને અન્ય ત્રણ વ્યકિતઓને ઈજા થવા પામી છે. હાલ, પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

માહિતી મુજબ અમદાવાદ કોર્ટના કામે દ્વારકાથી નીકળ્યા હતા, દરમિયાન મોડી રાત્રે 2 વાગે ખાનગી કાર સર્કલ સાથે ટકરાઈ હતી. જેમાં હરપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (ડ્રાઇવર), દિલીપસંગ હરિસંગ સિંહ જાડેજા અને અરસી ભાઈ ગોગનભાઈને સામાન્ય ઈજા પહોંચી છે.  દ્વારકા ડિવિઝન ઓફિસથી અમદાવાદ હાઈકોર્ટ મુદ્દતે જતા અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે.

 

બનાસકાંઠામાં શાકભાજી ભરેલ ગાડી પલટી ખાઈ ગઈ હતી. ઈકબાલગઢ હાઇવે પર શાકભાજી ગાડી પલટી ખાતા રાજસ્થાનથી આવતી પીકઅપ વાનનો અકસ્માત થયો હતો. હાઇવે પર ટાયર ફાટતા અકસ્માત નડ્યો હતો. રોડ પર શાકભાજી વેરવિખેર થઈ ગયા હતા. શાકભાજી વેચનારને હજારો રૂપિયાનું નુકસાન થયું હતું.  જોકે, અકસ્માતમાં પીકઅપ ચાલકનો આબાદ બચાવ થયો છે.

તાજેતરમાં ઉના-ગઢડા રોડ પર બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. ટ્રકચાલકે અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. આગ લાગતા સ્થાનિકોએ મહામહેનતે યુવકને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ ત્યાં સુધી 19 વર્ષીય યુવકનું મોત થઈ ગયું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બાઈકચાલકનું કમકમાટીભર્યુ મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉના-ગઢડા રોડ પર અકસ્માત સર્જાતા યુવકનું કમકમાટીભર્યુ મોત

આ પણ વાંચો:મહારાષ્ટ્રના મુંબઈમાં બસ અકસ્માતમાં નવ લોકો ઘાયલ

આ પણ વાંચો:બંધ કારમાં સૂઈ જવાનું અકસ્માત જેવી ગંભીર ઘટનાને આપી શકે છે આમંત્રણ