Jamnagar News : જામનગર (Jamnagar)જિલ્લાના કાલાવાડ તાલુકામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ચિંતામાં એક ખેડૂતે આપઘાત (Suicide)કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
માહિતી મુજબ, કાલાવાડ તાલુકાના સતિયા ગામના 65 વર્ષીય ખેડૂત (Kalavad Farmer)ગાંગજી ચૌહાણ છેલ્લા કેટલાક સમયથી વરસાદના અભાવે પાકને થયેલા નુકસાનને લઈને ભારે માનસિક તણાવમાં હતા. પાક નિષ્ફળ જવાની આશંકા વચ્ચે તેમણે ઝેરી દવાનું સેવન કરીને આપઘાત નો પ્રયાસ કર્યો હતો.

પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું.
ઘટનાની જાણ થતાં કાલાવાડ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
આ ઘટના ફરી એકવાર વરસાદની અનિશ્ચિતતા અને કૃષિ પર તેની અસરને લઈને ખેડૂતો સામે ઊભી થતી મુશ્કેલીઓ તરફ ધ્યાન દોરે છે.
