Gandhinagar News/ ડિજીટલ યુગમાં મંત્રી હર્ષ સંઘવીએ 2500થી વધુ પ્રશ્નોનું ઈ-મેઈલથી નિરાકરણ કર્યુ

આ કાર્યવાહીથી ઈ-ગવર્નન્સને વધુ બળ મળ્યું છે અને સામાન્ય નાગરિકોને પ્રાથમિકતા આપી, સરળ અને ઝડપી વહીવટની દિશામાં આગળ વધી રહ્યા છે.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News: ડિજીટલ યુગ (Digital Era)માં રાજ્યના સામાન્ય નાગરિકો (Citizens) તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ (Elected representatives)ને ગાંધીનગર સુધી ધક્કો ન ખાવો પડે તેની ચિંતા કરીને સમસ્યાના સમાધાન માટે તાત્કાલિક અને પારદર્શક (Transparency) વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્યના ગૃહ, વાહન-વ્યવહાર અને રમત-ગમત વિભાગના રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) ડિજીટલ માધ્યમથી પ્રશ્નોના નિરાકરણ લાવી રહ્યા છે.

એક વર્ષમાં ઈ-મેઇલ (E-mail) પર કુલ-2533 પ્રશ્નો તેમજ રજૂઆતો સામાન્ય નાગરિકો તરફથી મંત્રીને મળી છે જેમાં ખૂબ ટૂંકા સમયમાં મોટા પ્રમાણમાં રજૂઆતોનો સુખદ નિકાલ આવ્યો છે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી કાર્યાલય ખાતે પ્રત્યક્ષ રીતે પ્રત્યેક અરજદાર, ધારાસભ્યો, સાંસદો તથા પદાધિકારીઓને સાંભળતા હોય છે. પરંતુ રાજ્યના કોઈ પણ નાગરિક કે જનપ્રતિનિધિ ગૃહ, વાહન-વ્યવહાર અને રમત-ગમત વિભાગ સંબંધિત પ્રશ્નો અને રજૂઆતો માટે ગાંધીનગર ઓફિસ સુધી જવું ન પડે અને ઈ-મેઈલ દ્વારા પોતાની સમસ્યાનું નિરાકરણ મેળવી શકે તે માટે ઈ મેઈલ (E-mail) પર આવેલી ફરિયાદો અને રજૂઆતોના ત્વરિત નિરાકરણ ઉપર પણ ખાસ ભાર મૂક્યો છે.

રાજ્યના નાગરિકો [email protected] ઈ-મેઈલ (E-mail) આઈડી પર ગૃહ, વાહન-વ્યવહાર અને રમત-ગમત વિભાગ સંબંધિત પોતાના પ્રશ્નો, નિમંત્રણ તેમજ રજૂઆતો મોકલી રહ્યા છે. આ મળતા ઈ-મેઈલની મંત્રીના કાર્યાલય સ્તરેથી પ્રામાણિકતાપૂર્વક યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

સૌથી મહત્વની વાત એ છે કે, મંત્રી હર્ષ સંઘવી પોતે દરરોજ મળતા ઈ-મેઈલ (E-mail)ની સમીક્ષા કરે છે અને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીને તાત્કાલિક સૂચનાઓ પાઠવે છે. સાથે સાથે, દર મહિનાના પ્રથમ અઠવાડિયામાં સમીક્ષા બેઠક યોજીને, રજૂઆત થયેલા મુદ્દાઓના ઉકેલ અને પ્રગતિ અંગે પણ બારીક સમીક્ષા કરવામાં આવે છે. આ કાર્યવાહીથી ઈ-ગવર્નન્સને વધુ બળ મળ્યું છે અને સામાન્ય નાગરિકોને પ્રાથમિકતા આપી, સરળ અને ઝડપી વહીવટની દિશામાં આગળ વધી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસ ઘૂસણખોરોની એજન્ટઃ હર્ષ સંઘવીના આકરા પ્રહારો

આ પણ વાંચો:લગ્ન માટે લિંગ પરિવર્તન કરાવ્યું, યુવકે સપનાં બતાવી તરછોડી દીધી; હર્ષ સંઘવી પાસે ન્યાયની આશા

આ પણ વાંચો:હર્ષ સંઘવીએ પાકિસ્તાનીઓને ગુજરાત છોડવાની ડેડલાઇન આપી,જાણો ક્યારે છોડવું પડશે