@ Dipaksinh Rathod
Himmatnagar News : હિંમતનગર નગરપાલિકામાં સમાન દૃષ્ટિએ જોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક શિક્ષિત કિન્નરે ઉમેદવારીનું ફોર્મ ભર્યું છે.એક બાજુ ભાજપના ભાવનગરના ઉમેદવારે કિન્નર પાસેથી આશીર્વાદ લીધા હતા, ત્યારે હિંમતનગર નગરપાલિકામાં પ્રમુખના ઉમેદવાર તરીકે શિક્ષિત કિન્નરે આ આ વખતે પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી છે જેમાં સૂત્રો દ્વારા માહિતી મળી છે… કે તેમનું ત્રીજા સ્થાને નામ હોઈ શકે છે .

જોકે સામાન્ય માણસની અંદર કિન્નર એટલે કે જે લોકોને આશીર્વાદ આપતા હોય અને દેવીનું સ્વરૂપ ગણવામાં આવે છે ત્યારે હિંમતનગર નગરપાલિકા માં ચૂંટણી પહેલા એક નવો કિસ્સો જોવા મળ્યો હતો જેમાં ‘સોનલ દે ‘ જે કિન્નર તો છે પરંતુ સાથે સાથે શિક્ષિત પણ છે જે પોતે બીએ નો અભ્યાસ પણ કરી રહ્યા છે સાથે તેમણે લોકો પણ એટલા જ નજીકથી ઓળખે છે અને કિન્નર હોવા છતાં પણ કેટલાય લોકોની સમાજસેવા કરવાની તૈયારીઓ કરી છે.
જોકે હાલમાં પણ તેઓ કેટલીય સમાજ સેવાઓ કરી રહ્યા છે…… હાલમાં તો ઘરે ઘરે દરેક લોકોના સંપર્કમાં જઈને આશીર્વાદ આપતા હોય છે.
