વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા ના આત્મહત્યા કેસમાં અમદાવાદના દાણીલીમડામાં રહેતા પ્રેમી રમિઝની પોલીસે ધરપકડ કરી છે જોકે પોલીસ તપાસમાં મૃતક નફીસાનું અન્ય સાથે પ્રેમ પ્રકરણ હોવાનું બહાર આવ્યું છે.
વડોદરાની નફીસાએ આત્મહત્યા કરતા પહેલા અમદાવાદના રિવરફ્રન્ટ જઈને વિડિયો બનાવ્યા હતો વીડિયોમાં રમિઝ સાથેના સંબંધનો ઉલ્લેખ નફીસાએ કર્યો હતો ત્યાર પછી બે દિવસ બાદ નફીસા ખોખરે તાંદલજા વિસ્તારમાં આવેલ નુરજાહ પાર્કમાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી જેને લઇને જે.પી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી પરિવાર તેમજ નફીસાના મિત્રોની પણ પૂછપરછ પોલીસે કરી હતી.
પોલીસ દ્વારા નફીસાએ આત્મહત્યા કરતા પહેલા બનાવેલા વિડીયો અને પરિવારજનોની પૂછપરછમાં અમદાવાદના રમીઝ શેખે લગ્નનું વચન આપી નફીસા સાથે સંબંધ તોડતા નફીસાએ આત્મહત્યા કરી તેવું તપાસમાં જાણવા મળ્યું હતું નફીસાએ આત્મહત્યા કર્યા પહેલા પ્રેમી રમીઝ શેખના ઘરે પણ રમીજને શોધવા માટે ગઈ હતી પણ રામીઝના પરિવારે છેલ્લા બે મહિનાથી રમીઝ સાથે કોઈ સંપર્ક નથી તેવું જણાવતા નફીસા નિરાશ થઈ વડોદરા ખાતે પોતાના ઘરે પાછી વળી હતી અને વડોદરા ઘરે પરત ફરેલી નફીસાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી બનાવના પગલે જે.પી.રોડ પોલીસ મથકમાં રમીઝ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધી આરોપી રમીઝને અમદાવાદના દાણીલીમડાથી પકડી પાડ્યો હતો.
નફીસા રમીઝ શેખ સાથે બે વર્ષથી પ્રેમ સંબંધમાં બંધાઈ હતી ત્યારે રમિજ વડોદરામાં નોકરીના કામથી અવર-જવર કરતો હતો નફીસા અને રમીઝ ની મુલાકાત થઇ હતી ત્યારબાદ રમીઝને નફીસાના સંબંધ એક થી વધુ યુવકો સાથે છે હોય તેવું જાણવા મળેલ જેથી રમીઝે પ્રેમ સંબંધને તોડ્યો હતો જેના આઘાતમાં આવીને નફીસા એ વડોદરા ના તાંદલજા વિસ્તારમાં આવેલ નૂરજહાં પાર્કમાં પોતાના ઘરે ફાંસો ખાય આપઘાત કર્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ : ભારેપવન છતાંય શહેરીજનો હરખાયા
