Gir Somnath News/ ઉના-ગઢડા રોડ પર અકસ્માત સર્જાતા યુવકનું કમકમાટીભર્યુ મોત

ત્યારે ગીર સોમનાથ જીલ્લાના ઉના ગઢડા રોડ પર અડધી રાત્રિની આસપાસ બાઈક અને ટ્રેક્ટર સામસામે બેફામ વાહનો દોડાવતા

Gujarat

Gir Somnath News: ગીર સોમનાથના (Gir Somnath) ઉના-ગઢડા રોડ પર બાઈક (Bike) અને ટ્રેક્ટર (Tractor) વચ્ચે અકસ્માત (Accident) સર્જાતા બાઈક ચાલકનું મોત નિપજ્યું છે. ટ્રકચાલકે અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. આગ લાગતા સ્થાનિકોએ મહામહેનતે યુવકને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ ત્યાં સુધી 19 વર્ષીય યુવકનું મોત થઈ ગયું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બાઈકચાલકનું કમકમાટીભર્યુ મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે.

હાઈવે પર, કાચા રસ્તાઓ પર મધરાત્રે બેફામ વાહનો દોડાવતા અકસ્માત અને બાદમાં મૃત્યુ થવાનું જોખમ સતત વધતું જઈ રહ્યું છે. રાજ્યમાં અકસ્માતના કેસો સતત વધતા જઈ રહ્યા છે. ત્યારે ગીર સોમનાથ જીલ્લાના ઉના ગઢડા રોડ પર અડધી રાત્રિની આસપાસ બાઈક અને ટ્રેક્ટર સામસામે બેફામ વાહનો દોડાવતા પોતપોતાના ગંતવ્ય સ્થાને જઈ રહ્યા હતા, દરમિયાન વાહનો એકબીજા સાથે અથડાતા બાઈકચાલકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત થતા ટ્રેક્ટરચાલક ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોએ યુવકને ટ્રેકટર નીચેથી બહાર કાઢ્યો હતો. અકસ્માત સર્જનાર ટ્રેકટરમાં પણ આગ લાગી હતી.

ઉનાના વરસિંગ ગામે રહેતો યુવક ઘરે જઈ રહ્યો હતો દરમિયાન અકસ્માતનો ભોગ બન્યો હતો. ફાયર વિભાગને (Fire Department) આગની જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી જઈ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતમાં મોત નિપજનાર કૃણાલ પ્રતાપભાઈ સોલંકી નામના યુવકનું મોત થયું હતું. પોલીસે હાલ ફરાર ટ્રક ચાલકની શોધખોળ કરી રહી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. મૃતકના પરિવારે જુવાનજોધ પુત્ર ગુમાવતા સમગ્ર ગ્રામ વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:માર્ગ અકસ્માતમાં ટુ-વ્હીલર અને રાહદારીઓના 66 ટકાથી પણ વધુ મોત, WHOનો દાવો

આ પણ વાંચો:મહારાષ્ટ્રના મુંબઈમાં બસ અકસ્માતમાં નવ લોકો ઘાયલ

આ પણ વાંચો:સ્કોર્પિયો ઘુસી દુકાનમાં, થયો અકસ્માત, પછી શું થયું જુઓ આ વીડિયો, તમે પણ થઈ જશો દંગ