Not Set/ મથુરા પોલીસ સ્ટેશનમાં દંપતીએ પોતાને લગાવી આગ, પતિનું મોત, પત્નીની હાલત ગંભીર

ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લાના પોલીસ સ્ટેશનમાં દંપતીએ આગ ચાંપી દીધી હોવાના કિસ્સામાં પતિ યોગેન્દ્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની ચંદ્રાવતીની હાલત નાજુક છે. બંનેને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પીડિત યોગેન્દ્રનું આજે સવારે 6 વાગ્યે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આપને જણાવી દઈએ કે 28 મી ઓગસ્ટે દંપતીએ મથુરાના સુરીર પોલીસ સ્ટેશનમાં […]

Top Stories India

ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લાના પોલીસ સ્ટેશનમાં દંપતીએ આગ ચાંપી દીધી હોવાના કિસ્સામાં પતિ યોગેન્દ્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની ચંદ્રાવતીની હાલત નાજુક છે. બંનેને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પીડિત યોગેન્દ્રનું આજે સવારે 6 વાગ્યે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આપને જણાવી દઈએ કે 28 મી ઓગસ્ટે દંપતીએ મથુરાના સુરીર પોલીસ સ્ટેશનમાં પોતાને આગ ચાંપી હતી. બદમાશો સામે એફઆઈઆર નોંધાયા ન હોવાને કારણે દંપતીએ આ પગલું ભર્યું હતું.

બીજું બાજુ આ મામલે દંપતીના પુત્રએ બબલુ, સિમોન, સત્યપાલ, મોહન શ્યામ અને થાનસિંહ નામના 5 લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. પાંચેય આરોપીઓએ માતા-પિતાને આગ લગાડવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. જો કે પોલીસે પહેલા જ સત્પાલ અને મોહન શ્યામની ધરપકડ કરી જેલમાં નાંખી દીધા છે.

ઉલ્લેખનીય છે કે પરેશાન દંપતીએ સુરીર પોલીસ મથકે જઈને પાડોશીની બદમાશી સામે પેટ્રોલ છાંટીને આગ ચાંપી હતી. આરોપ છે કે દંપતીનો તેમના પડોશીઓ સાથે વિવાદ ચાલી રહ્યો હતો.

દંપતી મારપીટની ફરિયાદ લઈને ઘણી વાર પોલીસ મથકે ગયું હતું. પરંતુ બદમાશો સામે તેની સુનાવણી કરવામાં આવી ન હતી. પોલીસકર્મીઓ કોઈ કાર્યવાહી કરી રહ્યા ન હતી. આથી કંટાળેલા પતિ-પત્નીએ પોલીસ મથકમાં પોતાને આગમાં જોકી દીધા હતા.

આગને કારણે દંપતી 60 ટકાથી બળી ગયું હતું. જે બાદ તેને સારવાર માટે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. કેસની નોંધ લેતાં ડીજીપી ઓ.પી.સિંઘે કેસની તપાસ એસપી સિટી મથુરાને સોંપી હતી. તેમજ સ્ટેશન પ્રભારી અનૂપ સરોજ અને બે સબ ઈન્સ્પેક્ટર દિપક નાગર અને સુનિલ સિંઘને સસ્પેન્ડ કરી દેવાયા છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.