Surat News/ સુરતમાં છેતરપિંડીના ગુનામાં દંપતીની ધરપકડ

સુરતના ઉધના વિસ્તારમાં રહેતા વીમા એજન્ટ મુલ્હાસભાઈ માળી છેતરપિંડી નો ભોગ બન્યા હતા

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 09 16T202432.098 સુરતમાં છેતરપિંડીના ગુનામાં દંપતીની ધરપકડ

Surat News : ગાંધીધામ ખાતેની એક કંપનીમાં ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવાથી સારા વળતર ની લોભામણી સ્કીમ નામે ઉધનાના વીમા એજન્ટ પાસેથી રૂપિયા 13 લાખ પડાવી દંપતી દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી,.દંપતીએ વીમા એજન્ટ પાસેથી કંપનીમાં રોકાણ ના નામે લીધેલા રૂપિયા દસ લાખની રકમ ઈમ્પોર્ટ- એક્સપોર્ટ કંપનીમાં નહીં પરંતુ ડ્રગ્સના ધંધામાં રોકાણ કર્યા હોવાથી પોલીસે મહિલાના પતિની ઘરપકડ કરી હતી.જે બાદ એક પોલીસ અધિકારીની ઓળખાણ ના કારણે રૂપિયા 3 લાખમાં સમાધાન કરી જેલમુક્ત કરાવ્યો હોવાની વાત ઉપજાવી નાંખી હતી.પરંતુ ત્યારબાદ વધુ રૂપિયાની વીમા એજન્ટ પાસે માંગણી કરતા છેતરપિંડીનો ભોગ બનેલા વીમા એજન્ટ ની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી કાયૅવાહી કરી છે.

સુરતના ઉધના વિસ્તારમાં રહેતા વીમા એજન્ટ મુલ્હાસભાઈ માળી છેતરપિંડી નો ભોગ બન્યા હતા. ભેસ્તાનનાં ઠગ દંપતીએ ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કંપનીમાં રોકાણ અને પોલીસના નામે રૂપિયા 13 લાખ જેટલી રકમ વીમા એજન્ટ પાસેથી પડાવી છેતરપિંડી આચરી હતી. છેતરપિંડી થતા સમગ્ર મામલો ભેસ્તાન પોલીસ મથકે પહોચ્યો હતો.જે બાદ ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે ઠગ દંપતિની ધરપકડ કરી છે.ઘટનામાં દંપતીએ બે અન્ય કાલ્પનિક નામો પણ ઉપજાવી નાખ્યા હતા.જેમાં એક ગ્લોબલ ઈમ્પોર્ટ -એક્સપોર્ટ કંપનીના કર્મચારી અને અન્ય એક એશિયન શેલ કંપનીના મોબાઈલ નંબરના ધારક નો સમાવેશ થાય છે.સમગ્ર મામલે એ.સી.પી. એન પી ગોહિલ એ જણાવ્યું હતું કે વીમા એજન્ટ મુલ્હાસ ભાઈ માળી ભેસ્તાન ખાતે રહેતા રવી જરીવાળા અને તેની પત્ની ક્રિષ્ના જરીવાળા ના ઘણા સમયથી સંપર્કમાં હતા. જેથી વીમા એજન્ટ અને દંપતી એકબીજાથી પરિચિત છે.

દરમ્યાન બંને પતિ પત્નીએ વીમા એજન્ટ ને ગાંધીધામ ખાતેની એક કંપનીમાં ઈમ્પોર્ટ અને એક્સપોર્ટનાં નામે રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે જેવી લોભામણી લાલચ આપી હતી. વિશ્વાસમાં આવેલા વીમા એજન્ટે 10 લાખ રૂપિયા જેટલી રકમ ટુકડે ટુકડે બેન્ક એકાઉન્ટ અને આંગડિયા પેઢી મારફતે દંપતીને આપ્યા હતા.દંપતી એ લાખોની રકમ પડાવી લીધા બાદ આરોપી વિક્કી જરીવાળાની પત્ની ક્રિશ્ના જરીવાળાએ વીમા એજન્ટના મોબાઈલ whatsapp નંબર પર એક વોઇસ મેસેજ મોકલ્યો હતો. જેમાં તેણીના પતિ ને સુરત એસઓજી ધરપકડ કરી લઈ ગઈ હોવાનું જણાવ્યું હતું.જે બાદ વીમા એજન્ટે રૂબરૂમાં આવી વિકી જરીવાળા ની પત્ની જોડે વાતચીત કરી હતી. બે દિવસ બાદ વિકી જરીવાળા વીમા એજન્ટ મૂલ્હાસભાઈ ને મળ્યો હતો.જ્યાં જણાવ્યું હતું કે, તેઓ દ્વારા જે રૂપિયા દસ લાખની રકમ આપવામાં આવી હતી તે ગાંધીધામ ખાતેની કોઈ ગ્લોબલ કંપનીમાં નહીં પરંતુ ડ્રગ્સના ધંધામાં રોકાણ કરી હતી.

જે ધંધામાં દેબાસીસ નામનો યુવક પણ સામેલ હતો સમગ્ર મામલો જાણતા આરોપીની સુરત એસોજી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. તેઓ દ્વારા જે રકમ આંગડિયા પેઢી અને બેન્ક એકાઉન્ટ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી હતી ,આગાઉ પણ સમગ્ર મામલા માં એક પોલીસ અધિકારીની ભલામણથી એસઓજી પીઆઈ જોડે વાતચીત કરતા છોડી મુકાયો હતો.દંપત્તિ દ્વારા વીમા એજન્ટ પાસેથી કુલ રૂપિયા 13 લાખ જેટલી રકમ પડાવી લેવા છતાં આ માંગણી આગળ પણ ચાલુ હતી. વારંવાર પોલીસ ના નામે રૂપિયાની સતત માંગણી કરતા વીમા એજન્ટને શંકા ગઈ હતી. જેથી વીમા એજન્ટે ભેસ્તાન પોલીસ નો સંપર્ક કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. વીમા એજન્ટ ની ફરિયાદ ના આધારે ભેસ્તાન પોલીસ દ્વારા ગુનો દાખલ કરી સૌપ્રથમ આરોપી વીકી જરીવાળા અને ત્યારબાદ તેની પત્ની ક્રિષ્ના જરીવાળાની ધરપકડ કરી હતી.

ભેસ્તાન પોલીસ દ્વારા હાલ આ દંપતિની ધરપકડ કરવામાં આવી છે.જે પૈકી ઠગબાજ પતિ ને હાલ જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે,જ્યારે તેની પત્ની ક્રિષ્ના જરીવાળાની ધરપકડ કરી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે, દંપતી આરોપીઓ જોડે અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં ભેસ્તાન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે આ દંપત્તિએ પોતાના પરિચિત વીમા એજન્ટ જોડે જ લાખોની છેતરપિંડી આંચરી છે. જેમાં મિત્રતાની અંદર મોટો વિશ્વાસઘાત દંપતિ દ્વારા કરાયો છે. ગાંધીધામ ખાતેની એક કંપનીમાં ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવાથી સારા વળતર ની લોભામણી સ્કીમ નામે ઉધના ના વીમા એજન્ટ પાસેથી રૂપિયા 13 લાખ પડાવી દંપતી દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી,.દંપતીએ વીમા એજન્ટ પાસેથી કંપનીમાં રોકાણ ના નામે લીધેલા રૂપિયા દસ લાખની રકમ ઈમ્પોર્ટ- એક્સપોર્ટ કંપનીમાં નહીં પરંતુ ડ્રગસ ના ધંધામાં રોકાણ કર્યા હોવાથી પોલીસે મહિલાના પતિની ઘરપકડ કરી હતી.

જે બાદ એક પોલીસ અધિકારીની ઓળખાણ ના કારણે રૂપિયા 3 લાખમાં સમાધાન કરી જેલમુક્ત કરાવ્યો હોવાની વાત ઉપજાવી નાંખી હતી.પરંતુ ત્યારબાદ વધુ રૂપિયાની વીમા એજન્ટ પાસે માંગણી કરતા છેતરપિંડીનો ભોગ બનેલા વીમા એજન્ટ ની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી કાયૅવાહી કરી છે.સુરતના ઉધના વિસ્તારમાં રહેતા વીમા એજન્ટ મુલ્હાસભાઈ માળી છેતરપિંડી નો ભોગ બન્યા હતા. ભેસ્તાનનાં ઠગ દંપતીએ ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કંપનીમાં રોકાણ અને પોલીસના નામે રૂપિયા 13 લાખ જેટલી રકમ વીમા એજન્ટ પાસેથી પડાવી છેતરપિંડી આચરી હતી. છેતરપિંડી થતા સમગ્ર મામલો ભેસ્તાન પોલીસ મથકે પહોચ્યો હતો..જે બાદ ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે ઠગ દંપતિની ધરપકડ કરી છે.ઘટનામાં દંપતીએ બે અન્ય કાલ્પનિક નામો પણ ઉપજાવી નાખ્યા હતા.જેમાં એક ગ્લોબલ ઈમ્પોર્ટ -એક્સપોર્ટ કંપનીના કર્મચારી અને અન્ય એક એશિયન શેલ કંપનીના મોબાઈલ નંબરના ધારક નો સમાવેશ થાય છે.સમગ્ર મામલે એ.સી.પી. એન પી ગોહિલ એ જણાવ્યું હતું કે વીમા એજન્ટ મુલ્હાસ ભાઈ માળી ભેસ્તાન ખાતે રહેતા રવી જરીવાળા અને તેની પત્ની ક્રિષ્ના જરીવાળા ના ઘણા સમયથી સંપર્કમાં હતા. જેથી વીમા એજન્ટ અને દંપતી એકબીજાથી પરિચિત છે.દરમ્યાન બંને પતિ પત્નીએ વીમા એજન્ટ ને ગાંધીધામ ખાતેની એક કંપનીમાં ઈમ્પોર્ટ અને એક્સપોર્ટનાં નામે રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે જેવી લોભામણી લાલચ આપી હતી.

વિશ્વાસમાં આવેલા વીમા એજન્ટે 10 લાખ રૂપિયા જેટલી રકમ ટુકડે ટુકડે બેન્ક એકાઉન્ટ અને આંગડિયા પેઢી મારફતે દંપતીને આપ્યા હતા.દંપતી એ લાખોની રકમ પડાવી લીધા બાદ આરોપી વિક્કી જરીવાળાની પત્ની ક્રિશ્ના જરીવાળાએ વીમા એજન્ટના મોબાઈલ whatsapp નંબર પર એક વોઇસ મેસેજ મોકલ્યો હતો. જેમાં તેણીના પતિ ને સુરત એસઓજી ધરપકડ કરી લઈ ગઈ હોવાનું જણાવ્યું હતું.જે બાદ વીમા એજન્ટે રૂબરૂમાં આવી વિકી જરીવાળા ની પત્ની જોડે વાતચીત કરી હતી. બે દિવસ બાદ વિકી જરીવાળા વીમા એજન્ટ મૂલ્હાસ ભાઈ ને મળ્યો હતો.જ્યાં જણાવ્યું હતું કે, તેઓ દ્વારા જે રૂપિયા દસ લાખની રકમ આપવામાં આવી હતી તે ગાંધીધામ ખાતેની કોઈ ગ્લોબલ કંપનીમાં નહીં પરંતુ ડ્રગ્સના ધંધામાં રોકાણ કરી હતી. જે ધંધામાં દેબાસીસ નામનો યુવક પણ સામેલ હતો સમગ્ર મામલો જાણતા આરોપીની સુરત એસોજી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી.

તેઓ દ્વારા જે રકમ આંગડિયા પેઢી અને બેન્ક એકાઉન્ટ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી હતી ,આગાઉ પણ સમગ્ર મામલા માં એક પોલીસ અધિકારીની ભલામણથી એસઓજી પીઆઈ જોડે વાતચીત કરતા છોડી મુકાયો હતો.દંપત્તિ દ્વારા વીમા એજન્ટ પાસેથી કુલ રૂપિયા 13 લાખ જેટલી રકમ પડાવી લેવા છતાં આ માંગણી આગળ પણ ચાલુ હતી. વારંવાર પોલીસ ના નામે રૂપિયાની સતત માંગણી કરતા વીમા એજન્ટને શંકા ગઈ હતી. જેથી વીમા એજન્ટે ભેસ્તાન પોલીસ નો સંપર્ક કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. વીમા એજન્ટ ની ફરિયાદ ના આધારે ભેસ્તાન પોલીસ દ્વારા ગુનો દાખલ કરી સૌપ્રથમ આરોપી વીકી જરીવાળા અને ત્યારબાદ તેની પત્ની ક્રિષ્ના જરીવાળાની ધરપકડ કરી હતી.

ભેસ્તાન પોલીસ દ્વારા હાલ આ દંપતિની ધરપકડ કરવામાં આવી છે.જે પૈકી ઠગબાજ પતિ ને હાલ જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે,જ્યારે તેની પત્ની ક્રિષ્ના જરીવાળાની ધરપકડ કરી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે, દંપતી આરોપીઓ જોડે અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં ભેસ્તાન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે આ દંપત્તિએ પોતાના પરિચિત વીમા એજન્ટ જોડે જ લાખોની છેતરપિંડી આંચરી છે. જેમાં મિત્રતાની અંદર મોટો વિશ્વાસઘાત દંપતિ દ્વારા કરાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વંદે ભારત મેટ્રો હવેથી નમો રેપિડ રેલવે નામે ઓળખાશે

આ પણ વાંચો: હવે પેસેન્જર ટ્રેનો પણ બની સુપરફાસ્ટ, દેશભરમાં દોડશે 3 હજાર વંદે ભારત મેટ્રો, ગુજરાતથી થશે પ્રારંભ

આ પણ વાંચો: અમદાવાદ-ભુજ વચ્ચે વંદે ભારત મેટ્રોનું સફળ ટ્રાયલ