કોંગ્રેસ અત્યારે તેના સૌથી નબળા સમયમાંથી પસાર થઈ રહી છે. 1 સાંધતા 13 તૂટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહયું છે. ગત વિધાનસભા ચુંટણીમાં સારું પરફોમન્સ કર્યા બાદ પણ કોંગ્રેસની પનોતી જવાનું નામ નથી લેતી, એક પછી એક એમ ચૂંટાયેલા MLA ભાજપનો ભગવો ધારણ કર્યો અને કોંગ્રેસ ઉચ્ચ મવોડી મંડળ ચૂપચાપ તમાસો જોતાં બેસી રહ્યું. ત્યાર બાદ લોકસભા ચુંટણીમાં પણ કોંગ્રેસને ઉંધા માથે પછડાટ ખાધી હતી, ત્યારે હવે વિધાન સભા પેટા ચૂંટણીનાં બ્યૂગલ વાગી રહ્યા છે. ત્યારે ફરી એક વાર કોંગ્રેસમાં ધારી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત 50 વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા ના એહવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.
મળતી વિગત મુજબ, વિધાન સભાની પેટા ચૂંટણી પહેલા ફરી એક વાર ભાજપે કોંગ્રેસે પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પાડ્યું છે. ધારી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને બજરંગ ગ્રૂપના પ્રમુખ પરેશભાઇ પટ્ટણી તેમના 50થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતાં અને કેસરીયો ખેસ પહેર્યો હતો. પરસોત્તમ રૂપાલા અને સંઘાણીએ તેમને ભાજપમાં આવકાર્યા હતાં. આ મીટીંગ રૂપાલા ઉપરાંત પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, નાફસ્કોબના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, સાંસદ નારણભાઇ કાછડીયા, રમણીકભાઇ સોજીત્રા, બાવકુભાઇ ઉંધાડ, જીલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા, અશ્વિનભાઇ સાવલીયા, કૌશીકભાઇ વેકરીયા, મનસુખભાઇ ભુવા, અતુલભાઇ કાનાણી, જીતુભાઇ જોષી વિગેરેની ઉપસ્થિતીમાં મળી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, છેલ્લા કેટલાક સમયગાળાથી વિવિધ રાજકીય પક્ષો દ્વારા તોડજોડની રાજનીતિ ચાલી રહી છે. ખાસ કરીને ગુજરાતમાં સત્તાધારી ભાજપ પક્ષનું પ્રભુત્વ છે અને કોંગ્રેસમાંથી વિવિધ નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડવાનું ચાલી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
