Amreli News/ ગુજરાતમાં ઓગસ્ટ અંતે વરસાદનો નવો રાઉન્ડ, 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી

સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વરસાદ (Rain)નો નવો રાઉન્ડ આવવાની શક્યતા છે

Gujarat Top Stories Others
અમરેલીના હવામાન નિષ્ણાત જયપ્રકાશ માઢકે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ (Rain)ને લઈને મહત્વની આગાહી કરી છે

Amreli News : અમરેલીના હવામાન નિષ્ણાત જયપ્રકાશ માઢકે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ (Rain)ને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થવાના સંકેતો છે. ખાસ કરીને 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સારો અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ (Heavy Rain)થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં સતત હવામાન પ્રણાલીઓ બનવાની શક્યતા છે. તેના કારણે ગુજરાત તરફ ભેજવાળા પવનોનું પ્રમાણ વધે અને વરસાદી સિસ્ટમને અનુકૂળ સ્થિતિ સર્જાઈ શકે છે. સાથે જ મોન્સૂન ટ્રફ ગુજરાત તરફ સક્રિય રહેવાની શક્યતા હોવાથી રાજ્યમાં વરસાદ (Rain)નો નવો રાઉન્ડ જોવા મળી શકે છે.

જન્માષ્ટમી આસપાસ વરસાદ (Rain)ની શક્યતા

આગાહી મુજબ જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પણ ગુજરાતમાં સારા વરસાદની સંભાવના (Rain Forecast)છે. ઓગસ્ટના અંતથી શરૂ થનારી વરસાદી પ્રવૃત્તિ સપ્ટેમ્બરની શરૂઆત સુધી ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સપ્ટેમ્બરમાં ફરી વરસાદી રાઉન્ડ

સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વરસાદનો નવો રાઉન્ડ આવવાની શક્યતા છે. ખાસ કરીને 7થી 9 સપ્ટેમ્બર દરમિયાન પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન પ્રણાલીની ચોક્કસ સ્થિતિ અને તેની દિશામાં ફેરફારને કારણે વરસાદની તીવ્રતા અને વિસ્તાર બદલાઈ શકે છે. તેથી આગામી દિવસોમાં હવામાન વિભાગ તથા સ્થાનિક તંત્રની સત્તાવાર આગાહી પર નજર રાખવી જરૂરી રહેશે.


આ પણ વાંચો : વલસાડમાં પોણા ચાર ઇંચ વરસાદ,આગામી 7 દિવસ વરસાદની આગાહી

આ પણ વાંચો : આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ, 5 વરસાદી સિસ્ટમ સક્રિય

આ પણ વાંચો : 15 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન; જાણો ક્યાં-ક્યાં પડશે ભારે વરસાદ