Girsomnath News/ ગીરગઢડાના આશાસ્પદ યુવાન નીલ ખૂંટના મોતની અંતિમ નિશાની એરપોર્ટ પર કુટુંબ સાથે સેલ્ફી

અમદાવાદ પ્લેન ક્રેશમાં ગીર સોમનાથ જીલ્લાના ગીર ગઢડા તાલુકાના જરગલી ગામના નાના ખેડુત અરવિંદ ભાઈ ઉકાભાઈ ખૂંટના પુત્ર નીલનું મોત થયું હતું. તે લંડન ડિગ્રી લેવા જઈ રહ્યો હતો,

Top Stories Gujarat Others Breaking News

Girsomnath News: અમદાવાદ પ્લેન દુર્ધટના ને એક વર્ષ પુર્ણ થયું પણ આ દુર્ઘટનામા‌ જે લોકો એ પોતાના સ્વજનો ગુમાવ્યા છે આ કરુણાંતિકાને યાદ કરે છે ત્યારે તો તેમનું હૈયું ભરાઈ જાય છે. આંખો આંસુથી ભરાઈ જાય છે. હોઠ પર શબ્દો આવતા નથી.  આ દુર્ઘટના 12 જૂન 20225ના રોજ ઘટી હતી ત્યારે ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે ઉના અને દીવના પણ પેસેન્જરોનું પ્લેન ક્રેશ થતા મોત થયાના સમાચાર સામે આવ્યા હતા ત્યાંરે આખું વિશ્વ પણ હચમચી હચમચી ગયુ હતુ.

અમદાવાદ પ્લેન ક્રેશમાં ગીર સોમનાથ જીલ્લાના ગીર ગઢડા તાલુકાના જરગલી ગામના નાના ખેડુત અરવિંદ ભાઈ ઉકાભાઈ ખૂંટના પુત્ર નીલનું મોત થયું હતું. તે લંડન ડિગ્રી લેવા જઈ રહ્યો હતો, એક સમયે તો  બન્ને ભાઈ સાથે જવા ના હતા, પરંતુ કહેવાય છેને પાંચમ માંડી હોય તો છઠ ના થાય. એટલે યમરાજની સવારી નીકળી અને પ્લેનમાં સવાર તમામ લોકો પૈકી એક ને છોડી તમામ ને યમલોક લઈ ગઈ. ડીગ્રી મેળવવા માતા પિતા હરખે હરખે નીલ યુકેની ફ્લાઇટમાં મૂકવા ગયા હતા, પરંતુ માં બાપ અને બહેનોને ક્યા ખબર‌.હતી કે આ છેલ્લી મુલાકાત છે.

માતાપિતા સ્વજનોના ઘરે ભોજન કરતા હતા ત્યાં તો ખબર આવી કે અમદાવાદ યુકે જતું પ્લેન ક્રેશ થયું.ત્યાં જ માતાપિતાના હોશ ઉડી ગયા પોતાના પુત્રની ભાળ મેળવવા ગયા ત્યાં જે દ્રશ્યો જોઈ અચંબિત થઈ ગયા માતાએ તો માનસિક સંતુલન જ ગુમાવી દીધુ હતુ, જ્યારે નીલના મોતની મનિષાબેનને પાંચ દિવસે જાણ કરાઈ હતી કે તમારો પુત્ર નીલ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો છે. આ આઘાત જીરવવો વસમો હતો છતાં પણ મૃત્યુ પામેલા નીલના પિતા અને એમના સાળા એ આ કરૂણાંતિકાનો ભારે હિંમતથી અને મક્કમતાથી સામનો કર્યો હતો. મૃતક નીલ અને નીલકંઠ બંન્ને સાથે છે ડીગ્રી લેવા જવાના હતાં, પણ નીલના ભણતરના ડોક્યુમેન્ટ પહેલા આવી જતા નીલકઠનું જવાનું ના થયું. આ ઘટના બની એ પહેલા‌. 17 મેના રોજ ખૂંટ પરિવારે નીલના બર્થડેની ઉજવણી કરી હતી, પરતુ પરિવારને ક્યા ખબર‌ હતી કે આવતી 17 જૂન 2025ના રોજ રોજ નીલના અંતિમ સંસ્કાર કરવાના આવશે.

હાલ આ પરિવારને વળતર તરીકે ખાતામાં‌ રૂ. 1.25. સવા કરોડ આવ્યા, પરંતુ એ રુપિયા કામના શું. હાલ પરિવાર સતત દાન ધરમ કરી નીલની આત્મા શાન્તિ આપે છે.ત્યારે……આ ઘટના ના બન્યાં બાદ નીલકંઠ પણ હવે પ્લેનમા‌ યાત્રા કરવા નથી માંગતો, .હા ત્રણ બહેનો માંથી એક બહેન લંડન છે, પરંતુ. આખું કુટુંબ પ્લેનમાં પ્રવાસ કરવાથી ડરે છે. પ્લેન યાત્રાનું નામ સાંભળીને ભડકે છે. આ કરુણાંતિકા ને યાદ કરી આજે પણ તેની માતા તથા પિતા ચોંધાર આંસુએ રડે છે.

મનિષાબેન ને પહેલાં ત્રણ પુત્રીઓનો જ્ન્મ થયો. તેના પછી ઇશ્વરની કૃપાથી બે ટ્વીન્સનો નો જન્મ થયો જેનું નામ નીલ.અને નીલકંઠ હતું જેમાં નીલ મોટો અને નીલકંઠ નાનો .જે બન્ને બાળકો ને અભ્યાસ માં ખુબ રસ હતો જેમા એક એક દીવસ નીલ અભ્યાસ અર્થે ડીગ્રી મેળવા માટે લંડન જવાના વિઝા આવ્યા અને નીલકંઠ ના પણ જવાનુ હતુ, પરંતુ તેના જરુરી ડોક્યુમેન્ટ ના આવતા નીલકંઠ નું લંડન જવા નું રહી ગયું અને નીલની ફ્લાઇટની તારીખ 12 જૂન આવી. તેના પછી માબાપ અને પરિવાર જનો એ 17 મે 2025ના રોજ નીલનો જન્મદિવસ ઉજવ્યો, પરંતુ પરિવારજનો તથા માતા પિતાને થોડી ખબર હતી કે આવતી 17 જૂન 2025 એ પુત્ર નીલને અગ્નિદાહ દેવો પડશે.

આ કરુણાંતિકા ને યાદ કરી આજે પણ તેની માતા તથા પિતા ચો ધારે રડી પડે છે. વિમાન દુર્ઘટનાગ્રસ્તમાં મુત્યુ પામેલા દિવંગતોને ટાટા તરફથી 1.25 એટલે કે સવા કરોડ અપાયા છે, પરંતુ જેના સ્વજનો અને જે માતા પિતા એ પોતાના પુત્રો ગુમાવ્યા છે તેની સામે રૂપિયો શું કામના .આજે પણ વિમાન દુર્ઘટનાગ્રસ્તમાં મુત્યુ પામેલા નીલના આત્મા ને શાંતિ આપવા માતા પિતા બ્રાહ્મણો તથા સાધુ સંતોને અને નાના ભુલકાઓને ભોજન તથા વસ્ત્ર તથા બુટ ચપ્પલનું દાન કરે છે. ગીરગઢડા તાલુકાના એક ખેડૂતે પુત્ર ભણી ગણીને ગઢ સાચવે એવી આશા રાખી હતી પરંતુ કુદરતની સામે કોઈનું નથી ચાલતું.

– કાર્તિક વાજા


આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશના 1 વર્ષ પૂર્ણ, 260 લોકોના મોતના અસલી કારણનો રિપોર્ટ કેમ હજુ સુધી જાહેર ન થયો?

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મોટા સમાચાર, એક મહિનામાં આવશે તપાસનો અંતિમ રિપોર્ટ

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં મોટો ખુલાસો! અમેરિકન એજન્સીનો દાવો, વિમાન પહેલાથી જ ખામીયુક્ત હતું