Accident News: ભાવનગરના સિંધી સમાજ માટે અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મનાલી ફરવા ગયેલા ફતનાની અને ભોપાણી પરિવારની કાર હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં ઊંડી ખાઈમાં ખાબકતા 5 ગુજરાતીઓ સહિત કુલ 6 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 4 લોકોને ગંભીર ઇજાઓ સાથે બચાવી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આજે 11 મેના રોજ વહેલી સવારે અંદાજે 3:30 થી 4 વાગ્યાના દરમિયાન પરિવાર મનાલીથી ડેલહાઉસી તરફ પ્રવાસે નીકળ્યો હતો. આ દરમિયાન હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના છાબા જિલ્લામાં આવેલા નેશનલ હાઈવે નંબર-28 પર તેમની કાર અચાનક નિયંત્રણ ગુમાવી ઊંડી ખાઈમાં ખાબકી ગઈ હતી. કારમાં ડ્રાઈવર સહિત કુલ 10 લોકો સવાર હતા.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રાહત-બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે મહેનત બાદ 4 લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ખતરાથી બહાર હોવાનું જાણવા મળ્યું છે.
Accidentમાં મૃત્યુ પામેલા લોકોના નામ
લલિતભાઈ ફતનાની
સોનિયાબેન લલિતભાઈ ફતનાની
પ્રિયંકભાઈ ભોપાણી
કાજલબેન ભોપાણી
દિવ્યાંશુ ભોપાણી
જશવંત કુમાર (ડ્રાઈવર, મંડી – હિમાચલ પ્રદેશ)
ઈજાગ્રસ્તોની માહિતી
મયંકભાઈ લલિતભાઈ ફતનાની
ફોરમબેન મયંકભાઈ ફતનાની
જિયાંશ મયંકભાઈ ફતનાની
પ્રિયાંશી પ્રિયંકભાઈ ભોપાણી
ભાવનગરમાં શોકની લાગણી
આ દુર્ઘટનાના સમાચાર ભાવનગર (Bhavnagar) પહોંચતા જ પરિવારજનો, મિત્રો અને સમગ્ર સિંધી સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સિન્ધુ સેના પ્રદેશ અધ્યક્ષ કમલેશ ચંદાણીએ જણાવ્યું હતું કે, અકસ્માત બાદ તરત જ હિમાચલ પ્રદેશ પ્રશાસન અને ડિઝાસ્ટર ટીમ સાથે સંપર્ક સાધી સારવાર અને જરૂરી મદદની વ્યવસ્થા કરવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ મૃતદેહોને વતન લાવવા માટે સમાજના આગેવાનો અને પરિવારજનો હિમાચલ પ્રદેશ જવા રવાના થયા છે. આવતીકાલ સાંજ સુધીમાં મૃતદેહો ભાવનગર પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક Accident: દોડતી કારમાં લાગી આગ, એક વ્યક્તિ જીવતું ભડથું
આ પણ વાંચો:ગંગા એક્સપ્રેસવે પર ડબલ ડેકર બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 30 થી વધુ મુસાફરો ઘાયલ
