Surat News/ સુરતમાં કાપડના વેપારી સાથે 72 લાખની છેતરપિંડી

સુરતમાં લવજેહાદ બાદ બિઝનેસ જેહાદ જોવા મળી રહી છે. બિઝનેસ જેહાદ કરનાર આરોપીની ધરપકડ કરી છે. રિઝવાન સૈયદ નામના આરોપીની ધરપકડ કરી છે. હિન્દુ નામ ધારણ કરી કાપડ ખરીદી બારોબાર વેચીને 72 લાખ રૂપિયા છેતરપિંડી કરી હતી.

Gujarat Surat Breaking News

Surat News: સુરતમાં લવજેહાદ બાદ બિઝનેસ જેહાદ (Business Jehad) જોવા મળી રહી છે. બિઝનેસ જેહાદ કરનાર આરોપીની ધરપકડ કરી છે. રિઝવાન સૈયદ નામના આરોપીની ધરપકડ કરી છે. હિન્દુ નામ ધારણ કરી કાપડ ખરીદી બારોબાર વેચીને 72 લાખ રૂપિયા છેતરપિંડી (Fraud)કરી હતી.

આ કાંડની ખાસિયત એવી હતી કે આરોપીએ જીએસટી નંબર લઈ હિંદુ નામ ધારણ કર્યુ હતું. પોલીસે આરોપી રિઝવાન સહિત તેને મદદ કરનારાની ધરપકડ કરી છે. અમરોલી વરિયાવા રિવાન્ટા ગાર્ડન સિટીમાં કાપડના વેપારી પ્રજ્ઞેશ વાધાણીએ ઉધના પોલીસમાં ફરિયાદ આપી છે. આ ફરિયાદના આધારે પોલીસે હિંદુ નામ ધારણ કરીને છેતરપિંડી કરનારા રિઝવાન સૈયદ આબિદ હુસૈન, જગદીશ કુમાવત, મહેશ ભાલાણી, દલાલ મોહંમદ અને અનિલ ચેવલીની સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.

ખટોદરા સબજેલની પાછળ કડીવાલા હાઉસમાં ગ્રે-કાપડનું કારખાનાનું રિઝવાન સૈયદ હિંદુ જગદીશ કુમાવતના નામે ચલાવતો હતો. તેણે સિમકાર્ડ અને ભાડાં કરાર સહિતના ડોક્યુમેન્ટ પણ જગદીશ કુમાવતના નામે બનાવ્યા હતા. તે વેપારીઓને તેની ઓળખ જગદીશ તરીકે આપતો હતો.

રિઝવાન સૈયદની ફેક્ટરીએ વેપારી રૂપિયાની ઉઘરાણી કરવા જતો હતો તે સમયે મહેશ ભલાણી મળતો હતો અને મહેશ વેપારીને એવું જણાવતો હતો કે મેં તમામ પ્રોપર્ટી ખરીદી લીધી છે અને રૂપિયા હુંચૂકવી આપીશ. જો કે પ્રોપર્ટી તેના નામે ન હતી. રિઝવાન મહેશને પાંચ-દસ હજાર રૂપિયાની રકમ આપતો હતો. આ ઉપરાંત રિઝવાન સૈયદે હિંદુ નામ ધારણ કરીને સારોલીની માર્કેટોમાં બે દુકાનો પણ ભાડે લીધી હતી. આ માર્કેટમાં પણ તે લાખોનો માલ લઈ વેચી મારી દુકાન બંધ કરીને ફરાર થયો હતો. તેના પગલે સારોલી પોલીસમાં પણ તેની સામે કેસ કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં છેતરપિંડીના ગુનામાં દંપતીની ધરપકડ

આ પણ વાંચો: સુરતમાં ટેકસ્ટાઇલ માર્કેટમાં 2.19 કરોડની છેતરપિંડી કરનારો ઝડપાયો

આ પણ વાંચો: સુરતમાં પૂર્વ વાઈસ ચાન્સેલરના પુત્ર સાથે છેતરપિંડી