Ahmedabad News/ અમદાવાદ-ભુજ વચ્ચે વંદે ભારત મેટ્રોનું સફળ ટ્રાયલ

ભારતીય રેલ્વે તેના મુસાફરોની સુવિધા વધારવા માટે તેની ટ્રેનોને સતત અપડેટ કરી રહી છે. ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેન બાદ હવે ટૂંકા અંતરે આવેલા બે શહેરો વચ્ચે ‘વંદે મેટ્રો’ ટ્રેન દોડાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ગુજરાતના કચ્છમાં અમદાવાદથી ભુજ વચ્ચે દોડતી પ્રથમ વંદે મેટ્રો ટ્રેનની ટ્રાયલ આજે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.

Gujarat Others Breaking News

Kutch News: ભારતીય રેલ્વે તેના મુસાફરોની સુવિધા વધારવા માટે તેની ટ્રેનોને સતત અપડેટ કરી રહી છે. ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેન બાદ હવે ટૂંકા અંતરે આવેલા બે શહેરો વચ્ચે ‘વંદે મેટ્રો’ ટ્રેન દોડાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ગુજરાતના કચ્છમાં અમદાવાદથી ભુજ વચ્ચે દોડતી પ્રથમ વંદે મેટ્રો ટ્રેનની ટ્રાયલ આજે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. તેથી ટૂંક સમયમાં આ રૂટ પર ‘વંદે મેટ્રો’ શરૂ થાય તેવી શક્યતા છે. આ પહેલા અમદાવાદ અને વડોદરા વચ્ચે પણ વંદે ભારત મેટ્રોનું સફળ ટ્રાયલ થઈ ચૂક્યું છે.

12 એસી કોચ સાથે વંદે મેટ્રો ટ્રેન અમદાવાદથી નીકળી હતી અને 110 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધીને 5 કલાક પછી 12:59 મિનિટે ભુજ પહોંચી હતી. જ્યાંથી 13:40 કલાકે ફરી અમદાવાદ જવા રવાના થઈ હતી. જ્યાં રેલવે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ તપાસ હાથ ધરી હતી. જે બાદ ટ્રેન બપોરે 13.40 કલાકે અમદાવાદ પરત જવા રવાના થઈ હતી.

અગાઉ ઓગસ્ટની શરૂઆતમાં અમદાવાદ-ભુજ રૂટ પર વંદે મેટ્રો શરૂ થવાની શક્યતા હતી. જોકે, હવે સફળ ટ્રાયલ બાદ ગુજરાતમાં પહેલી વંદે મેટ્રો ઓક્ટોબર સુધીમાં દોડે તેવી શક્યતા છે. જોકે, આ મામલે રેલવે વિભાગ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

કેવી હશે વંદે મેટ્રો?

12 એસી કોચવાળી વંદે મેટ્રો ટ્રેનના દરેક કોચમાં સીસીટીવી લગાવવામાં આવશે. જેમાં મુસાફરોને આરામદાયક મુસાફરી મળી રહે તે માટે સોફા ખુરશીઓ મુકવામાં આવી છે. આ સાથે દરેક કોચમાં વોશ બેસિન, ટોઈલેટ, ઓટોમેટિક ગેટ, એલઈડી ડિસ્પ્લે, મોબાઈલ ચાર્જિંગ સોકેટ સહિતની અનેક સુવિધાઓ હશે. ખાસ વાત એ છે કે વંદે મેટ્રોમાં મુસાફરી કરવા માટે મુસાફરોને રિઝર્વેશન કરાવવાની જરૂર નહીં પડે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PM મોદીએ ત્રણ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી

આ પણ વાંચો: PM મોદી આજે ત્રણ નવી વંદે ભારત ટ્રેનને આપશે લીલી ઝંડી

આ પણ વાંચો: વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો