Gandhinagar News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના લીધે વસ્તી ગણતરી પાછી ઠેલાઈ છે. ગુજરાતમાં વસ્તી ગણતરી પાંચમી એપ્રિલના રોજ શરૂ થવાની હતી, પણ હવે ચૂંટણીપંચે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી છે. તેના કારણે હવે બધા જ સરકારી કાર્યક્રમો અટકી ગયા છે. આખું વ્યવસ્થાતંત્ર ચૂંટણીની કવાયતમાં લાગી ગયું છે. આ સંજોગોમાં વસ્તી ગણતરી કરવી કોઈપણ રીતે શક્ય નથી. તેની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.
રાજ્યમાં ઓનલાઇન વસ્તી ગણતરી પાંચમી એપ્રિલના રોજ શરૂ થવાની હતી અને મકાનોની નોંધણી 20મી એપ્રિલથી શરૂ થવાની હતી, હવે બધુ જ પડતું મૂકાયું છે. હવે આખી કવાયત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જ થવાની છે. આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાથી વસ્તી ગણતરીની કામગીરી યોગ્ય રીતે થઈ શકે તેમ ન હોવાથી વસ્તી ગણતરી વિભાગે આ કામગીરી ચૂંટણી પછી શરૂ કરવા મટે સરકારને દરખાસ્ત કરી હતી જેને સરકારે સ્વીકારી લીધી છે. આમ ગુજરાતમાં હવે વસ્તી ગણતરી એપ્રિલ પછી મેમાં શરૂ થશે તેમ માનવામાં આવે છે. સંભવતઃ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ ચોથીમેએ આવી ગયા પછી શરૂ થશે તેમ મનાય છે.
દેશમા વસ્તી ગણતરીનો પહેલી એપ્રિલથી પ્રારંભ થઈ ગયો છે. આ ગણતરી 30 સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. આઝાદ ભારતમાં પહેલી જ વખત જાતિ અને જ્ઞાતિ આધારિત આંકડા લેવામાં આવશે. તેના આધારે દેશમાં કયા સામાજિક જૂથની કેટલી વસ્તી છે તેનો ખ્યાલ આવશે. હાલમાં તો ગુજરાતમાં ચૂટણીનો ધમધમાટ ચાલે છે, તેથી વસ્તી ગણતરીનું બધુ મુલતવી રહેશે.
આ પણ વાંચો: ભારતની વસ્તી ગણતરી 2027: કેવી રીતે થશે અને શું પ્રશ્નો પૂછાશે?
આ પણ વાંચો: વસતી ગણતરી–2027 માટે ગુજરાત સજ્જ: ડિજિટલ સ્વ-ગણતરી, HLO-ફેઝ અને આયોજન અંગે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક
આ પણ વાંચો: ગુજરાતમાં બે તબક્કામાં થશે વસ્તીગણતરી, એપ્રિલથી શરૂ થશે પ્રક્રિયા
