New Delhi News: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ત્રણ નવી વંદે ભારત ટ્રેનોને (Vande Bharat Train) લીલી ઝંડી બતાવી હતી. આમાંથી એક મેરઠથી લખનૌને જોડશે જ્યારે અન્ય બે દક્ષિણ ભારતીય શહેરો મદુરાઈથી બેંગલુરુ અને ચેન્નાઈથી નાગરકોઈલને જોડશે. વીડિયો કોન્ફરન્સ દ્વારા ફ્લેગ ઓફ સમારોહને સંબોધતા મોદીએ કહ્યું કે 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાના લક્ષ્યને હાંસલ કરવા માટે દક્ષિણના રાજ્યોનો ઝડપી વિકાસ મહત્વપૂર્ણ છે. વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે તમિલનાડુ અને કર્ણાટક માટે બજેટની ફાળવણીમાં વધારો થવાથી દક્ષિણના રાજ્યોમાં રેલ પરિવહન મજબૂત બન્યું છે.
મેરઠ સિટી-લખનૌ વંદે ભારત ટ્રેન મુસાફરોને બે શહેરો વચ્ચેની હાલની સૌથી ઝડપી ટ્રેન કરતાં લગભગ એક કલાક વહેલા લઈ જશે. એ જ રીતે ચેન્નાઈ એગમોર-નાગરકોઈલ વંદે ભારત ટ્રેન દ્વારા બે કલાકથી વધુ સમય અને મદુરાઈ-બેંગલુરુ વંદે ભારત ટ્રેન દ્વારા લગભગ દોઢ કલાકનો સમય બચશે. આ પ્રસંગે લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે જ્યાં સુધી ભારતીય રેલવે દરેક માટે આરામદાયક મુસાફરીની ગેરંટી નહીં બને ત્યાં સુધી અમે રોકાઈશું નહીં.
આ પહેલા શનિવારે અન્ય એક કાર્યક્રમમાં પીએમ મોદીએ મહિલાઓ વિરુદ્ધ અપરાધના મામલામાં ઝડપી ન્યાય પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે આનાથી મહિલાઓનો તેમની સુરક્ષાને લઈને આત્મવિશ્વાસ વધશે. મોદીએ કહ્યું કે ન્યાયતંત્રને બંધારણની રક્ષક માનવામાં આવે છે અને સુપ્રીમ કોર્ટ અને ન્યાયતંત્રએ આ જવાબદારી સારી રીતે નિભાવી છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની હાજરીમાં જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધતા તેમણે કહ્યું કે ભારતના લોકોએ ક્યારેય સુપ્રીમ કોર્ટ કે ન્યાયતંત્ર પ્રત્યે અવિશ્વાસ દર્શાવ્યો નથી.
આ પણ વાંચો:ગુજરાતમાં દોડશે દેશની પહેલી વંદે ભારત મેટ્રો, પહેલી ટ્રેન પહોંચી સાબરમતી, જાણો શું છે તૈયારીઓ
આ પણ વાંચો:નવી વંદે ભારતનું ભાડું નક્કી, બુકિંગ શરૂ, શનિવારે પીએમ મોદી વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરશે
આ પણ વાંચો:વંદે ભારત સ્લીપર ટ્રેનની થઈ શકે છે ડિસેમ્બરથી શરૂઆત