જૂનાગઢ/ બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ જર્જરિત, બે વર્ષથી લાગ્યા છે તાળા

જૂનાગઢની વિશેષ ઓળખ સમી બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલને બે વર્ષથી તાળા લાગેલા છે. જેને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી ભોગવવી પડી રહી છે.

Gujarat Others
બહાઉદ્દીન

જૂનાગઢની વિશેષ ઓળખ સમી બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલને બે વર્ષથી તાળા લાગેલા છે. જેને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી ભોગવવી પડી રહી છે. આ હોસ્ટેલના સમારકામ માટે 1 કરોડની ગ્રાન્ટ પણ શિક્ષણ વિભાગે ફાળવી દીધેલી છે. આમ છતાં ગ્રાન્ટની રકમ ટ્રાન્સફર ન કરાતા હોસ્ટેલનું સમારકામ શરૂ નથી શક્યું.

  • જર્જરિત હોસ્ટેલ 
  • બહારથી આવતા વિદ્યાર્થીઓને હાલાકી
  • જલ્દી સમારકામ કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માગ
  • ગ્રાન્ટની રકમ ટ્રાન્સફર ન થતાં નથી થયું સમારકામ

દીવાલો પર પડી ગયેલી તિરાડો અને ખખડધજ દરવાજા સાથે  જૂનાગઢની જૂની અને જાણીતી બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ આજે જર્જરિત હાલતમાં છે. અને છેલ્લા બે વર્ષથી જર્જરિત હલતને કારણે હોસ્ટેલ ને તલ મારવાનો વારો આવ્યો છે. હોસ્ટેલને તાળાં મારતા વિધાર્થીઓને બહાર મોંઘા ભાવે pg  અથવા રમ રાખીને રહેવું પડે છે.

વિધાર્થીઓ દ્વારા અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ગ્રાન્ટની રકમ ન ફાળવાતા હોસ્ટેલ શરૂ કરી શકાઈ નથી. હોસ્ટેલના સમારકામ માટે શિક્ષણ વિભાગ દ્વારા 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે. પરંતુ કોલેજ દ્વારા આ ગ્રાન્ટની રકમ ટ્રાન્ફફર કરવામાં નથી આવી જેને લઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામ શરૂ નથી કરવામાં આવ્યું.

કોલેજની હોસ્ટેલની જર્જરિત સ્થિતિને કારણે સૌથી વધુ મુશ્કેલી બહારથી આવતા વિદ્યાર્થીઓને પડી રહી છે. પેઈંગ ગેસ્ટ તરીકે રહેવું વિદ્યાર્થીઓને ઘણું મોંઘું પડી રહ્યું છે. અને જો અપડાઉન કરે તો સમયનો ઘણો વ્યય થાય છે. ત્યારે બને એટલી જલ્દી હોસ્ટેલનું સમારકામ કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માગ છે.

મહિલા રાજ / સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ, હડમતીયા ગામ

Covid-19 Update / રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો, તંત્રની ચિંતામાં વવધારો, હજુ પણ બિન્દાશ ફરતી જનતા..