Ahmedabad News/ અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પાસે ANTFની મોટી કાર્યવાહી, 9.50 લાખનું MD ડ્રગ્સ જપ્ત

અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પાસે ANTFએ કાર્યવાહી કરી રૂ. 9.50 લાખના MD ડ્રગ્સ સાથે પ્રકાશ બિશ્નોઈની ધરપકડ કરી છે

Top Stories Gujarat
Ahmedabad

Ahmedabad News: અમદાવાદ ઝોનની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)એ સાબરમતી રેલવે સ્ટેશન ખાતે સફળ કાર્યવાહી હાથ ધરી મોટી માત્રામાં MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ, સાબરમતી રેલવે સ્ટેશનના ગેટ નજીકથી આરોપી પ્રકાશ બિશ્નોઈને મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી અંદાજે રૂ. 9 લાખ 50 હજારની કિંમતનો મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો છે. પ્રાથમિક તપાસ દરમિયાન આ કેસમાં અન્ય એક આરોપી ગોપાલસિંહ ભાદુનું નામ પણ સામે આવ્યું છે.

ANTF પોલીસે આરોપી પ્રકાશ બિશ્નોઈની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે, જ્યારે ફરાર આરોપી ગોપાલસિંહ ભાદુની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે ડ્રગ્સના જથ્થાનો સ્ત્રોત અને તેની સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના લીધે ગુજરાતમાં વસ્તી ગણતરી પાછી ઠેલાઈ

આ પણ વાંચો : 16 વર્ષ બાદ વસ્તી ગણતરીનો પ્રારંભ! હવે મોબાઈલથી જાતે ભરી શકાશે વિગતો, જાણો સંપૂર્ણ પ્રોસેસ

આ પણ વાંચો : દેશભરમાં વસ્તી ગણતરીની પ્રક્રિયાનો આજથી પ્રારં