દુનિયાના સૌથી ઉંચા શિવધામ અને ૧૨ જ્યોર્તિલિંગમાંના એક કૈલાસ માનસરોવરની યાત્રા શુક્રવારથી શરુ થઇ છે. પુરાણોમાં જણાવ્યા અનુસાર, કૈલાસ માનસરોવર એ ભગવાન શિવનું સ્થાયી નિવાસ માનવામાં આવે છે, જેથી આ સ્થાનને ૧૨ જ્યોર્તિલિંગમાં સર્વશ્રેષ્ઠ મનાય છે.
દરેક વર્ષે કૈલાસ માનસરોવરના પવિત્ર શિવધામની યાત્રાએ હાજરો સાધુ-સંતો, શ્રદ્ધાળુઓ, શિવ ભક્તો આવતા હોય છે.
પરંતુ આ પવિત્ર ધામની રોચક વાતો અંગે તમે અજાણ હોઈ શકો છો.

૧. કહેવામાં આવે છે કે, ગરમીમાં દિવસોમાં જયારે કૈલાસ માનસરોવરનો બરફ પીગળે છે ત્યારે એક પ્રકારનો અવાજ સતત સંભાળવા મળે છે. શ્રદ્ધાળુઓની માન્યતા છે કે, આ અવાજ મૃદંગનો હોય છે.
માન્યતા છે કે કોઈ વ્યક્તિ માનસરોવરમાં એક વાર ડૂબકી લગાવી દે છે ત્યારે તે “રુદ્ર્લોક”ને પ્રાપ્ત કરતા હોય છે.

૨. કૈલાસ માનસરોવરની ગણના ૫૧ શક્તિપીઠોમાં પણ થાય છે. ,માનવામાં આવે છે કે, દેવી સતીનો જમણો હાથ આ સ્થાન પર પડ્યો હતો, ત્યારથી જ આ તળાવ તૈયાર થયું છે. આ કારણે અહિયાં એક પાષણ શિલાની તેઓનું સ્વરૂપ માનીને પૂજા કરાય છે.

૩. માન્યતા છે કે, માનસરોવર તળાવ અને રાક્ષસ તળાવ બંને સૂર્ય અને ચંદ્રના બળને પ્રદર્શિત કરે છે, જેનો સંબંધ સકારાત્મક અને નકારાત્મક ઉર્જા સાથે છે. જયારે તમે દક્ષિણ દિશા તરફ જોશો તો એક સ્વસ્તિક ચિહ્ન બનેલું જોવા મળશે.
આ ઉપરાંત આ પવિત્ર ધામ પર પ્રકાશના તરંગો અને અવાજના તરંગો એકબીજા સાથે મળે છે ત્યારે ‘ॐ’ જેવા અવાજનો આભાસ થાય છે.

૪. માનસરોવરમાં તમારી આસપાસ એવી ઘણી ખાસ વાતો થતી હોય છે જેને તમે માત્ર અનુભવી શકો છો. કૈલાસ માનસરોવરની તળાવ ૩૨૦ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.
જો કે પવિત્ર તળાવની આસપાસ વહેલી સવાર ૨.૩૦ થી ૩.૪૫ વાગ્યા વચ્ચે કેટલીક અલૌકિક ક્રિયાઓને ખાલી અનુભવી શકાતી હોય છે, જેને જોઈ શકાતી નથી.
