લોકસભા2019ની ચૂંટણીનાં છેલ્લા તબક્કામાં ઉત્તર પ્રદેશનાંં મિરઝાપુરમાં રેલી કરી પ્રચાર કરી રહેલા કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ PM મોદીની પર માર્મીક પ્રહારોનો મારો ચલાવ્યા હતો. પ્રિયંકા ગાંધીની સભાને સંબોધીત કરવાની શૈલી અનોખી છે અને તે બીજા નેતાની જેમ ખાલી ભાષણો જ નથી કરતા પણ શ્રોતાનાં લેવલ પર જઇ અને વાત ચીતની શૈલીમાં ભાષણ કરે છે. પોતાનાં આ અનોખા અંદાજને પ્રજાએ ખુબ વહાલથી સ્વીકાર્યો હોય તેવું દરેક રેલી અને ભાષણમાં ઉડીને આંખે વળગે છે.

મિરઝાપુરની રેલીમાં પણ કઇક આવુું જ જોવા મળ્યું જ્યારે પ્રિયંકા દ્રારા PM મોદી પર માર્મીક પ્રહારો કરવામાં આવ્યા હતા. પ્રિયંકાએ મતદારોને ટપારતા કહ્યું કે તમે એક વિશ્વનાં મોટા અભિનેતાને PM બનાવી દીધા છે, આના કરતા તો તમે અમિતાભ બચ્ચનને જ PM બનાવ્યા હોત તો સારૂ હતું. તો હાસ્ય સાથે ફરી પ્રહાર કરાતા જણાવ્યું કે જો મોદીને ફરી PM બનાવશો તો ફરી પાંચ વર્ષ માટે ફિલ્મ જ જોવાનો વારો આવશે કારણ કે કારણ કે કામ તો કોઇ કરતા જ નથી. ફક્ત પ્રચાર કર્યા કરે છે, આમ પોતાની વાતમાં તેમણે એક તીરે બે પછી વિંધ્યા હતા.

મિરઝાપુરનાં કોંગ્રેસનાં ઉમેદવાર લાલતેશપતી ત્રિપાઠી માટે ની પ્રચાર રેલીમાં પ્રિયંકા દ્રારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ લોકોનું અભિવાદન બાદ સંબોઘન કરવામાં આવ્યું હતું. મિરઝાપુર બેઠક પર આ ચૂંટણીમાં જાતીવાદી સમિકરણો મહત્વનાં સાબિત થવાનાં હોવાનું જ્યારે માનવામાં આવી રહ્યું છે ત્યારે ભાજપનાં સાંસદ અને હાલમાં જ ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા દિગ્ગજ દલિત નેતા સાવિત્રીબાઇ ફૂલે પણ પ્રિયંકા ગાંધી સાથે રેલીમાં જોડાઇ પ્રચાર કરી રહ્યા છે.
