Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ રાણપુર ગામે નાયબ કલેકટરએ ખોટા કાગળોના આધારે જમીન ફાળવી,જમીન રદ કરવા કલેકટરને રજુઆત

આ તમામ બાબતોને લઈને રાણપુર ગામના અરજદારે જિલ્લા કલેકટર સમક્ષ લેખિતમાં પુરાવા સાથે રજુઆત કરેલ અને હુકમ રદ કરવાની માંગ કરી છે, ત્યારે હવે જિલ્લા કલેકટર ખોટા ઓર્ડર ને રદ કરી ખોટા પુરાવા ઉભા કરનાર અધિકારી, કર્મચારીઓ સામે કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાની રહ્યું.

July 27, 2021Bhavini vasani
Gujarat Trending

ડીસા તાલુકાના રાણપુર ગામની જમીનનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે આ જમીનને રદ કરવા જિલ્લા કલેકટર સમક્ષ લેખિત માં રજુઆત કરી છે.ડીસા તાલુકાના રાણપુર ગામે યુનિવર્સિટીના અસરગ્રસ્તને ખોટા કાગળો અને નકશાના આધારે નાયબ કલેક્ટર પાલનપુર એ વગર સત્તાએ જમીન ફાળવી દીધા, અનેક રજુઆત છતા જમીન રદ ન કરાતા હવે સમગ્ર મામલો જિલ્લા કલેકટર કચેરીએ પહોચ્યો છે અને જિલ્લા કલેકટર સમક્ષ લેખિત ફરિયાદ કરી અંગત સ્વાર્થ ખાતર ખોટો ઓર્ડર કરેલ હોઈ રદ કરવાની માંગ કરી છે. અને જે કાગળો ના આધારે જમીન ની ફાળવણી કરવામાં આવી છે તે તમામ કાગળો પણ રજૂ કર્યા છે.

સાથે અસરગ્રસ્ત ની ત્રીજી પેઢી ને જમીન સીધી ફાળવી ન શકાય છતાં ત્રીજી પેઢી ના વારસદાર ના નામે ચાર એકર જમીનનો ઓર્ડર 2011 ની સાલ માં કરી દીધો હોવાનું પણ સામે આવ્યું છે. તો જે નકશો તત્કાલીન સર્કલ ઓફિસરએ જે પારઘી અને રાણપુર – તત્કાલીન તલાટી દિનેશ જોશી એ ગૌચર ની જમીન ને યુનિવર્સિટીની બતાવી નકશો બનાવ્યા બાદ પંચાયત એ પણ આ જમીન ગૌચર ની અને પંચાયત ની જોવાનું જણાવેલ છતા પણ અધિકારી પોતાના અંગત સ્વાર્થ ખાતર ખોટો ઓર્ડર કરી દીધેલ.

જોકે આ તમામ બાબતો ને લઈને રાણપુર ગામના અરજદારે જિલ્લા કલેકટર સમક્ષ લેખિતમાં પુરાવા સાથે રજુઆત કરેલ અને હુકમ રદ કરવાની માંગ કરી છે, ત્યારે હવે જિલ્લા કલેકટર ખોટા ઓર્ડરને રદ કરી ખોટા પુરાવા ઉભા કરનાર અધિકારી, કર્મચારીઓ સામે કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાની રહ્યું.અરજદાર આગાઉ જિલ્લા ફરિયાદ નિવારણમાં ગયેલ ત્યારે કલેક્ટર એ અરજદારની ફરિયાદની તત્કાલિન કાર્યવાહી કરી ફરિયાદીને જાણ કરવા આદેશ કરેલ પરંતુ બાદમાં નાયબ કલેકટર પાલનપુર કે ડીસા મામલતદાર એ કલેકટર ના આદેશનો પાલન જ ન કર્યો, અને અરજદારને કોઈજ જવાબ આપેલ નહિ.

ડીસાના વિવાદિત નાયબ કલેકટર એચ એમ પટેલએ સર્કલ ઓફિસર એ નામજૂર કરેલ નોંધને તા.24.1.2021 ના રોજ મંજુર કરી દીધેલ.જોકે પ્રકરણ જાણ્યા વગર અને સીટમાં તપાસ ચાલતી હોવા છતાં પોતાના અંગત સ્વાર્થ ખાતર નોંધ મજૂર કરી દીધેલ.જિલ્લા નિરીક્ષક (DLR) એ જમીન માપણી માટે કલેકટર ની મંજૂરી મેળવવા અને મંજૂરી બાદ જમીનની માપણી કરવા માટે ડીસા નાયબ કલેકટર ને પત્ર લખેલ અને માપણી માટે નાયબ કલેકટર ડીસા એ કલેકટર ની મંજૂરી લીધા વગર સીધેસીધા નોંધ મંજુર કરી દીધેલ.જોકે હજુ સુધી DLR દ્વારા માપણી પણ થઈ નથી અને નોંધ નાયબ કલેકટર એચ એમ પટેલ એ મંજુર કરી દીધેલ.

Post navigation

ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ પાછળ ખાણ-ખનીજના દરોડાથી ચકચાર,  અધિકારીઓ પહોંચે તે પહેલાં માફીયાઓ ફરાર 
ભારતમાં આવતા મહિને આવી શકે છે બાળકોની કોવિડ વેક્સિન

More Posts

Not Set/ સુરતમાં એક યુવકની બોથડ પદાર્થ મારીને કરવામાં આવી હત્યા

December 27, 2018December 28, 2018Nirmal Acharya

Not Set/ અમદાવાદ : પતિના અન્ય યુવતી સાથેના સબંધની જાણ થતાં પત્નીએ કર્યો આપઘાત

October 3, 2019Maya Sindhav

બનાસકાંઠા/ આ પુલ ગુજરાતની શાન બન્યો, જે દેશ નો સૌથી લાંબો એલિવેટેડ કોરિડોર છે

June 18, 2021Hemangi jani

Business/ આ મહિલાએ સંપત્તિમાં મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા!

November 4, 2023Vijay Sagathiya

Not Set/ 21 લાખની ચોરીનો ઉકેલાયો ભેદ, રાજસ્થાનની ગેંગની સંડોવણી આવી સામે

July 9, 2018July 10, 2018Nirmal Acharya

ક્રાઈમ/ સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો

August 17, 2023August 17, 2023Maya Sindhav

Dhordo-Gujarat Tableu/ ‘ધોરડો’: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ પ્રજાસત્તાક દિને પ્રદર્શિત કરાશે

January 23, 2024jani

Not Set/ નાફેડના મગફળી ખરીદવાના ઈન્કાર બાદ સીએમ રૂપાણીએ આપી આવી પ્રતિક્રિયા

November 18, 2018November 18, 2018Jay Mehta
Mexico

Mexico News/ અલ મેન્ચોના મૃત્યુ પછી હિંસા ફાટી નીકળી, ભારતીય દૂતાવાસે તેના નાગરિકો માટે એક જારી કરી એડવાઇઝરી

February 23, 2026February 23, 2026Reena Mamnani

Rain/ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી,આ જિલ્લામાં પડશે મૂશળધાર વરસાદ!

September 13, 2022mustak malik
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy